________________
વર્ષ ૨૩ મું
૨૩૩ તે એકદમ આંખ તીરછી થઈ જશે. ન ફાવ્યા તે લેકનો ભેદ અને પિતાને નિષ્ફળ ખેદ બહુ દુઃખ આપશે. પ્રત્યેક વખત મૃત્યુના ભયવાળે, રેગના ભયવાળે, આજીવિકાના ભયવાળે, યશ હશે તે તેની રક્ષાના ભયવાળ, અપયશ હશે તે તેને ટાળવાના ભયવાળો, લેણું હશે તે તેને લેવાના ભયવાળે, દેણું હશે તે તેની હાયવેયના ભયવાળે, સ્ત્રી હશે તે તેની...ના ભયવાળે, નહીં હોય તે તેને પ્રાપ્ત કરવાના ખ્યાલવાળ, પુત્રપુત્રાદિક હશે તે તેની કડાકૂટના ભયવાળે, નહીં હોય તે તેને મેળવવાના ખ્યાલવાળ, ઓછી રિદ્ધિ હશે તે વધારેના ખ્યાલવાળે, વધારે હશે તે તેને બાથ ભરવાના ખ્યાલને, એમ જ પ્રત્યેક સાધને માટે અનુભવ થશે. ક્રમે કે વિક્રમે ટૂંકામાં કહેવાનું કે, સુખને સમય હવે કયે કહે? બાલાવસ્થા? યુવાવસ્થા? જરાવસ્થા? નરેગાવસ્થા? રેગાવસ્થા? ધનાવસ્થા? નિર્ધનાવસ્થા? ગૃહસ્થાવસ્થા? અગૃહસ્થાવસ્થા?
એ સર્વ પ્રકારની બાહ્ય મહેનત વિના અનુત્તર અંતરંગ વિચારણાથી જે વિવેક થયે તે જ આપણને બીજી દ્રષ્ટિ કરાવી, સર્વ કાળને માટે સુખી કરે છે. એટલે કહ્યું શું? તે કે વધારે જિવાયું
પણ સુખી, ઓછું જિવાયું તે પણ સુખી, પાછળ જન્મવું હોય તે પણ સુખી, ન જન્મવું હોય તે પણ સુખી.
(૩) મુંબઈ, માગશર સુદ ૧-૨, રવિ, ૧૯૪૬ હે ગૌતમ! તે કાળ અને તે સમયમાં છદ્મસ્થ અવસ્થાએ, હું એકાદશ વર્ષની પર્યાયે, છઠું છ સાવધાનપણે, નિરંતર તપશ્ચર્યા અને સંયમથી આત્મતા ભાવતાં, પૂર્વાનુપૂર્વીએ ચાલતાં, એક ગામથી બીજે ગામ જતાં, જ્યાં સુષુમારપુર નગર, જ્યાં અશોક વનખંડ બાગ, જ્યાં અશેકવર પાદપ, જ્યાં પૃથ્વીશિલા૫ટ્ટ, ત્યાં આવ્યો; આવીને અશોકવર પાદપની નીચે, પૃથ્વીશિલાપટ્ટ પર અષ્ટમભક્ત ગ્રહણ કરીને, બન્ને પગ સંકેચીને, લાંબા કર કરીને, એક પુગલમાં દૃષ્ટિ અડગ સ્થાપીને, અનિમેષ નયનથી, જરા શરીર નીચું આગળ મૂકી રાખીને, યુગની સમાધિથી, સર્વ ઇઢિયે ગુપ્ત કરીને, એક રાત્રિની મહા પ્રતિમા ધારણ કરીને, વિચરતો હતો. (ચમર)
મુંબઈ, પિષ સુદ ૩, બુધ, ૧૯૪૬ નીચેના નિયમ પર બહુ લક્ષ આપવું. ૧. એક વાત કરતાં તેની અપૂર્ણતામાં અવશ્ય વિના બીજી વાત ન કરવી જોઈએ. ૨. કહેનારની વાત પૂર્ણ સાંભળવી જોઈએ. ૩. પિતે ધીરજથી તેને સદુત્તર આપવો જોઈએ. ૪. જેમાં આત્મશ્લાઘા કે આત્મહાનિ ન હોય તે વાત ઉચ્ચારવી જોઈએ. ૫. ધર્મ સંબંધી હમણાં બહુ જ ઓછી વાત કરવી. ૬. લેકથી ધર્મવ્યવહારમાં પડવું નહીં.
(૫) મુંબઈ, વૈશાખ વદ ૪, ગુરુ, ૧૯૪૬ આજ મને ઉછરંગ અનુપમ, જન્મકૃતાર્થ જગ જણા; વાસ્તવ્ય વસ્તુ, વિવેક વિવેચક તે કમ સ્પષ્ટ સુમાર્ગ ગણાય.
૧. શ્રી ભગવતીસૂત્ર, શતક ૩, ઉદ્દેશક ૨.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org