________________
વર્ષ ૧૭ મું
૬૩ તમે જેમ હતું તેમ અનાથપણું કહી બતાવ્યું. મહર્ષિ! તમે સનાથ, તમે સબંધવ અને તમે સધર્મ છે. તમે સર્વ અનાથના નાથ છે. હે પવિત્ર સંયતિ! હું તમને ક્ષમાવું છું. તમારી જ્ઞાની શિક્ષાથી લાભ પામે છું. ધર્મધ્યાનમાં વિન્ન કરવાવાળું ભેગ ભેગવ્યા સંબંધીનું મેં તમને હે મહા ભાગ્યવંત ! જે આમંત્રણ દીધું તે સંબંધીને મારે અપરાધ મસ્તક નમાવીને ક્ષમાવું છું.” એવા પ્રકારથી સ્તુતિ ઉચ્ચારીને રાજપુરુષકેસરી શ્રેણિક વિનયથી પ્રદક્ષિણા કરી સ્વસ્થાનકે ગયે.
મહા તપોધન, મહા મુનિ, મહા પ્રજ્ઞાવંત, મહા યશવંત, મહા નિગ્રંથ અને મહામૃત અનાથી મુનિએ મગધ દેશના શ્રેણિક રાજાને પિતાનાં વીતક ચરિત્રથી જે બોધ આપે છે ભાવના સિદ્ધ કરે છે. મહા મુનિ અનાથીએ ભેગવેલી વેદના જેવી, કે એથી અતિ વિશેષ વેદના અનંત આત્માઓને ભેગવતા જોઈએ છીએ એ કેવું વિચારવા લાયક છે ! સંસારમાં અશરણતા અને અનંત અનાથતા છવાઈ રહી છે, તેને ત્યાગ ઉત્તમ તત્ત્વજ્ઞાન અને પરમ શીલને સેવવાથી જ થાય છે. એ જ મુક્તિના કારણરૂપ છે. જેમ સંસારમાં રહ્યા અનાથી અનાથ હતા, તેમ પ્રત્યેક આત્મા તત્વજ્ઞાનની પ્રાપ્તિ વિના સદૈવ અનાથ જ છે. સનાથ થવા સતદેવ, સધર્મ અને સત્ગુરુને જાણવા અવશ્યના છે.
( શિક્ષાપાઠ ૮. સદેવતત્ત્વ ત્રણ તત્વ આપણે અવશ્ય જાણવાં જોઈએ. જ્યાં સુધી તે તત્ત્વસંબંધી અજ્ઞાનતા હોય છે ત્યાં સુધી આત્મહિત નથી. એ ત્રણ તત્વ તે સદેવ, સધર્મ, સતગુરુ છે. આ પાઠમાં સદેવસ્વરૂપ વિષે કંઈક કહું છું.
જેએને કેવલ્યજ્ઞાન અને કૈવલ્યદર્શન પ્રાપ્ત થાય છે; કર્મના સમુદાય મહાગ્રતપિપધ્યાન વડે વિશોધન કરીને જેઓ બાળી નાખે છે; જેઓએ ચંદ્ર અને શંખથી ઉજવળ એવું શુક્લધ્યાન પ્રાપ્ત કર્યું છે; ચકવતી રાજાધિરાજ કે રાજપુત્ર છતાં જેઓ સંસારને એકાંત અનંત શેકનું કારણ માનીને તેને ત્યાગ કરે છે; કેવળ દયા, શાંતિ, ક્ષમા, નીરાશિત્વ અને આત્મસમૃદ્ધિથી ત્રિવિધ તાપને લય કરે છે; સંસારમાં મુખ્યતા ભગવતા જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મેહનીય અને અંતરાય એ ચાર કર્મ ભસ્મીભૂત કરીને જેઓ સ્વસ્વરૂપથી વિહાર કરે છે; સર્વ કર્મનાં મૂળને જેઓ બાળી નાંખે છે, કેવળ મેહિનીજનિત કર્મને ત્યાગ કરી નિદ્રા જેવી તીવ્ર વસ્તુ એકાંત ટાળી જેઓ પાતળાં પડેલાં કર્મ રહ્યા સુધી ઉત્તમ શીલનું સેવન કરે છે; વિરાગતાથી કર્મગ્રીમથી અકળાતા પામર પ્રાણીઓને પરમ શાંતિ મળવા જેઓ શુદ્ધ બોધબીજને મેઘધારાવાણીથી ઉપદેશ કરે છે, કેઈ પણ સમયે કિંચિત્ માત્ર પણ સંસારી વૈભવવિલાસને સ્વમાંશ પણ જેને રહ્યો નથી; કર્મદળ ક્ષય કર્યા પ્રથમ શ્રીમુખવાણીથી જેઓ છદ્મસ્થતા ગણી ઉપદેશ કરતા નથી; પાંચ પ્રકારના અંતરાય, હાસ્ય, રતિ, અરતિ, ભય, જુગુપ્સા, શેક, મિથ્યાત્વ, અજ્ઞાન, અપ્રત્યાખ્યાન, રાગ, દ્વેષ, નિદ્રા અને કામ એ અઢાર દૂષણથી રહિત, સચ્ચિદાનંદ સ્વરૂપથી વિરાજમાન અને મહા ઉદ્યોતકર બાર ગુણ જેઓમાં પ્રગટે છે; જન્મ, મરણ અને અનંત સંસાર જેને ગમે છે, તે સદૈવ નિગ્રંથ આગમમાં કહ્યા છે. એ દેષરહિત શુદ્ધ આત્મસ્વરૂપને પામેલ હોવાથી પૂજનીય પરમેશ્વર કહેવાય છે. અઢાર દષમાં એક પણ દોષ હોય ત્યાં સદેવનું સ્વરૂપ નથી. આ પરમતત્વ ઉત્તમ સૂત્રોથી વિશેષ જાણવું અવશ્યનું છે.
શિક્ષાપાઠ ૯. સધર્મતત્ત્વ * અનાદિ કાળથી કર્મચાળનાં બંધનથી આ આત્મા સંસારમાં રઝળ્યા કરે છે. સમયમાત્ર પણ તેને ખરું સુખ નથી. અધોગતિને એ સેવ્યા કરે છે અને અગતિમાં પડતા આત્માને ધરી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org