________________
૨૨૪
શ્રીમદ્ રાજચંદ્ર
૧૩૨ વવાણિયા, પ્ર. ભાદ્ર. વદિ ૧૩, શુક્ર, ૧૯૪૬ "क्षणमपि सज्जनसंगतिरेका, भवति भवार्णवतरणे नौका." ક્ષણવારને પણ પુરુષને સમાગમ તે સંસારરૂપ સમુદ્ર તરવાને નૌકારૂપ થાય છે. એ વાક્ય મહાત્મા શંકરાચાર્યજીનું છે, અને તે યથાર્થ જ લાગે છે.
આપે મારા સમાગમથી થયેલે આનંદ અને વિયેગથી અનાનંદ દર્શાવ્યો; તેમ જ આપના સમાગમ માટે મને પણ થયું છે.
અંતઃકરણમાં નિરંતર એમ જ આવ્યા કરે છે કે પરમાર્થરૂપ થવું અને અનેકને પરમાર્થ સાધ્ય કરવામાં સહાયક થવું એ જ કર્તવ્ય છે, તથાપિ કંઈ તે યુગ હજુ વિયેગમાં છે.
ભવિષ્યજ્ઞાનની જેમાં અવશ્ય છે, તે વાત પર હમણાં લક્ષ રહ્યું નથી.
૧૩૩ વવાણિયા, બીજા ભાદરવા સુદ ૨, ભેમ, ૧૯૪૬ આત્મવિવેકસંપન્ન ભાઈ શ્રી ભાગભાઈ,
મોરબી. આજે આ૫નું એક પત્ર મળ્યું. વાંચી પરમ સંતોષ થયે. નિરંતર તે જ સંતોષ આપતા રહેવા વિજ્ઞપ્તિ છે.
- અત્રે ઉપાધિ છે, તે એક અમુક કામથી ઉત્પન્ન થઈ છે અને તે ઉપાધિ માટે શું થશે એવી કંઈ કલ્પના પણ થતી નથી, અર્થાત્ તે ઉપાધિ સંબંધી કંઈ ચિંતા કરવાની વૃત્તિ રહેતી નથી. એ ઉપાધિ કળિકાળના પ્રસંગે એક આગળની સંગતિથી ઉત્પન્ન થઈ છે. અને જેમ તે માટે થવું હશે તેમ થોડા કાળમાં થઈ રહેશે. એવી ઉપાધિઓ આ સંસારમાં આવવી, એ કંઈ નવાઈની વાત નથી.
ઈશ્વર પર વિશ્વાસ રાખવે એ એક સુખદાયક માર્ગ છે. જેને દ્રઢ વિશ્વાસ હોય છે, તે દુઃખી હેતે નથી, અથવા દુઃખી હોય તે દુઃખ વેદતે નથી. દુઃખ ઊલટું સુખરૂપ થઈ પડે છે.
આભેચ્છા એવી જ વર્તે છે કે સંસારમાં પ્રારબ્ધાનુસાર ગમે તેવાં શુભાશુભ ઉદય આવે. પરંતુ તેમાં પ્રીતિ અપ્રીતિ કરવાને આપણે સંકલ્પ પણ ન કરો.
રાત્રિ અને દિવસ એક પરમાર્થ વિષયનું જ મનન રહે છે, આહાર પણ એ જ છે, નિદ્રા પણ એ જ છે, શયન પણ એ જ છે, સ્વમ પણ એ જ છે, ભય પણ એ જ છે, ભેગ પણ એ જ છે, પરિગ્રહ પણ એ જ છે, ચલન પણ એ જ છે, આસન પણ એ જ છે. અધિક શું કહેવું? હાડ, માંસ, અને તેની મજજાને એક જ એ જ રંગનું રંગન છે. એક રેમ પણ એને જ જાણે વિચાર કરે છે, અને તેને લીધે નથી કંઈ જેવું ગમતું નથી કંઈ સુંઘવું ગમતું, નથી કંઈ સાંભળવું ગમતું નથી કંઈ ચાખવું ગમતું કે નથી કંઈ સ્પર્શવું ગમતું નથી બલવું ગમતું કે નથી મૌન રહેવું ગમતું, નથી બેસવું ગમતું કે નથી ઊઠવું ગમતું, નથી સૂવું ગમતું કે નથી જાગવું ગમતું, નથી ખાવું ગમતું કે નથી ભૂખ્યું રહેવું ગમતું, નથી અસંગ ગમત કે નથી સંગ ગમતે, નથી લક્ષ્મી ગમતી કે નથી અલક્ષ્મી ગમતી એમ છે; તથાપિ તે પ્રત્યે આશા નિરાશા કંઈ જ ઊગતું જણાતું નથી. તે હો તેપણ ભલે અને ન હોય તે પણ ભલે એ કંઈ દુઃખનાં કારણ નથી. દુઃખનું કારણ માત્ર વિષમાત્મા છે, અને તે જે સમ છે તે સર્વ સુખ જ છે. એ વૃત્તિને લીધે સમાધિ રહે છે. તથાપિ બહારથી ગૃહસ્થ પણાની પ્રવૃત્તિ નથી થઈ શકતી, દેહભાવ દેખાડો પાલવ નથી, આત્મભાવથી પ્રવૃત્તિ બાહ્યથી કરવાને કેટલેક અંતરાય છે. ત્યારે હવે કેમ કરવું? કયા પર્વતની ગુફામાં જવું અને અલેપ થઈ જવું, એ જ રટાય છે. તથાપિ બહારથી અમુક સંસારી પ્રવૃત્તિ કરવી પડે છે. તે માટે શોક તે નથી, તથાપિ સહન કરવા જીવ ઈચ્છતું નથી! પરમાનંદ ત્યાગી એને ઈચ્છે પણ કેમ? અને એ જ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org