________________
વર્ષ ૨૪ મું
૨૬૩ ૭. કે જ્ઞાની ભક્તિ ઈચ્છતા નથી, પરંતુ મેક્ષાભિલાષીને તે ક્યાં વિના ઉપદેશ પરિણમતે નથી, અને મનન તથા નિદિધ્યાસનાદિને હેતુ થતું નથી, માટે મુમુક્ષુએ જ્ઞાનીની ભક્તિ અવશ્ય કર્તવ્ય છે એમ સપુરુષોએ કહ્યું છે.
૮. આમાં કહેલી વાત સર્વ શાસ્ત્રને માન્ય છે. ૯. રાષભદેવજીએ અઠ્ઠાણું પુત્રને ત્વરાથી મોક્ષ થવાને એ જ ઉપદેશ કર્યો હતે. ૧૦. પરીક્ષિત રાજાને શુકદેવજીએ એ જ ઉપદેશ કર્યો છે.
૧૧. અનંત કાળ સુધી જીવ નિજ છંદે ચાલી પરિશ્રમ કરે તે પણ પિતે પિતાથી જ્ઞાન પામે નહીં, પરંતુ જ્ઞાનીની આજ્ઞાને આરાધક અંતર્મુહુર્તમાં પણ કેવળજ્ઞાન પામે.
૧૨. શાસ્ત્રમાં કહેલી આજ્ઞાઓ પક્ષ છે અને તે જીવને અધિકારી થવા માટે કહી છે; મેક્ષ થવા માટે જ્ઞાનની પ્રત્યક્ષ આજ્ઞા આરાધવી જોઈએ.
૧૩. આ જ્ઞાનમાર્ગની શ્રેણી કહી, એ પામ્યા વિના બીજા માર્ગથી મેક્ષ નથી. ૧૪. એ ગુપ્ત તત્તવને જે આરાધે છે, તે પ્રત્યક્ષ અમૃતને પામી અભય થાય છે.
ઇતિ શિવમ
૨૦૧
મુંબઈ, માહ વદ ૩, ગુરુ, ૧૯૪૭ કેવળ નિવિકાર છતાં પરબ્રહ્મ પ્રેમમય પરાભક્તિને વશ છે, એ હૃદયમાં
જેણે અનુભવ કર્યો છે એવા જ્ઞાનીઓની ગુપ્ત શિક્ષા છે. અત્ર પરમાનંદ છે. અસંગવૃત્તિ હોવાથી સમુદાયમાં રહેવું બહુ વિકટ છે. જેને કોઈ પણ પ્રકારે યથાર્થ આનંદ કહી શકાતું નથી, એવું જે સસ્વરૂપ તે જેના હૃદયમાં પ્રકાશ્ય છે એવા મહાભાગ્ય જ્ઞાનીઓની અને આપની અમારા ઉપર કૃપા વર્તો. અમે તે તમારી ચરણરજ છીએ. અને ત્રણે કાળ એ જ પ્રેમની નિરંજનદેવ પ્રત્યે યાચના છે.
આજના પ્રભાતથી નિરંજનદેવની કઈ અદભુત અનુગ્રહતા પ્રકાશી છે, આજે ઘણા દિવસ થયાં ઈરછેલી પરાભક્તિ કોઈ અનુપમ રૂપમાં ઉદય પામી છે. ગોપીઓ ભગવાન વાસુદેવ (કૃષ્ણચંદ્ર)ને મહીની મટકીમાં નાંખી વેચવા નીકળી હતી; એવી એક શ્રીમદ્ભાગવતમાં કથા છે, તે પ્રસંગ આજે બહુ સ્મરણમાં રહ્યો છે; અમૃત પ્રવહે છે ત્યાં સહસ્ત્રદળ કમળ છે, એ મહીની મટુકી છે, અને આદિપુરુષ તેમાં બિરાજમાન છે તે ભગવંત વાસુદેવ છે, તેની પ્રાપ્તિ પુરુષની ચિત્તવૃત્તિરૂપ ગેપાને થતા તે ઉલ્લાસમાં આવી જઈ બીજા કોઈ મુમુક્ષુ આત્મા પ્રત્યે “કોઈ માધવ લ્ય, હારે કોઈ માધવ લ્યો” એમ કહે છે, અર્થાત્ તે વૃત્તિ કહે છે કે આદિપુરુષની અમને પ્રાપ્તિ થઈ, અને એ એક જ પ્રાપ્ત કરવા ગ્ય છે, બીજું કશુંય પ્રાપ્ત કરવા ગ્ય નથી, માટે તમે પ્રાપ્ત કરે. ઉલ્લાસમાં ફરી ફરી કહે છે કે તમે તે પુરાણપુરુષને પ્રાપ્ત કરે; અને જે તે પ્રાપ્તિને અચળ પ્રેમથી ઈચ્છો તે અમે તમને તે આદિપુરુષ આપી દઈએ; મટુકીમાં નાખીને વેચવા નીકળ્યાં છીએ, ગ્રાહક દેખી આપી દઈએ છીએ, કોઈ ગ્રાહક થાઓ, અચળ પ્રેમે કઈ ગ્રાહક થાઓ, વાસુદેવની પ્રાપ્તિ કરાવીએ.
મટુકીમાં નાખીને વેચવા નીકળ્યાને અર્થ સહસ્ત્રદળ કમળમાં અમને વાસુદેવ ભગવાન મળ્યા છે; મહીનું નામમાત્ર છે, આખી સૃષ્ટિને મથીને જે મહી કાઢીએ માત્ર એક અમૃતરૂ૫ વાસુદેવ
૧. પાઠાંતર-જોકે જ્ઞાની ભક્તિ ઈચ્છતા નથી પરંતુ મેક્ષાભિલાષીને તે ર્યા વિના મેક્ષની પ્રાપ્તિ થતી નથી, આ અનાદિકાળનું ગુપ્ત તત્વ સંતના હૃદયમાં રહ્યું તે પાને ચઢાવ્યું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org