________________
૨૦૨
શ્રીમદ્ રાજચંદ્ર તે હોવાથી તે પુસ્તક મોકલ્યું છે. ગદ્રષ્ટિસમુચ્ચયપાછળથી મોકલીશ. પરમતત્વને સામાન્ય બેધમાં ઉતારી દેવાની હરિભદ્રાચાર્યની ચમત્કૃતિ સ્તુત્ય છે. કેઈ સ્થળે ખંડન-મંડન ભાગ સાપેક્ષ ' હશે, તે ભણું આપની દ્રષ્ટિ નહીં હોવાથી મને કલ્યાણ છે. " .
અથથી ઇતિ સુધી અવકન કરવાને વખત મેળવ્યાથી મારા પર એક કૃપા થશે. (જૈન એ મેક્ષના અખંડ ઉપદેશને કરતું, અને વાસ્તવિક તત્ત્વમાં જ જેની શ્રદ્ધા છે એવું દર્શન છતાં કોઈ નાસ્તિક એ ઉપનામથી તેનું આગળ ખંડન કરી ગયા છે તે યથાર્થ થયું નથી; એ આપને દ્રષ્ટિમાં આવી જવાનું પ્રાયે બનશે તેથી.)
જૈન સંબંધી આપને કંઈ પણ મારો આગ્રહ દર્શાવતું નથી. તેમ આત્મા જે રૂપે હો તે રૂપે ગમે તેથી થાઓ એ સિવાય બીજી મારી અંતરંગ જિજ્ઞાસા નથી; એ કંઈ કારણથી કહી જઈ જૈન પણ એક પવિત્ર દર્શન છે એમ કહેવાની આજ્ઞા લઉં છું. તે માત્ર જે વસ્તુ જે રૂપે સ્વાનુભવમાં આવી હોય તે રૂપે કહેવી એમ સમજીને. | સર્વ સત્પરુષો માત્ર એક જ વાટેથી તર્યા છે અને તે વાટે વાસ્તવિક આત્મજ્ઞાન અને તેની અનુચારિણી દેહસ્થિતિપર્યંત સક્રિયા કે રાગદ્વેષ અને મેહ વગરની દશા થવાથી તે તત્વ તેમને પ્રાપ્ત થયું હોય એમ મારું આધીન મત છે. આત્મા આમ લખવા જિજ્ઞાસુ થવાથી લખ્યું છે. તેમાંની ન્યૂનાધિકતા ક્ષમાપાત્ર છે.
વિ૦ રાયચંદના વિનયપૂર્વક પ્રણામ
મુંબઈ, કારતક, ૧૯૪૬
આ આખો કાગળ છે, તે સર્વવ્યાપક ચેતન છે. તેના કેટલા ભાગમાં માયા સમજવી? જ્યાં જ્યાં તે માયા હોય ત્યાં ત્યાં ચેતનને બંધ સમજો કે કેમ ? તેમાં જુદા જુદા જીવ શી રીતે માનવા? અને તે જીવને બંધ શી રીતે માનવ ? અને તે બંધની નિવૃત્તિ શી રીતે માનવી ? તે બંધની નિવૃત્તિ થયે ચેતનને કયે ભાગ માયારહિત થયો ગણાય? જે ભાગમાંથી પૂર્વે મુક્ત થયા હોય તે તે ભાગ નિરાવરણ સમજ કે શી રીતે ? અને એક ઠેકાણે નિરાવરણપણું, તથા બીજે ઠેકાણે આવરણ, ત્રીજે ઠેકાણે નિરાવરણ એમ બને કે કેમ? તે ચીતરીને વિચારે. સર્વવ્યાપક આત્મા :–
છે.
ભસિ
માયા
Yીત
ઘટાકાશ. જીવ.બોધ ઘટવ્યય. શું ફળ?
લોક
વિરાટ
ઈશ્વર
ન આવરણ
આ રીતે તે ઘટતું નથી.
૧. ધારો કે અધ્યાહાર.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org