________________
વર્ષ ૨૪ મું
૨૫૩ મહત્વ સ્થાપન કરવું, પૂજ્યતા પ્રતિપાદન કરવી, એ જીવને બહુ રખડાવનારું છે. આ સમજણ સમીપે આવેલા જીવને હોય છે, અને તેવા જ સમર્થ ચક્રવર્તી જેવી પદવીએ છતાં તેને ત્યાગ કરી, કરપાત્રમાં ભિક્ષા માગીને જીવનાર સંતના ચરણને અનંત અનંત પ્રેમે પૂજે છે, અને જરૂર તે છૂટે છે.
દીનબંધુની દ્રષ્ટિ જ એવી છે કે છૂટવાના કામીને બાંધો નહીં; બંધાવાને કામીને છોડે નહીં. અહીં વિકલ્પી જીવને એ વિકલપ ઊઠે કે જીવને બંધાવું ગમતું નથી, સર્વને છૂટવાની ઈરછા છે, તે પછી બંધાય છે કાં? એ વિકલ્પની નિવૃત્તિ એટલી જ છે કે, એવો અનુભવ થયો છે કે, જેને છૂટવાની દ્રઢ ઈચ્છા થાય છે, તેને બંધનને વિકલ્પ મટે છે અને એ આ વાર્તાને સત્સાક્ષી છે.
એક બાજુથી પરમાર્થમાર્ગ ત્વરાથી પ્રકાશવા ઈચ્છા છે, અને એક બાજુથી અલખ “લેમાં સમાઈ જવું એમ રહે છે. અલખ લે'માં આત્માએ કરી સમાવેશ થયે છે, એગે કરીને કરે એ એક રટણ છે. પરમાર્થને માર્ગ ઘણું મુમુક્ષુઓ પામે, અલખ સમાધિ પામે તે સારું અને તે માટે કેટલુંક મનન છે. દીનબંધુની ઈચ્છા પ્રમાણે થઈ રહેશે.
અદ્ભુત દશા નિરંતર રહ્યા કરે છે. અબધુ થયા છીએ; અબધુ કરવા માટે ઘણા છે પ્રત્યે દ્રષ્ટિ છે.
મહાવીર દેવે આ કાળને પંચમકાળ કહી દુષમ કહ્યો, વ્યાસે કળિયુગ કહ્યો; એમ ઘણું મહાપુરુષોએ આ કાળને કઠિન કહ્યો છે એ વાત નિઃશંક સત્ય છે. કારણ, ભક્તિ અને સત્સંગ એ વિદેશ ગયાં છે, અર્થાત્ સંપ્રદાયમાં રહ્યાં નથી અને એ મળ્યા વિના જીવને છૂટકે નથી. આ કાળમાં મળવાં દુષમ થઈ પડ્યાં છે, માટે કાળ પણ દુષમ છે. તે વાત યથાયોગ્ય જ છે. દુષમને ઓછા કરવા આશિષ આપશે. ઘણુંય જણાવવાની ઈચ્છા થાય છે, પણ લખવાની કે બોલવાની ઝાઝી ઈચ્છા રહી નથી. ચેષ્ટા ઉપરથી સમજાય તેવું થયા જ કરે, એ ઈચછના નિશ્ચળ છે.
વિઆજ્ઞાંકિત રાયચંદના દંડવત્.
૧૭૭ મુંબઈ, કારતક વદ ૧૪, ગુરુ, ૧૯૪૭ સુજ્ઞ ભાઈ શ્રી ત્રિભવન, - તમારું પત્ર ૧ મલ્યું. મનન કર્યું.
અંતરની પરમાર્થવૃત્તિઓ ચેડા કાળ સુધી પ્રગટ કરવા ઈચ્છા થતી નથી. ધર્મને ઈચ્છવાવાળાં પ્રાણીઓનાં પત્ર પ્રશ્નાદિક તે અત્યારે બંધનરૂપ માન્યાં છે. કારણ જે ઈચ્છાઓ હમણું પ્રગટ કરવા ઈચ્છા નથી, તેના અંશે (નહીં ચાલતાં) તે કારણથી પ્રગટ કરવા પડે છે.
નિત્ય નિયમમાં તમને અને બધા ભાઈઓને હમણાં તે એટલું જ જણાવું છું કે જે જે વાટેથી અનંતકાળથી ગ્રહાયેલા આગ્રહને, પિતાપણાને, અને અસત્સંગને નાશ થાય છે તે વાટે વૃત્તિ લાવવી; એ જ ચિંતન રાખવાથી, અને પરભવને દ્રઢ વિશ્વાસ રાખવાથી કેટલેક અંશે તેમાં જય પમાશે.
વિ. રાયચંદના ય૦
૧૭૮ મુંબઈ, કારતક વદ ૦)), શુક, ૧૯૪૭ સુજ્ઞ ભાઈ શ્રી અંબાલાલ, - અત્ર આનંદવૃત્તિ છે. તમારી અને બીજા ભાઈઓની આનંદવૃત્તિ ઈચ્છું છું. તમારા પિતાજીનાં બે પત્રે ધર્મ વિષયે મળ્યાં. એ વિષે શું ઉત્તર લખો ? તેને બહુ વિચાર રહે છે.
હમણું તે હું કોઈને સ્પષ્ટ ધર્મ આપવાને ગ્ય નથી, અથવા તેમ કરવા મારી ઈચ્છા રહેતી નથી. ઈચ્છા રહેતી નથી એનું કારણ ઉદયમાં વર્તતાં કર્મો છે. તેઓની વૃત્તિ મારા તરફ વળવાનું કારણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org