________________
૨૫૮
શ્રીમદ રાજચંદ્ર
મુંબઈ, પોષ સુદ ૫, ગુરુ, ૧૯૪૭ અલખનામ ધુનિ લગી ગગનમેં, મગન ભયા મન મેરા છે, આસન મારી સુરત દૃઢ ધારી, દિયા અગમ ઘર ડેરા જી.
દરશ્યા અલખ દેદારા જી.
૧૯૦
મુંબઈ, પિષ સુદ ૯, ૧૯૪૭ ચિત્ર ત્રિવનનું લખેલું પત્ર ગઈ કાલે મળ્યું. તમને અમારાં એવાં વ્યાવહારિક કાર્ય – કથનથી પણ વિકલ્પ ન થયો એ માટે સંતોષ થયો છે. તમારે પણ સંતેષ જ રાખ.
પૂર્વાપર અસમાધિરૂપ થાય તે ન કરવાની શિક્ષા પ્રથમ પણ આપી છે. અને અત્યારે પણ એ શિક્ષા વિશેષ સ્મરણમાં લેવી એગ્ય છે. કારણ એમ રહેવાથી ઉત્તરકાળે ધર્મપ્રાપ્તિ સુલભ થાય.
જેમ તમને અસમાધિ પૂર્વાપર પ્રાપ્ત ન થાય તેમ આજ્ઞા થશે. ચુનીલાલને દ્વેષ ક્ષમા કરવા ગ્ય છે. વખતેવખત કુંવરજીને પત્ર લખવા તે લખે છે માટે લખશે.
વિટ રાયચંદના ય૦
૧૯૧ મુંબઈ, પિષ સુદ ૧૦, સેમ, ૧૯૪૭ મહાભાગ્ય જીવન્મુક્ત,
આપનું કૃપાપનું આજે ૧ આવ્યું. તે વાંચી પરમ સંતોષ થયે.
પ્રશ્નવ્યાકરણમાં સત્યનું માહાભ્ય વાંચ્યું છે. મનન પણ કરેલું હતું. હાલમાં હરિજનની સંગતિના અભાવે કાળ દુર્લભ જાય છે. હરિજનની સંગતિમાં પણ તે પ્રત્યે ભક્તિ કરવી એ બહુ પ્રિય છે.
આપ પરમાર્થ માટે જે પરમ આકાંક્ષા રાખે છે, તે ઈશ્વરેચ્છા હશે તે કોઈ અપૂર્વ વાટેથી પાર પડશે. જેઓને ભ્રાંતિથી કરી પરમાર્થને લક્ષ મળ દુર્લભ થયો છે એવા ભારતક્ષેત્રવાસી મનુષ્ય પ્રત્યે તે પરમકૃપાળુ પરમકૃપા કરશે; પરંતુ હમણાં શેડો કાળ તેની ઈચ્છા હોય તેવું જણાતું નથી.
૧૨ મુંબઈ, પિષ સુદ ૧૪, શુક, ૧૯૪૭ આયુષ્યમાન ભાઈ,
આજે તમારું પત્ર ૧ મળ્યું.
તમને કઈ પણ પ્રકારે પૂર્વાપર ધર્મપ્રાપ્તિ અસુલભ થાય એમ કરીને કંઈ પણ ન કરવા આજ્ઞા હતી; તેમ જ છેવટના પત્તામાં જણાવ્યું હતું કે હાલ એ વિષે કશી તજવીજ કરશે નહીં. જે જરૂર પડશે તે જેમ તમને પૂર્વાપર અસમાધિ નહીં થાય તેમ તે સંબંધી કરવા લખીશ. આ વાક્ય યથાયોગ્ય સમજાયું હશે. તથાપિ કંઈ ભક્તિદશાનુગે એમ કર્યું જણાય છે.
કદાપિ તમે એટલું પણ ન કર્યું હતું તે અત્ર આનંદ જ હતું. પ્રાયે એવા પ્રસંગમાં પણ બીજા પ્રાણીને દુભાવવાનું ન થતું હોય તે આનંદ જ રહે છે. એ વૃત્તિ મેક્ષાભિલાષીને તે બહ ઉપગી છે, આત્મસાધનરૂપ છે.
સને સતરૂપે કહેવાની પરમ જિજ્ઞાસા જેની નિરંતર હતી એવા મહાભાગ્ય કબીરનું એક પદ એ વિષે સ્મરણ કરવા જેવું છે. અહીં એક તેની સાથેની ટૂંક લખી છે :
કરના ફકીરી કયા દિલગીરી, સદા મગન મન રહેલા છે.” એ વૃત્તિ મુમુક્ષુઓને અધિકાધિક વર્ધમાન કરવા જેવી છે. પરમાર્થચિંતા હોય એ વિષય જુદ છે, વ્યવહારચિંતાનું વેદન અંતરથી ઓછું કરવું એ એક માર્ગ પામવાનું સાધન છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org