________________
વર્ષ ર૩ મું
૨૨૧ આ આત્માનું આનંદાવરણ એથી ટળે એમ નથી, માત્ર સત્સંગ સિવાય, સમાધિ સિવાય, ત્યાં કેમ કરવું? આટલું પણ દર્શાવવાનું કેઈ સત્પાત્ર સ્થળ નહોતું. ભાગ્યેાદયે આપ મળ્યા કે જેને એ જ રોમે રેમે રુચિકર છે.
૧૨૭ વવાણિયા, પ્રથમ ભાદરવા સુદ ૪, ૧૯૪૬ પત્ર મળ્યું.
નમ્રતાથી, વિનયથી. આખા વર્ષમાં થયેલે તમારા પ્રત્યેને મારે અપરાધ મન, વચન, કાયાના પ્રશસ્ત ભેગથી ફરી ફરી ખમાવું છું. સર્વ પ્રકારે મારા અપરાધનું વિસ્મરણ કરી આત્મશ્રેણીમાં પ્રવર્તન કર્યા રહો એ વિનંતી છે.
આજના પત્રમાં, મતાંતરથી બેવડો લાભ થાય છે એવું આ પર્યુષણ પર્વ સમદ્રષ્ટિથી જોતાં જણાયું; એ વાત રુચી. તથાપિ કલ્યાણ અર્થે એ દ્રષ્ટિ ઉપયોગી છે. સમુદાયના કલ્યાણ અર્થે જોતાં બે પર્યુષણ દુઃખદાયક છે. પ્રત્યેક મતાંતર સમુદાયમાં વધવા ન જોઈએ, ઘટવા જોઈએ.
વિ. રાયચંદના યથા
૧૨૮ વવાણિયા, પ્રથમ ભાદ્ર. સુદ ૬, ૧૯૪૬ ધર્મેચ્છક ભાઈઓ,
પ્રથમ સંવત્સરી અને એ દિવસ પર્યંત સંબંધીમાં કઈ પણ પ્રકારે તમારે અવિનય, આશાતના, અસમાધિ મારા મન, વચન, કાયાના કેઈ પણ ગાધ્યવસાયથી થઈ હોય તેને માટે પુનઃ પુનઃ ક્ષમાવું છું. 1 અંતનથી સ્મરણ કરતાં એ કઈ કાળ જણાતું નથી વા સાંભરતું નથી કે જે કાળમાં, જે સમયમાં આ જીવે પરિભ્રમણ ન કર્યું હોય, સંક૯૫ – વિકલ્પનું રટણ ન કર્યું હોય, અને એ વડે “સમાધિ” ન ભૂલ્યો હોય. નિરંતર એ સ્મરણ રહ્યા કરે છે, અને એ મહા વૈરાગ્યને આપે છે.
વળી સ્મરણ થાય છે કે એ પરિભ્રમણ કેવળ સ્વછંદથી કરતાં જીવને ઉદાસીનતા કેમ ન આવી? બીજા જ પરત્વે ક્રોધ કરતાં, માન કરતાં, માયા કરતાં, લેભ કરતાં કે અન્યથા કરતાં તે માઠું છે એમ યથાયોગ્ય કાં ન જાણું? અર્થાત્ એમ જાણવું જોઈતું હતું, છતાં ન જાણું એ વળી ફરી પરિભ્રમણ કરવાને વૈરાગ્ય આપે છે.
વળી સ્મરણ થાય છે કે જેના વિના એક પળ પણ હું નહીં જીવી શકે એવા કેટલાક પદાર્થો (સ્ત્રીઆદિક) તે અનંત વાર છોડતાં, તેનો વિયેગ થયાં અનંત કાળ પણ થઈ ગયે, તથાપિ તેના વિના જિવાયું એ કંઈ થોડું આશ્ચર્યકારક નથી. અર્થાત્ જે જે વેળા તે પ્રતિભાવ કર્યો હતે તે તે વેળા તે કલ્પિત હતા. એ પ્રીતિભાવ કાં થયે? એ ફરી ફરી વૈરાગ્ય આપે છે.
વળી જેનું મુખ કઈ કાળે પણ નહીં જોઉં જેને કોઈ કાળે હું ગ્રહણ નહીં જ કરું, તેને ઘેર પુત્રપણે, સ્ત્રીપણે, દાસપણે, દાસીપણે, નાના જંતુપણે શા માટે જન્મે? અર્થાત્ એવા વેષથી એવા રૂપે જન્મવું પડ્યું ! અને તેમ કરવાની તે ઈચ્છા નહોતી! કહો એ સ્મરણ થતાં આ લેશિત આત્મા પરત્વે જુગુપ્સા નહીં આવતી હોય? અર્થાત્ આવે છે.
વધારે શું કહેવું ? જે જે પૂર્વનાં ભવાંતરે બ્રાંતિપણે ભ્રમણ કર્યું તેનું સ્મરણ થતાં હવે કેમ જીવવું એ ચિંતના થઈ પડી છે. ફરી ન જ જન્મવું અને ફરી એમ ન જ કરવું એવું દ્રઢત્વ આત્મામાં પ્રકાશે છે. પણ કેટલીક નિરૂપાયતા છે ત્યાં કેમ કરવું? જે દ્રઢતા છે તે પૂર્ણ કરવી; રૂર પૂર્ણ પડવી એ જ રટણ છે, પણ જે કઈ આડું આવે છે, તે કોરે કરવું પડે છે, અર્થાત્
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org