________________
૨૦૮
શ્રીમદ્ રાજચંદ્ર એટલા જ માટે “અર્થ” અને “કામ” પછી મૂકવામાં આવ્યા છે.
ગ્રહસ્થાશ્રમી એકાંત ધર્મસાધન કરવા ઈચ્છે તે તેમ ન થઈ શકે, સર્વસંગપરિત્યાગ જ જોઈએ. ગૃહસ્થને ભિક્ષા વગેરે કૃત્ય ગ્ય નથી. અને ગૃહસ્થાશ્રમ જે
[અપૂર્ણ ] ૯૮ મુંબઈ, પિષ વદ ૯, ભેમ, ૧૯૪૬ તમારું પતું આજે મલ્યું. વિગત વિદિત થઈ.
કોઈ પ્રકારે તેમાં શેક કરવા જેવું કંઈ નથી. તમને શરીરે શાતા થાઓ એમ ઈચ્છું છું. તમારો આત્મા સભાવને પામે એ જ પ્રયાચના છે.
મારી આરોગ્યતા સારી છે. મને સમાધિભાવ પ્રશસ્ત રહે છે. એ માટે પણ નિશ્ચિત રહેશે. એક વીતરાગ દેવમાં વૃત્તિ રાખી પ્રવૃત્તિ કર્યા રહેશે.
તમારે શુભચિંતક રાયચંદ્ર
મુંબઈ, પિષ, ૧૯૪૬ આર્ય ગ્રંથકર્તાઓએ બેધેલા ચાર આશ્રમ જે કાળમાં દેશની વિભૂષારૂપે પ્રવર્તતા હતા તે કાળને ધન્ય છે!
ચાર આશ્રમમાં પ્રથમ બ્રહ્મચર્યાશ્રમ, પછી ગૃહસ્થાશ્રમ, પછી વાનપ્રસ્થાશ્રમ અને પછી સંન્યાસાશ્રમ, એમ અનુક્રમ છે. પણ આશ્ચર્ય એ કહેવું પડે છે કે, તે અનુક્રમ જે જીવનને હોય તે ભેગવવામાં આવે. સરવાળે સે વર્ષના આયુષ્યવાળે, તેવી જ વૃત્તિએ ચાલ્યા આવ્યો તે તે આશ્રમને ઉપલેગ લઈ શકે. પ્રાચીન કાળમાં અકાળિક મત ઓછાં થતાં હોય એમ એ આશ્રમના બાંધા પરથી સમજાય છે.
મુંબઈ, પિષ, ૧૯૪૬ આર્યભૂમિકા પર પ્રાચીન કાળમાં ચાર આશ્રમ પ્રચલિત હતા, એટલે કે, આશ્રમધર્મ મુખ્ય કરીને પ્રવર્તતે હતે. પરમર્ષિ નાભિપુત્ર ભારતમાં નિગ્રંથધર્મને જન્મ આપવા પ્રથમ તે કાળના લોકેને વ્યવહારધર્મને ઉપદેશ એ જ આશયથી કર્યો હતે. કલ્પવૃક્ષથી મનવાંછિતપણે ચાલતે તે લોકોને વ્યવહાર હવે ક્ષીણ થતું જતું હતું, તેમાં ભદ્રપણું અને વ્યવહારની પણ અજ્ઞાનતા હોવાથી, કલ્પવૃક્ષની સમૂળગી ક્ષીણતા વેળા બહુ દુઃખ પામશે એમ અપૂર્વજ્ઞાની ઋષભદેવજીએ જોયું. તેમની પરમ કરુણાદ્રષ્ટિથી તેમના વ્યવહારની ક્રમમાલિકા પ્રભુએ બાંધી દીધી.
તીર્થંકરરૂપે જ્યારે ભગવંત વિહાર કરતા હતા, ત્યારે તેમના પુત્ર ભરતે વ્યવહારશુદ્ધિ થવા માટે તેમના ઉપદેશને અનુસરી, ચાર વેદની તત્સમયી વિદ્વાને સમીપે જના કરાવી, ચાર આશ્રમના ધર્મ તેમાં દાખલ કર્યા તેમજ ચાર વર્ણની નીતિરીતિ તેમાં દાખલ કરી. પરમ કરણાથી ભગવાને જે લોકોને ભવિષ્ય ધર્મપ્રાપ્તિ થવા માટે વ્યવહાર શિક્ષા અને વ્યવહારમાર્ગ બતાવ્યું હતું તેમને ભરતજીના આ કાર્યથી પરમ સુગમતા થઈ.
ચાર વેદ, ચાર આશ્રમ, ચાર વર્ણ અને ચાર પુરુષાર્થ સંબંધી એ પરથી અહીં કેટલેક વિચાર કરવા ઇચ્છા છે, તેમાં પણ મુખ્ય કરીને ચાર આશ્રમ અને ચાર પુરુષાર્થ સંબંધી વિચાર કરીશું, અને છેવટે હે પાદેય વિચાર વડે કવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ જોઈશું.
'ચાર વેદ, જેમાં આર્યગ્રહધર્મને મુખે ઉપદેશ હતું, તે આ પ્રમાણે હતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org