________________
૧૯૧
વર્ષ ૨૨ મું યથાર્થ થતું નથી, અશુદ્ધ ઉપયોગ થવાનું કંઈ પણ નિમિત્ત હોવું જોઈએ. તે નિમિત્ત અનુપૂર્વીએ ચાલ્યાં આવતાં બાહ્યભાવે ગ્રહેલાં કર્મપુદ્ગલ છે. (તે કર્મનું યથાર્થ સ્વરૂપ સૂક્ષમતાથી સમજવા જેવું છે, કારણ આત્માને આવી દશા કાંઈ પણ નિમિત્તથી જ હેવી જોઈએ અને તે નિમિત્ત જ્યાં સુધી જે પ્રકારે છે તે પ્રકારે ન સમજાય ત્યાં સુધી જે વાટે જવું છે તે વાટની નિકટતા ન થાય.) જેનું પરિણામ વિપર્યય હોય તેને પ્રારંભ અશુદ્ધ ઉપગ વિના ન થાય, અને અશુદ્ધ ઉપગ ભૂતકાળના કંઈ પણ સંલગ્ન વિના ન થાય. વર્તમાનકાળમાંથી આપણે એકેકી પળ બાદ કરતા જઈએ, અને તપાસતા જઈએ, તે પ્રત્યેક પળ ભિન્ન ભિન્ન સ્વરૂપે ગઈ જણાશે. (તે ભિન્ન ભિન્ન થવાનું કારણ કંઈ હોય જ.) એક માણસે એ દ્રઢ સંકલ્પ કર્યો કે, ચાવજીવનકાળ સ્ત્રીનું ચિંતવન પણ મારે ન કરવું, છતાં પાંચ પળ ન જાય, અને ચિંતવન થયું તે પછી તેનું કારણ જોઈએ. મને જે શાસ્ત્ર સંબંધી અલ્પ બંધ થયું છે તેથી એમ કહી શકું છું કે, તે પૂર્વકર્મને કોઈ પણ અંશે ઉદય જોઈએ. કેવાં કર્મને? તે કહી શકીશ કે, મેહનીય કર્મને કઈ તેની પ્રકૃતિને? તે કહી શકીશ કે, પુરુષવેદને. (પુરુષવેદની પંદર પ્રકૃતિ છે.) પુરુષવેદને ઉદય દૃઢ સંક૯પે રેજ્યો છતાં થયે તેનું કારણ હવે કહી શકાશે કે, કંઈ ભૂતકાળનું હોવું જોઈએ; અને અનુપૂર્વીએ તેનું સ્વરૂપ વિચારતાં પુનર્જન્મ સિદ્ધ થશે. આ સ્થળે બહુ દ્રષ્ટાંતથી કહેવાની મારી ઇચ્છા હતી; પણ ધાર્યા કરતાં કહેવું વધી ગયું છે. તેમ આત્માને જે બંધ થયે તે મન યથાર્થ ન જાણી શકે. મનને બેધ વચન યથાર્થ ન કહી શકે. વચનને કથનબંધ પણ કલમ લખી ન શકે. આમ હોવાથી અને આ વિષયસંબંધે કેટલાક શૈલીશબ્દો વાપરવાની આવશ્યક્તા હેવાથી અત્યારે અપૂર્ણ ભાગે આ વિષય મૂકી દઉં છું. એ અનુમાન પ્રમાણુ કહી ગયે. પ્રત્યક્ષ પ્રમાણ સંબંધી જ્ઞાનીદ્રષ્ટ હશે, તે હવે પછી, વા દર્શન સમય મળે તે ત્યારે કંઈક દર્શાવી શકીશ. આપના ઉપગમાં રમી રહ્યું છે, છતાં બે એક વચને અહીં પ્રસન્નતાર્થે મૂકું છું –
૧. સર્વ કરતાં આત્મજ્ઞાન શ્રેષ્ઠ છે. ૨. ધર્મવિષય, ગતિ, આગતિ નિશ્ચય છે. ૩. જેમ ઉપયોગની શુદ્ધતા તેમ આત્મજ્ઞાન પમાય છે. ૪. એ માટે નિર્વિકાર દૃષ્ટિની અગત્ય છે. પ. પુનર્જન્મ છે તે યેગથી, શાસ્ત્રથી અને સહજરૂપે અનેક પુરુષને સિદ્ધ થયેલ છે.
આ કાળમાં એ વિષે અનેક પુરુષને નિઃશંતા નથી થતી તેનાં કારણે માત્ર સાત્વિકતાની ન્યૂનતા, ત્રિવિધતાપની મૂઈના, “શ્રી ગેકુળચરિત્ર'માં આપે દર્શાવેલી નિર્જનાવસ્થા તેની ખામી, સત્સંગ વિનાને વાસ, સ્વમાન અને અયથાર્થ દ્રષ્ટિ એ છે.
ફરી એ વિષે વિશેષ આપને અનુકૂળ હશે, તે દર્શાવીશ. આથી મને આત્મજજવલતાને પરમ લાભ છે. તેથી આપને અનુકૂળ થશે જ. વખત હોય તે બે ચાર વખત આ પત્ર મનન થવાથી મારે કહેલ અલ્પ આશય આપને બહુ દ્રષ્ટિગોચર થશે. શિલીને માટે થઈને વિસ્તારથી કંઈક લખ્યું છે, છતાં જેવું જોઈએ તેવું સમજાવાયું નથી એમ મારું માનવું છે. પણ હળવે હળવે હું ધારું છું કે, તે આપની પાસે સરળરૂપે મૂકી શકીશ.
- બુદ્ધ ભગવાનનું જન્મચરિત્ર મારી પાસે આવ્યું નથી. અનુકૂળતા હોય તે એકલાવવા સૂચવન કરશે. સપુરુષનાં ચરિત્ર એ દર્પણરૂપ છે. બુદ્ધ અને જૈનના બોધમાં મહાન તફાવત છે.
સર્વ દષની ક્ષમા ઈચ્છી આ પત્ર પૂરું (અપૂર્ણ સ્થિતિએ) કરું છું. આપની આજ્ઞા હશે, તે એવે વખત મેળવી શકાશે કે, આત્મત્વ દૃઢ થાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org