________________
૧૦૧
વર્ષ ર૩ મું
૨૦૦
મુંબઈ, પિષ, ૧૯૪૬ જે મનુષ્ય ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ ચાર પુરુષાર્થની પ્રાપ્તિ કરી શકવાને ઇચ્છતા હેય તેમના વિચારને સહાયક થવું એ વાકયમાં આ પત્રને જન્મ આપવાનું સર્વ પ્રકારનું પ્રયોજન દેખાડી દીધું છે. તેને કંઈક ફુરણા આપવી યોગ્ય છે.
આ જગતમાં વિચિત્ર પ્રકારના દેહધારીઓ છે અને પ્રત્યક્ષ કે પરોક્ષ પ્રમાણુથી એમ સિદ્ધ થઈ શક્યું છે કે, તેમાં મનુષ્યરૂપે પ્રવર્તતા દેહધારી આત્માઓ એ ચારે વર્ગ સાધી શકવાને વિશેષ યેગ્ય છે. મનુષ્યજાતિમાં જેટલા આત્માઓ છે, તેટલા બધા કંઈ સરખી વૃત્તિના, સરખા વિચારના કે સરખી જિજ્ઞાસા અને ઈચ્છાવાળા નથી, એ આપણે પ્રત્યક્ષ જોઈ શકીએ છીએ. પ્રત્યેકે પ્રત્યેક સૂક્ષમ દ્રષ્ટિએ જોતાં વૃત્તિ, વિચાર, જિજ્ઞાસા અને ઈચ્છાની એટલી બધી વિચિત્રતા લાગે છે કે આશ્ચર્ય ! એ આશ્ચર્યનું બહુ પ્રકારે અવલોકન કરતાં, સર્વ પ્રાણીની અપવાદ સિવાય સુખપ્રાપ્તિ કરવાની જે ઈચ્છા, તે બહુ અંશે મનુષ્યદેહમાં સિદ્ધ થઈ શકે છે તેવું છતાં તેઓ સુખને બદલે દુઃખ લઈ લે છે એમ માત્ર મેહદ્રષ્ટિથી થયું છે.
૧૦૨
# ધ્યાન દુરન્ત તથા સારવર્જિત આ અનાદિ સંસારમાં ગુણસહિત મનુષ્યપણું જીવને દુઃપ્રાપ્ય અર્થાત
દુર્લભ છે."
' હે આત્મન ! તે જે આ મનુષ્યપણું કાતાલીય ન્યાયથી પ્રાપ્ત કર્યું છે, તે તારે પિતામાં પિતાને નિશ્ચય કરીને પિતાનું કર્તવ્ય સફળ કરવું જોઈએ. આ મનુષ્યજન્મ સિવાય અન્ય કોઈ પણ જન્મમાં પિતાના સ્વરૂપને નિશ્ચય નથી થતું. આ કારણથી આ ઉપદેશ છે. - અનેક વિદ્વાનોએ પુરુષાર્થ કરે એ આ મનુષ્યજન્મનું ફળ કહ્યું છે. આ પુરુષાર્થ ધર્માદિક ભેદથી ચાર પ્રકારે છે. પ્રાચીન મહર્ષિઓએ ૧. ધર્મ, ૨. અર્થ, ૩. કામ, અને ૪. મેક્ષ, એમ ચાર પ્રકારને પુરુષાર્થ કહ્યો છે. આ પુરુષાર્થમાં પ્રથમના ત્રણ પુરુષાર્થ નાશસહિત અને સંસારરેગથી દૂષિત છે એમ જાણીને તને જાણનાર જ્ઞાનીપુરુષ અંતને પરમપુરુષાર્થ અથૉત્ મોક્ષનાં સાધન કરવામાં જ યત્ન કરે છે. કારણ કે મેક્ષ નાશરહિત અવિનાશી છે.
પ્રકૃતિ, પ્રદેશ, સ્થિતિ અને અનુભાગ રૂપે સમસ્ત કર્મોના સંબંધના સર્વથા નાશરૂપ લક્ષણવાળા તથા જે સંસારને પ્રતિપક્ષી છે તે મેક્ષ છે. આ વ્યતિરેક પ્રધાનતાથી મેક્ષનું સ્વરૂપ છે. દર્શન અને વીર્યાદિ ગુણ સહિત તથા સંસારના ફ્લેશ રહિત ચિદાનંદમયી આત્યંતિક અવસ્થાને સાક્ષાત્ મેક્ષ કહે છે. આ અન્વયે પ્રધાનતાથી મોક્ષનું સ્વરૂપ કહ્યું છે.
- જેમાં અતીંદ્રિય, ઇંદ્રિયોથી અતિક્રાંત, વિષયેથી અતીત, ઉપમારહિત અને સ્વાભાવિક, વિચ્છેદરહિત, પારમાર્થિક સુખ હોય તેને મોક્ષ કહ્યો જાય છે. જેમાં આ આત્મા નિર્મળ, શરીરરહિત, ભરહિત, શાંતસ્વરૂપ, નિષ્પન્ન (સિદ્ધરૂપ), અત્યંત અવિનાશી સુખરૂપ, કૃતકૃત્ય તથા સમીચીન સમ્યકજ્ઞાન સ્વરૂપ થઈ જાય છે તે પદને મોક્ષ કહીએ છીએ.
ધીરવીર પુરુષ આ અનંત પ્રભાવવાળા મેક્ષરૂપ કાર્યને નિમિત્ત, સમસ્ત પ્રકારના ભ્રમને છોડી, કર્મબંધ નાશ કરવાના કારણરૂપ તપને અંગીકાર કરે છે.
શ્રી જિન સમ્યફદર્શન, જ્ઞાન અને ચારિત્રને મુક્તિનું કારણ કહે છે. અએવ જે મુક્તિની ઈચ્છા કરે છે, તે સમ્યફદર્શન, જ્ઞાન, ચારિત્રને જ મોક્ષનું સાધન કહે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org