________________
વર્ષ ર૩ મું
૨૭ અંતર્મુહૂર્ત એટલે બે ઘડીની અંદરને ગમે તે વખત એમ સાધારણ રીતે અર્થ થાય છે. પરંતુ શાસ્ત્રકારની શૈલી પ્રમાણે એને અર્થ એ કરવો પડે છે કે આઠ સમયથી ઉપરાંત અને બે ઘડીની અંદરના વખતને અંતર્મુહૂર્ત કહેવાય. પણ રૂઢિમાં તે જેમ આગળ બતાવ્યું તેમ જ સમજાય છે તથાપિ શાસ્ત્રકારની શિલી જ માન્ય છે. જેમ અહીં આઠ સમયની વાત બહુ લઘુત્વવાળી હેવાથી સ્થળે સ્થળે શાસ્ત્રમાં બતાવી નથી, તેમ આઠ રુચકપ્રદેશની વાત પણ છે. એમ મારું સમજવું છે, અને તેને ભગવતી, પ્રજ્ઞાપના, ઠાણાંગ ઇત્યાદિક સિદ્ધાંતે પુષ્ટિ આપે છે.
વળી મારી સમજણ તે એમ રહે છે કે શાસ્ત્રકારે બધાં શાસ્ત્રોમાં ન હોય એવી પણ કઈ શાસ્ત્રમાં વાત કરી હોય તે કંઈ ચિંતા જેવું નથી. તેની સાથે તે એક શાસ્ત્રમાં કહેલી વાત સર્વ શાસ્ત્રની રચના કરતાં શાસ્ત્રકારના લક્ષમાં જ હતી, એમ સમજવું. વળી બધાં શાસ્ત્ર કરતાં કંઈ વિચિત્ર વાત કેઈ શાસ્ત્રમાં જણાવી હોય તે એ વધારે સમ્મત કરવા જેવી સમજવી. કારણ કઈ વિરલા મનુષ્યને અર્થે વાત કહેવાઈ હોય છે, બાકી તો સાધારણ મનુષ્યો માટે જ કથન હોય છે. આમ હોવાથી આઠ ફુચકપ્રદેશ નિબંધન છે, એ વાત અનિષેધ છે, એમ મારી સમજણ છે. બાકીના ચાર અસ્તિકાયના પ્રદેશને સ્થળે એ રુચકપ્રદેશ મૂકી સમુઘાત કરવાનું કેવળી સંબંધી જે વર્ણન છે, તે કેટલીક અપેક્ષાએ જીવને મૂળ કર્મભાવ નથી એમ સમજાવવા માટે છે. એ વાત પ્રસંગવશાત્ સમાગમે ચર્ચે તે ઠીક પડશે.
બીજું પ્રશ્ન “ચૌદપૂર્વધારી કંઈ જ્ઞાને ઊણા એવા અનંત નિગોદમાં લાભ અને જઘન્યજ્ઞાનવાળા પણ અધિકમાં અધિક પંદર ભવે મોક્ષે જાય એ વાતનું સમાધાન કેમ ?”
એને ઉત્તર જે મારા હૃદયમાં છે, તે જ જણાવી દઉં છું કે એ જઘન્યજ્ઞાન બીજું અને એ પ્રસંગ પણ બીજો છે. જઘન્યજ્ઞાન એટલે સામાન્યપણે પણ મૂળ વતનું જ્ઞાનઃ અ તિશય સંક્ષેપમાં છતાં મોક્ષના બીજરૂપ છે એટલા માટે એમ કહ્યું; અને “એક દેશે ઊણું એવું ચૌદપૂર્વધારીનું જ્ઞાન તે એક મૂળ વસ્તુના જ્ઞાન સિવાય બીજું બધું જાણનાર થયું; પણ દેહદેવળમાં રહેલે શાશ્વત પદાર્થ જાણનાર ન થયું, અને એ ન થયું તે પછી લક્ષ વગરનું ફેકેલું તીર લક્ષ્યાર્થનું કારણ નથી તેમ આ પણ થયું. જે વસ્તુ પ્રાપ્ત કરવા ચૌદપૂર્વનું જ્ઞાન જિને બેધ્યું છે તે વસ્તુ ન મળી તે પછી ચૌદપૂર્વનું જ્ઞાન અજ્ઞાનરૂપ જ થયું. અહીં દેશે ઊણું ચૌદપૂર્વનું જ્ઞાન સમજવું. દેશે ઊણું કહેવાથી આપણી સાધારણ મતિથી એમ સમજાય કે ચૌદપૂર્વને છેડે ભણી ભણી આવી પહોંચતાં એકાદ અધ્યયન કે તેવું રહી ગયું અને તેથી રખડ્યા, પરંતુ એમ તે નહીં. એટલા બધા જ્ઞાનને અભ્યાસી એક અલ્પ ભાગ માટે અભ્યાસમાં પરાભવ પામે એ માનવા જેવું નથી. અર્થાત્ કંઈ ભાષા અઘરી અથવા અર્થ અઘરે નથી કે સ્મરણમાં રાખવું તેમને દુર્લભ પડે. માત્ર મૂળ વસ્તુનું જ્ઞાન ન મળ્યું એટલી જ ઊણાઈ, તેણે ચૌદપૂર્વનું બાકીનું જ્ઞાન નિષ્ફળ કર્યું. એક નયથી એવી વિચારણા પણ થઈ શકે છે કે શાસ્ત્રો (લખેલાંનાં પાનાં) ઉપાડવાં અને ભણવાં એમાં કંઈ અંતર નથી, જે તત્ત્વ ન મળ્યું છે. કારણ બેયે બે જ ઉપાડ્યો. પાનાં ઉપાડ્યાં તેણે કાયાએ બોજો ઉપાડ્યો, ભણી ગયા તેણે મને બે ઉપાડ્યો, પરંતુ વાસ્તવિક લક્ષ્યાર્થ વિના તેનું નિરુપયેગીપણું થાય એમ સમજણ છે. જેને ઘેર આ લવણસમુદ્ર છે તે તૃષાતુરની તૃષા મટાડવા સમર્થ નથી; પણ જેને ઘેર એક મીઠા પાણીની વીરડી છે, તે પિતાની અને બીજા કેટલાકની તૃષા મટાડવા સમર્થ છે; અને જ્ઞાનદ્રષ્ટિએ જોતાં મહત્ત્વ તેનું જ છે, તે પણ બીજા નય પર હવે દ્રષ્ટિ કરવી પડે છે, અને તે એ કે કઈ રીતે પણ શાસ્ત્રાભ્યાસ હશે તે કંઈ પાત્ર થવાની જિજ્ઞાસા થશે, અને કાળે કરીને પાત્રતા પણ મળશે અને પાત્રતા બીજાને પણ આપશે. એટલે શાસ્ત્રાભ્યાસને નિષેધ અહીં કરવાનો હેતુ નથી, પણ મૂળ વસ્તુથી દૂર જવાય એવા શાસ્ત્રાભ્યાસને તે નિષેધ કરીએ તે એકાંતવાદી નહીં કહેવાઈએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org