________________
૨૧૬
શ્રીમદ્ રાજચંદ્ર ખચીત તે તત્વજ્ઞાનને વિવેક પણ આને ઊગ્ય હતે કાળનાં બળવત્તર અનિષ્ટપણને લીધે તેને યથાયોગ્ય સમાધિસંગની અપ્રાપ્તિને લીધે તે વિવેકને મહાખેદની સાથે ગૌણ કરે પડ્યો અને ખરે! જો તેમ ન થઈ શક્યું હોત તે તેના (આ પત્રલેખકના) જીવનને અંત આવત. - જે વિવેકને મહાખેદની સાથે ગૌણ કર પડ્યો છે, તે વિવેકમાં જ ચિત્તવૃત્તિ પ્રસન્ન રહી જાય છે, બાહ્ય તેની પ્રાધાન્યતા નથી રાખી શકાતી એ માટે અકથ્ય ખેદ થાય છે. તથાપિ જ્યાં નિરૂપાયતા છે, ત્યાં સહનતા સુખદાયક છે, એમ માન્યતા હોવાથી મૌનતા છે. - કોઈ કોઈ વાર સંગીઓ અને પ્રસંગીએ તુચ્છ નિમિત્ત થઈ પડે છે તે વેળા તે વિવેક પર કઈ જાતિનું આવરણ આવે છે, ત્યારે આત્મા બહુ જ મૂંઝાય છે. જીવનરહિત થવાની, દેહત્યાગ કરવાની દુઃખસ્થિતિ કરતાં તે વેળા ભયંકર સ્થિતિ થઈ પડે છેપણ એવું ઝાઝે વખત રહેતું નથી; અને એમ જ્યારે રહેશે ત્યારે ખચીત દેહત્યાગ કરીશ. પણ અસમાધિથી નહીં પ્રવતું એવી અત્યાર સુધીની પ્રતિજ્ઞા કાયમ ચાલી આવી છે.
૧૧૪ મેરબી, અષાડ સુદ ૪, ગુરુ, ૧૯૪૬ મોરબીને નિવાસ વ્યવહારને પણ અસ્થિર હોવાથી ઉત્તર પાઠવી શકાય તેમ નહોતું. તમારા પ્રશસ્ત ભાવ માટે આનંદ થાય છે. ઉત્તરોત્તર એ ભાવ તમને સલ્ફળદાયક થાઓ.
ઉત્તમ નિયમાનુસાર અને ધર્મધ્યાન પ્રશસ્ત વર્તન કરજે, એ મારી વારંવાર મુખ્ય ભલામણ છે. શુદ્ધભાવની શ્રેણીને વિસ્મૃત નથી કરતા એ એક આનંદકથા છે.
* ૧૧૫ મુંબઈ, અષાડ સુદ ૫, રવિ, ૧૯૪૬ ધર્મ ઈરછક ભાઈશ્રી,
તમારાં બને પત્તાં મલ્યાં. વાંચી સંતેષ પામે.
ઉપાધિનું પ્રબળ વિશેષ રહે છે. જીવનકાળમાં એ કઈ વેગ આવવાને નિર્મિત હોય ત્યાં મૌનપણે – ઉદાસીન ભાવે પ્રવૃત્તિ કરી લેવી એ જ શ્રેયસ્કર છે. ભગવતીજીના પાઠ સંબંધમાં ટૂંકે ખુલાસે નીચે આપે છે.
सुह जोगं पडुच्चं अणारंभी, असुहजोगं पडुच्चं आयारंभी, परारंभी, तदुभयारंभी. શુભ ગની અપેક્ષાએ અનારંભી, અશુભયેગની અપેક્ષાએ આત્મારંભી, પરારંભી, તદુભયારંભી (આત્મારંભી અને પરારંભી)
અહીં શુભને અર્થ પરિણામિક શુભથી લેવું જોઈએ, એમ મારી દ્રષ્ટિ છે. પરિણામિક એટલે જે પરિણામે શુભ વા જેવું હતું તેવું રહેવું છે તે.
અહીં વેગને અર્થ મન, વચન અને કાયા છે.
શાસ્ત્રકારને એ વ્યાખ્યાન આપવાને મુખ્ય હેતુ યથાર્થ દર્શાવવાને અને શુભ યુગમાં પ્રવૃત્તિ કરાવવાને છે. પાઠમાં બોધ ઘણે સુંદર છે.
તમે મારા મેળાપને ઇચ્છે છેપણ આ કંઈ અનુચિત કાળ ઉદય આવ્યો છે. એટલે તમને મેળાપમાં પણ હું શ્રેયસ્કર નીવડું એવી થોડી જ આશા છે.
યથાર્થ ઉપદેશ જેમણે કર્યો છે, એવા વીતરાગના ઉપદેશમાં પરાયણ રહો, એ મારી વિનયપૂર્વક તમને બન્ને ભાઈઓને અને બીજાઓને ભલામણ છે. *
મેહાધીન એ મારે આત્મા બાહ્યોપાધિથી કેટલે પ્રકારે ઘેરા છે તે તમે જાણે છે, એટલે અધિક શું લખું?
Jain Education Interational
For Private & Personal Use Only
www.jainelibrary.org