________________
વર્ષે ૨૨ મું
૧૯૯
સુખકર, હિતકર, અને હૃદયમય જેને માનેલ છે, તેમ છે, અનુભવગમ્ય છે, તે તેા તે જ ગુફાના નિવાસ છે; અને નિરંતર તેની જ જિજ્ઞાસા છે. અત્યારે કંઈ તે જિજ્ઞાસા પૂર્ણ થવાનાં ચિહ્ન નથી, તાપણુ ક્રમે, એમાં આ લેખકના પણ જય થશે એવી તેની ખચીત શુભાકાંક્ષા છે, અને તેમ અનુભવગમ્ય પણ છે. અત્યારથી જ જો યાગ્ય રીતે તે ક્રમની પ્રાપ્તિ હોય તે, આ પત્ર લખવા જેટલી ખોટી કરવા ઇચ્છા નથી; પરંતુ કાળની કઠિનતા છે; ભાગ્યની મંદતા છે; સંતેાની કૃપાદૃષ્ટિ દૃષ્ટિગોચર નથી; સત્સંગની ખામી છે; ત્યાં કંઈ જ
―
તાપણુ તે ક્રમનું બીજ હૃદયમાં અવશ્ય રોપાયું છે, અને એ જ સુખકર થયું છે. સૃષ્ટિના રાજથી જે સુખ મળવા આશા નહોતી, તેમ જ કોઇ પણ રીતે ગમે તેવા ઔષધથી, સાધનથી, સ્ત્રીથી, પુત્રથી, મિત્રથી કે બીજા અનેક ઉપચારથી જે અંતર્શત થવાની નહોતી તે થઈ છે. નિરંતરની— ભવિષ્યકાળની — ભીતિ ગઈ છે અને એક સાધારણ ઉપજીવનમાં પ્રવર્તતા એવા આ તમારા મિત્ર એને જ લઈને જીવે છે, નહીં તેા જીવવાની ખચીત શંકા જ હતી; વિશેષ શું કહેવું ? આ ભ્રમણા નથી, વહેમ નથી, ખચીત સત્ય જ છે. એ ત્રિકાળમાં એક જ પરમપ્રિય અને જીવનવસ્તુની પ્રાપ્તિ, તેનું બીજારાપણ કેમ વા કેવા પ્રકારથી થયું એ વ્યાખ્યાના પ્રસંગ અહીં નથી, પરંતુ ખચીત એ જ મને ત્રિકાળ સમ્મત હો! એટલું જ કહેવાના પ્રસંગ છે, કારણ લેખસમય બહુ ટૂંકો છે.
એ પ્રિયજીવન સર્વ પામી જાય, સર્વ અને ચેાગ્ય હોય, સર્વને એ પ્રિય લાગે, સર્વને એમાં રુચિ થાય, એવું ભૂતકાળે બન્યું નથી, વર્તમાનકાળે ખનતું નથી, અને ભવિષ્યકાળે પણ અનવું અસંભવિત છે; અને એ જ કારણથી આ જગતની વિચિત્રતા ત્રિકાળ છે.
મનુષ્ય સિવાયની પ્રાણીની બીજી જાતિ જોઇએ છીએ, તેમાં તે એ વસ્તુના વિવેક જણાતા નથી; હવે જે મનુષ્ય રહ્યાં, તે સર્વ મનુષ્યમાં પણ તેમ દેખી શકશે નહીં.
[ અપૂર્ણ ]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org