________________
વર્ષ ૨૪ મું જે સવિગત પત્ર તમે મારા પત્રના ઉત્તરમાં લખ્યું છે તે પત્ર તમે વિકલ્પપૂર્વક લખ્યું નથી. મારું તે લખેલું પત્ર મુનિ ઉપર મુખ્ય કરીને હતું. કારણ કે તેમની માગણી નિરંતર હતી.
અત્ર પરમાનંદ છે. તમે અને બીજા ભાઈઓ સને આરાધવાનું પ્રયત્ન કરજે. અમારા યથાયોગ્ય માનજે. અને ભાઈ ત્રિભવન વગેરેને કહેજે.
વિ. રાયચંદના ય૦
૨૦૪ મુંબઈ, માહ વદ ૭, ભેમ, ૧૯૪૭ અત્ર પરમાનંદ વૃત્તિ છે. આપનું ભક્તિ-ભરિત પત્ર આજે પ્રાપ્ત થયું.
આપને મારા પ્રત્યે પરમેલ્લાસ આવે છે અને વારંવાર તે વિષે આ૫ પ્રસન્નતા પ્રગટ કરે છે; પણ હજી અમારી પ્રસન્નતા મારા ઉપર થતી નથી, કારણ કે જેવી જોઈએ તેવી અસંગદશાથી વર્તાનું નથી; અને મિથ્યા પ્રતિબંધમાં વાસ છે. પરમાર્થ માટે પરિપૂર્ણ ઈચ્છા છે પણ ઈશ્વરેચ્છાની હજુ તેમાં સમ્મતિ થઈ નથી, ત્યાં સુધી મારા વિષે અંતરમાં સમજી રાખજે; અને ગમે તેવા મુમુક્ષુઓને પણ કંઈ નામપૂર્વક જણાવશે નહીં. હાલ એવી દશાએ રહેવું અમને વહાલું છે.
ખંભાત આપે પd લખી મારું માહાસ્ય પ્રગટ કર્યું પણ તેમ હાલ થવું જોઈતું નથી, તે બધા મુમુક્ષુ છે. સાચાને કેટલીક રીતે ઓળખે છે, તે પણ તે પ્રત્યે હાલ પ્રગટ થઈ પ્રતિબંધ કરે મને એગ્ય નથી લાગતું. આ૫ પ્રસંગે પાત્ત તેમને જ્ઞાનકથા લખશે, તે એક પ્રતિબંધ મને એ છે થશે. અને એમ કરવાનું પરિણામ સારું છે. અમે તે આપના સમાગમને ઈચ્છીએ છીએ. ઘણું વાતે અંતરમાં ઘૂમે છે પણ લખી શકાતી નથી.
૨૦૫ મુંબઈ, માહ વદ ૧૧, શુક્ર, ૧૯૪૭
तत्र को मोहः कः शोकः एकत्वमनुपश्यतः । તેને મેહ શો, અને તેને શોક શો? કે જે સર્વત્ર એક7(પરમાત્મસ્વરૂ૫)ને જ જુએ છે.
વાસ્તવિક સુખ જે જગતની દ્રષ્ટિમાં આવ્યું હોત તે જ્ઞાની પુરુષેએ નિયત કરેલું એવું મેક્ષસ્થાન ઊર્ધ્વ લોકમાં હેત નહીં; પણ આ જગત જ મેક્ષ હોત.
જ્ઞાનીને સર્વત્ર મોક્ષ છે; આ વાત છે કે યથાર્થ છે, તે પણ જ્યાં માયાપૂર્વક પરમાત્માનું દર્શન છે એવું જગત, વિચારી પગ મૂકવા જેવું તેને પણ કંઈ લાગે છે, માટે અમે અસંગતાને ઈચ્છીએ છીએ, કાં તમારા સંગને ઈચ્છીએ છીએ, એ યોગ્ય જ છે.
૨૦૬ મુંબઈ, માહ વદ ૧૩, રવિ, ૧૯૪૭ ઘટ પરિચય માટે આપે કંઈ જણાવ્યું નથી તે જણાવશે. તેમ જ મહાત્મા કબીરજીનાં બીજાં પુસ્તકો મળી શકે તે મોકલવા કૃપા કરશો. - પારમાર્થિક વિષય માટે હાલ મૌન રહેવાનું કારણ પરમાત્માની ઈચ્છા છે. જ્યાં સુધી અસંગ થઈશું નહીં અને ત્યાર પછી તેની ઈચ્છા મળશે નહીં, ત્યાં સુધી પ્રગટ રીતે માર્ગ કહીશું નહીં, અને આ સર્વ મહાત્માઓને રિવાજ છે. અમે તે દિન માત્ર છીએ.
ભાગવતવાળી વાત આત્મજ્ઞાનથી જાણેલી છે.
૧. જુઓ આંક ૧૯૮.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org