________________
વર્ષ ર૩ મું
૨૧૭, હાલ તે તમે જ તમારાથી ધર્મશિક્ષા લે. એગ્ય પાત્ર થાઓ. હું પણ ગ્ય પાત્ર થાઉં. આગળ વધારે જોઈશું.
વિ. રાયચંદના પ્રણામ.
૧૧૬૧ મુંબઈ, વૈશાખ સુદ ૩, ૧૯૪૬ આ ઉપાધિમાં પડ્યા પછી જે મારું લિંગદેહજન્યજ્ઞાન-દર્શન તેવું જ રહ્યું હોય,યથાર્થ જ રહ્યું હોય તે જૂઠાભાઈ અષાડ સુદિ ૮ ગુરુની રાત્રે સમાધિશીત થઈ આ ક્ષણિક જીવનનો ત્યાગ કરી જશે, એમ તે જ્ઞાન સૂચવે છે.
૧૧૭ મુંબઈ, અષાડ સુદ ૧૦, ૧૯૪૬ લિંગદેહજન્યજ્ઞાનમાં ઉપાધિને લીધે યત્કિંચિત ફેર થયે જણાયે. પવિત્રાત્મા જૂઠાભાઈ ઉપરની તિથિએ પણ દિવસે સ્વર્ગવાસી થયાને આજે ખબર મળ્યા.
એ પાવન આત્માના ગુણોનું શું સ્મરણ કરવું ? જ્યાં વિસ્મૃતિને અવકાશ નથી, ત્યાં સ્મૃતિ થઈ ગણાય જ કેમ ?
એનું લૌકિક નામ જ દેહધારી દાખલ સત્ય હતું,—એ આત્મદશારૂપે ખરે વૈરાગ્ય હતે.
મિથ્યાવાસના જેની બહુ ક્ષીણ થઈ હતી, વીતરાગને પરમરાગી હત, સંસારને પરમાણુસિત હતે, ભક્તિનું પ્રાધાન્ય જેના અંતરમાં સદાય પ્રકાશિત હતું, સમ્યફભાવથી વેદનીય કર્મ વેદવાની જેની અદ્ભુત સમતા હતી, મોહનીય કર્મનું પ્રબળ જેના અંતરમાં બહુ શૂન્ય થયું હતું, મુમુક્ષતા જેનામાં ઉત્તમ પ્રકારે દીપી નીકળી હતી, એ એ જૂઠાભાઈને પવિત્રાત્મા આજે જગતને, આ ભાગને ત્યાગ કરીને ચાલ્યા ગયે. આ સહચારીઓથી મુક્ત થયે. ધર્મના પૂર્ણાહૂલાદમાં આયુષ્ય અચિંતું પૂર્ણ કર્યું. ' અરેરે ! એવા ધર્માત્માનું ટૂંકું જીવન આ કાળમાં હોય એ કંઈ વધારે આશ્ચર્યકારક નથી. એવા પવિત્રાત્માની આ કાળમાં કયાંથી સ્થિતિ હોય ? બીજા સંગીઓનાં એવાં ભાગ્ય કયાંથી હોય કે આવા પવિત્રાત્માનાં દર્શનને લાભ અધિક કાળ તેમને થાય ? મેક્ષમાર્ગને દે એવું જે સમ્યકત્વ જેના અંતરમાં પ્રકાણ્યું હતું, એવા પવિત્રાત્મા જૂઠાભાઈને નમસ્કાર હો! નમસ્કાર હો!
૧૧૮ મુંબઈ, અષાડ સુદિ ૧૫, બુધ, ૧૯૪૬ ધર્મચ્છક ભાઈઓ,
ચિ. સત્યપરાયણના સ્વર્ગવાસસૂચક શબ્દો ભયંકર છે. એવાં રત્નનું લાંબું જીવન પરંત કાળને પોષાતું નથી. ધર્મેચ્છકને એ અનન્ય સહાયક માયાદેવીને રહેવા દે એગ્ય ન લાગે.
આ આત્માને આ જીવનને રાહસ્ટિક વિશ્રામ કાળની પ્રબળ દ્રષ્ટિએ ખેંચી લીધે. જ્ઞાનદ્રષ્ટિથી શકને અવકાશ નથી મનાતે; તથાપિ તેને ઉત્તમત્તમ ગુણો તેમ કરવાની આજ્ઞા કરે છે, બહુ સ્મરણ થાય છે; વધારે નથી લખી શકો.
સત્યપરાયણના સ્મરણાર્થે બને તે એક શિક્ષાગ્રંથ લખવા વિચારું છું.
૨૪ છિન એ પાઠ પૂરે લખશે તે ઠીક પડશે. મારા સમજવા પ્રમાણે એ સ્થળે આત્માનું શબ્દવર્ણન છે. “કેદા નથી, ભેદા નથી.” ઈ.
૧. આ લખાણ શ્રીમની દૈનિક નોંધમાંનું છે. ૨. શ્રી આચારાંગ, અધ્ય. ૩, ઉદ્દેશક ૩. જુઓ પત્ર નં. ૨૯૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org