________________
વર્ષ ૨૩ મું
૨૧૩ એક ભેગી થવાને બંધ કરે છે. એક મેગી થવાને બંધ કરે છે. એ બેમાંથી કેને સમ્મત કરીશું? બન્ને શા માટે બંધ કરે છે? બન્ને કેને બંધ કરે છે? કેના પ્રેરવાથી કરે છે? કેઈને કેઈન અને કોઈને કોઈનો બોધ કાં લાગે છે? એનાં કારણે શું છે? તેને સાક્ષી કયું છે? તમે શું વાં છે છે? તે ક્યાંથી મળશે વા શામાં છે? તે કેણ મેળવશે?
ક્યાં થઈને લાવશે? લાવવાનું કેણુ શીખવશે? વા શીખ્યા છીએ ? શીખ્યા છે તે ક્યાંથી શીખ્યા છે?' અપુનવૃત્તિરૂપે શીખ્યા છે ? નહીં તે શિક્ષણ મિથ્યા કરશે. જીવન શું છે? જીવ શું છે ? તમે શું છે ? તમારી ઈચ્છાપૂર્વક કાં નથી થતું? તે કેમ કરી શકશે? બાધતા પ્રિય છે કે નિરાબાધતા પ્રિય છે? તે ક્યાં ક્યાં કેમ કેમ છે? એને નિર્ણય કરે. અંતરમાં સુખ છે. બહારમાં નથી. સત્ય કહું છું. હે જીવ, ભૂલ મા, તને સત્ય કહું છું. સુખ અંતરમાં છે, તે બહાર શેધવાથી નહીં મળે. અંતરનું સુખ અંતરની સ્થિતિમાં છે સ્થિતિ થવા માટે બાહ્ય પદાર્થો સંબંધીનું આશ્ચર્ય ભૂલ.
સ્થિતિ રહેવી બહુ વિકટ છે; નિમિત્તાધીન ફરી ફરી વૃત્તિ ચલિત થઈ જાય છે. એને દૃઢ ઉપગ રાખવો જોઈએ.
એ ક્રમ યથાયોગ્ય ચલાવ્યું આવીશ તે તું મૂંઝાઈશ નહીં. નિર્ભય થઈશ.
હે જીવ! તું ભૂલ મા. વખતે વખતે ઉપગ ચૂકી કેઈને રંજન કરવામાં, કેઈથી રંજન * થવામાં, વા મનની નિર્બળતાને લીધે અન્ય પાસે મંદ થઈ જાય છે, એ ભૂલ થાય છે. તે ન કર.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org