________________
વર્ષ ૨૩ મું નથી અને વખત વીત્યે જાય છે. એ કારણથી તથા કંઈક વિશેષ ઉદયથી ત્યાગ પણ થતું નથી. જેથી બધી સ્થિતિ શંકરૂપ થઈ પડી છે. આ કરતાં તે અમારે ઝેર પીને મરવું તે ઉત્તમ છે, સર્વોત્તમ છે.
દર્શનપરિષહ એમ જ વેદાય ?
તે યોગ્ય છે. પણ અમને લેકેને પરિચય “જ્ઞાની છીએ એવી તેમની માન્યતા સાથે ન પડ્યો હોત તે ખોટું શું હતું?
તે બનનાર. ' અરે ! હે દુષ્ટાત્મા ! પૂર્વે ત્યાં બરાબર સન્મતિ ન રાખી અને કર્મબંધ કયાં તે હવે તું જ તેનાં ફળ ભોગવે છે. તું કાં તે ઝેર પી અને કાં તે ઉપાય તત્કાળ કર. | ગસાધન કરું?
તેમાં બહુ અંતરાય જોવામાં આવે છે. વર્તમાનમાં પરિશ્રમ કરતાં પણ તે ઉદયમાં આવતું નથી.
૧૬૨ હે શ્રી..........! તમે શંકારૂપ વમળમાં વારંવાર વહે છે તેને અર્થ શું છે? નિઃસંદેહ થઈને રહે, અને એ જ તમારો સ્વભાવ છે.
હે અંતરાત્મા ! તમે કહ્યું જે વાક્ય તે યથાર્થ છે, નિઃસંદેપણે સ્થિતિ એ સ્વભાવ છે, તથાપિ સંદેહના આવરણને કેવળ ક્ષય જ્યાં સુધી કરી શકાય ન હોય ત્યાં સુધી તે સ્વભાવ ચલાયમાન અથવા અપ્રાપ્ત રહે છે, અને તે કારણથી અમને પણ વર્તમાન દશા છે.
હે શ્રી.......! તમને જે કંઈ સંદેહ વર્તતા હોય તે સંદેહ સ્વવિચારથી અથવા સત્સમાગમથી ક્ષય કરે. - હે અંતરાત્મા! વર્તમાન આત્મદશા જોતાં જે પરમ સત્સમાગમ પ્રાપ્ત થયું હોય, અને તેમના આશ્રયે વૃત્તિ પ્રતિબંધ પામી હોય તે તે સંદેહની નિવૃત્તિને હેતુ થવો સંભવે છે. બાકી બીજો કોઈ ઉપાય દેખાતું નથી, અને પરમ સત્સમાગમ અથવા સત્સમાગમ પણ પ્રાપ્ત થશે મહા કઠણ છે.
હે શ્રી.......! તમે કહે છે તેમ સત્સમાગમનું દુર્લભપણું છે, એમાં સંશય નથી, પણ તે દુર્લભપણું જે સુલભ ન થાય તેમ વિશેષ અનાગતકાળમાં પણ તમને દેખાતું હોય તે તમે શિથિલતાને ત્યાગ કરી સ્વવિચારનું વ્રત અવલંબન ગ્રહણ કરે, અને પરમ પુરુષની આજ્ઞામાં ભક્તિ રાખી સામાન્ય સત્સમાગમમાં પણ કાળ વ્યતીત કરે.
હે અંતરાત્મા ! તે સામાન્ય સત્સમાગમી અમને પૂછી સંદેહની નિવૃત્તિ કરવા ઇચછે છે, અને અમારી આજ્ઞાએ પ્રવર્તવું કલ્યાણરૂપ છે એમ જાણી વશવતપણે વર્યા કરે છે, જેથી અમને તેમના સમાગમમાં તે નિજવિચાર કરવામાં પણ તેમની સંભાળ લેવામાં પડવું પડે, અને પ્રતિબંધ થઈ સ્વવિચારદશા બહુ આગળ ન વધે, એટલે સંદેહ તે તેમ જ રહે. એવું સંદેહસહિતપણું હોય ત્યાં સુધી બીજા જીવન એટલે સામાન્ય સત્સમાગમાદિમાં પણ આવવું ન ઘટે, માટે શું કરવું તે સૂઝતું નથી.
હે હરિ, આ કળિકાળમાં તારે વિષે અખંડ પ્રેમની ક્ષણ પણ જવી દુર્લભ છે, એવી નિવૃત્તિ ભૂલી ગયા છે. પ્રવૃત્તિમાં પ્રવૃત્ત થઈ નિવૃત્તિનું ભાન પણ રહ્યું નથી. નાના પ્રકારના સુખાભાસને વિષે પ્રયત્ન થઈ રહ્યો છે. આરત પણ નાશ પામ્યા જેવું થઈ ગયું છે. વૃદ્ધમર્યાદા રહી નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org