________________
વર્ષ રર મું
૧૮૩ વાટ મળશે, ત્યારે જ તે મતભેદાદિક જશે.
મતભેદ રાખી કોઈ મોક્ષ પામ્યા નથી. વિચારીને જેણે મતભેદને ટાળે, તે અંતવૃત્તિને પામી ક્રમે કરી શાશ્વત મોક્ષને પામ્યા છે, પામે છે અને પામશે.
કોઈ પણ અવ્યવસ્થિત ભાવે અક્ષરલેખ થયે હોય તે તે ક્ષમ થાઓ.
- ૫૫ વવાણિયા, ફાલ્વન સુદ ૯, રવિ, ૧૯૪૫
નીરાગી મહાત્માઓને નમસ્કાર કર્મ એ જડ વસ્તુ છે. જે જે આત્માને એ જડથી એટલે એટલે આત્મબુદ્ધિએ સમાગમ છે, તેટલી તેટલી જડતાની એટલે અધતાની તે આત્માને પ્રાપ્તિ હોય, એમ અનુભવ થાય છે. આશ્ચર્યતા છે, કે પિતે જડ છતાં ચેતનને અચેતન મનાવી રહ્યાં છે! ચેતન ચેતનભાવ ભૂલી જઈ તેને સ્વસ્વરૂપ જ માને છે. જે પુરુષ તે કર્મસંગ અને તેના ઉદયે ઉત્પન્ન થયેલા પર્યાને સ્વસ્વરૂપ નથી માનતા અને પૂર્વસંગે સત્તામાં છે, તેને અબંધ પરિણામે ભેગવી રહ્યા છે, તે આત્માઓ સ્વભાવની ઉત્તરોત્તર ઊર્વશ્રેણી પામી શુદ્ધ ચેતનભાવને પામશે, આમ કહેવું સપ્રમાણ છે. કારણ અતીત કાળે તેમ થયું છે, વર્તમાન કાળે તેમ થાય છે, અનાગત કાળે તેમ જ થશે.
કઈ પણ આત્મા ઉદયી કર્મને ભેગવતાં સમત્વશ્રેણીમાં પ્રવેશ કરી અબંધ પરિણામે વર્તશે, તે ખચીત ચેતનશુદ્ધિ પામશે.
આત્મા વિનયી થઈ, સરળ અને લઘુત્વભાવ પામી સદૈવ સત્પરુષના ચરણકમળ પ્રતિ રહ્યો, તે જે મહાત્માઓને નમસ્કાર કર્યો છે તે મહાત્માઓની જે જાતિની રિદ્ધિ છે, તે જાતિની રિદ્ધિ સંપ્રાપ્ત કરી શકાય.
અનંતકાળમાં કાં તે સત્પાત્રતા થઈ નથી અને કાં તે પુરુષ (જેમાં સદ્દગુરુત્વ, સત્સંગ અને સંસ્થા એ રહ્યાં છે) મળ્યા નથી; નહીં તે નિશ્ચય છે, કે મે હથેળીમાં છે, ઈષપ્રાશ્મારા એટલે સિદ્ધ-પૃથ્વી પર ત્યાર પછી છે. એને સર્વ શાસ્ત્ર પણ સંમત છે, (મનન કરશે.) અને આ કથન ત્રિકાળ સિદ્ધ છે.”
૫૬ મોરબી, ચૈત્ર સુદ ૧૧, બુધ, ૧૯૪૫ ચિ૦,
'તમારી આરોગ્યતાની સ્થિતિ માટે જાણ્યું. તમે દેડ માટે સંભાળ રાખશે. દેહ હોય તે ધર્મ થઈ શકે છે. માટે તેવાં સાધનની સંભાળ રાખવા ભગવાનને પણ બંધ છે.
વિટ રાયચંદના પ્રણામ.
મરબી, ચૈત્ર વદ ૯, ૧૯૪૫ ચિ,
કર્મગતિ વિચિત્ર છે. નિરંતર મૈત્રી, પ્રમોદ, કરુણા અને ઉપેક્ષા ભાવના રાખશે.
મૈત્રી એટલે સર્વ જગતથી નિર્વેરબુદ્ધિ, પ્રમેદ એટલે કઈ પણ આત્માના ગુણ જોઈ હર્ષ પામ, કરુણા એટલે સંસારતાપથી દુઃખી આત્માના દુઃખથી અનુકંપા પામવી, અને ઉપેક્ષા એટલે નિસ્પૃહભાવે જગતના પ્રતિબંધને વિસારી આત્મહિતમાં આવવું. એ ભાવનાઓ કલ્યાણમય અને પાત્રતા આપનારી છે.
પ૭.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org