________________
૨૩૮
શ્રીમદ્ રાજચંદ્ર રીતે અમે સમાધિરૂપ હોઈએ? તે તે વિચારને છેવટે નિર્ણય થયે કે સર્વરૂપે એક શ્રી હરિ જ છે એમ તારે નિશ્ચય કરે જ. | સર્વત્ર આનંદરૂપ સત છે. વ્યાપક એવા શ્રી હરિ નિરાકાર માનીએ છીએ અને કેવળ તે સર્વના બીજભૂત એવા અક્ષરધામને વિષે શ્રી પુરુષોત્તમ સાકાર સુશોભિત છે.
કેવળ તે આનંદની જ મૂર્તિ છે. સર્વ સત્તાની બીજભૂત તે શાશ્વત મૂર્તિને ફરી ફરી અમે જેવા તલસીએ છીએ.
અનંત પ્રદેશભૂત એવું તે શ્રી પુરુષોત્તમનું સ્વરૂપ રમે રેમે અનંત બ્રહ્માંડાત્મક સત્તાએ ભર્યું છે, એમ નિશ્ચય છે, એમ દૃઢ કરું છું.
આ સૃષ્ટિ પહેલાં તે શ્રીમાન પુરુષોત્તમ એક જ હતા અને તે પિતાની ઈચ્છાથી જગતરૂપે થયેલ છે..
બીજભૂત એવા તે શ્રીમાન પરમાત્મા આવી મહા વિસ્તાર સ્થિતિમાં આવે છે. સર્વત્ર ભરપૂર એ અમૃતરસ તે બીજને વૃક્ષ સમ થવામાં શ્રી હરિ પ્રેરે છે.
સર્વ પ્રકારે તે અમૃતરસ તે શ્રી પુરુષોત્તમની ઈચ્છારૂપ નિયતિને અનુસરે છે કારણ કે તે તે જ છે.
અનંતકાળે શ્રીમાન હરિ આ જગતને સંપેટે છે. ઉત્પત્તિ પ્રથમ બંધ મિક્ષ કાંઈ હતું નહીં અને અનંત લય પછી હશે પણ નહીં. હરિ એમ ઈચ્છે જ છે કે એક એ હું બહુરૂપે હોઉં અને તેમ હોય છે.
૧૬૦
પાન ૧ ચૈતન્યાધિષિત આ વિશ્વ હોવું એગ્ય છે. પાન ૨ વિશિષ્ટાદ્વૈતમાં અમારી પરમ રુચિ છે.
જોકે એક શુદ્ધાદ્વૈત જ સમજાય છે. અને તેમજ છે. સત્
ચિત્
આનંદ
પરમાત્મા અને એ જ અમારી અંતરની પરમ રુચિ.
પરમાત્મા આનંદ, સત્ અને ચિન્મય છે. પાન ૩ પરમાત્મસૃષ્ટિ કોઈને વિષમ હવા ગ્ય નથી. પાન ૪ જીવસૃષ્ટિ જીવને વિષમતા માટે સ્વીકૃત છે. પાન ૫-૬ પરમાત્મસૃષ્ટિ પરમ જ્ઞાનમય અને પરમ
આનંદ કરીને પરિપૂર્ણ ભરપૂર છે.
૧. એક મુમુક્ષ તરફથી મળેલી શ્રીમદ્દના સ્વહસ્તાક્ષરની નોંધબુક, જેમાં આ પ્રમાણેનાં પાન ૩૧ લખાયેલાં છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org