________________
૧૬૦
શ્રીમદ્ રાજચંદ્ર
એવા પણ અનંત કાળ આવ્યા છે કે આત્મવાદનું પ્રાધાન્યપણું હતું, તેમ જડવાદ માટે પણ હતું. તત્ત્વજ્ઞાનીઓ એ માટે કંઈ વિચારમાં પડી જતા નથી, કારણે જગતની એવી જ સ્થિતિ છે, ત્યાં વિકલ્પથી આત્માને દુખવો કાં? પણ સર્વ વાસનાને ત્યાગ કર્યા પછી જે વસ્તુને અનુભવ થયે, તે વસ્તુ શું, અર્થાત્ પિતે અને બીજું શું? કે પિતે તે પિતે, એ વાતને નિર્ણય લીધો. ત્યાર પછી તે ભેદવૃત્તિ રહી નહીં, એટલે દર્શનની સમ્યકતાથી તેઓને એ જ સમ્મતિ રહી કે મેહાધીન આત્મા પિતે પિતાને ભૂલી જઈ જડપણું સ્વીકારે છે, તેમાં કંઈ આશ્ચર્ય નથી. વળી તેનું સ્વીકારવું શબ્દની તકરારમાં–
વર્તમાન સૈકામાં અને વળી તેમાં પણ કેટલાંક વર્ષ વ્યતીત થતાં સુધી ચિદાનંદજી આત્મજ્ઞનું વિદ્યમાનપણું હતું. ઘણું જ સમીપને વખત લેવાથી જેમને તેમનાં દર્શન થયેલાં, સમાગમ થયેલે, અને જેઓને તેમની દશાનો અનુભવ થયેલે તેમાંના કેટલાંક પ્રતીતિવાળાં મનુષ્યથી તેમને માટે જાણી શકાયું છે, તેમ હજુ પણ તેવાં મનુષ્યથી જાણી શકાય તેવું છે.
જેન મુનિ થયા પછી પિતાની નિર્વિકલ્પ દશા થઈ જવાથી કમપૂર્વક દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવથી યમનિયમ તેઓ હવે પાળી શકશે નહીં, તેમ તેમને લાગ્યું. જે પદાર્થની પ્રાપ્તિ માટે યમનિયમનું ક્રમપૂર્વક પાલન રહ્યું છે, તે વસ્તુની પ્રાપ્તિ થઈ તે પછી તે શ્રેણીએ પ્રવતેવું અને ન પ્રવર્તવું બને સમ છે, આમ તત્ત્વજ્ઞાનીઓની માન્યતા છે. જેને અપ્રમત્ત ગુણસ્થાનકે રહેલો મુનિ એમ નિગ્રંથ પ્રવચનમાં માનેલું છે, એમાંની સર્વોત્તમ જાતિ માટે કાંઈ કહેવાઈ શકાતું નથી, પણ એકમાત્ર તેમના વચનને મારા અનુભવજ્ઞાનને લીધે પરિચય થતાં એમ કહેવાનું બની શકયું છે કે તેઓ મધ્યમ અપ્રમત્તદશામાં પ્રાયે હતા. વળી યમનિયમનું પાલન ગૌણતાએ તે દિશામાં આવી જાય છે. એટલે વધારે આત્માનંદ માટે તેમણે એ દશા માન્ય રાખી. આ કાળમાં એવી દશાએ પહોંચેલા બહુ જ છેડા મનુષ્યની પ્રાપ્તિ પણ દુર્લભ છે, ત્યાં અપ્રમત્તતા વિષે વાતને અસંભવ ત્વરાએ થશે એમ ગણી તેઓએ પિતાનું જીવન અનિયતપણે અને ગુપ્તપણે ગાળ્યું. એવી જ દશામાં જે તેઓ રહ્યા હોત તે ઘણુ મનુષ્ય તેમના મુનિપણની સ્થિતિશિથિલતા સમજત અને તેમ સમજવાથી તેઓ પર આવા પુરુષથી અધીષ્ટ છાપ ન પડત. આ હાર્દિક નિર્ણય હોવાથી તેઓએ એ દશા સ્વીકારી.
णमो जहट्ठिय वत्थुवाईणं
રૂપાતીત વ્યતીતમલ, પૂર્ણાનંદી ઈસ;
ચિદાનંદ તાકું નમત, વિનય સહિત નિજ શીસ ... રૂપથી રહિત, કર્મરૂપી મેલ જેને નાશ પામ્યો છે, પૂર્ણ આનંદના જે સ્વામી છે, તેને ચિદાનંદજી પિતાનું મસ્તક નમાવી વિનય સહિત નમસ્કાર કરે છે.
રૂપાતીત–એ શબ્દથી પરમાત્મ-દશા રૂપ રહિત છે, એમ સૂચવ્યું. વ્યતીતમલ–એ શબ્દથી કર્મને નાશ થવાથી તે દશા પ્રાપ્ત થાય છે, એમ સૂચવ્યું.
પૂર્ણાનંદી ઈસ– એ શબ્દથી તે દશાના સુખનું વર્ણન કહ્યું કે જ્યાં સંપૂર્ણ આનંદ છે, તેનું સ્વામિત્વ એમ સૂચવ્યું. રૂપરહિત તે આકાશ પણ છે, એથી કર્મમલ જવાથી આત્મા જડરૂપ સિદ્ધ થાય. એ આશંકા જવા કહ્યું કે તે દિશામાં આત્મા પૂર્ણાનંદને ઈશ્વર છે, અને એવું તેનું રૂપાતીતપણું છે.
ચિદાનંદ તાકું નમત–એ શબ્દો વડે પિતાની તે પર નામ લઈને અનન્ય પ્રીતિ દર્શાવી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org