________________
불 불 불 불 差
વર્ષે ૨૨ મું
૬૦
(૧) સંયતિ ધર્મ
૧. અયત્નાથી ચાલતાં પ્રાણભૂતની હિંસા થાય. (તેથી) પાપકર્મ આંધે; તેનું કડવું ફળ પ્રાપ્ત થાય.
૨. અયત્નાથી ઊભા રહેતાં પ્રાણભૂતની હિંસા થાય. ( તેથી ) પાપકર્મે ખાંધે; તેનું કડવું ફળ
૧૮૫
વૈશાખ, ૧૯૪૫
પ્રાપ્ત થાય.
૪. અયત્નાથી શયન કરતાં પ્રાણભૂતની હિંસા થાય. ( તેથી ) પાપકર્મ બાંધે; તેનું કડવું ફળ
પ્રાપ્ત થાય.
૫. અયત્નાથી આહાર લેતાં પ્રાણભૂતની હિંસા થાય. ( તેથી ) પાપકર્મ બાંધે; તેનું કડવું ફળ
પ્રાપ્ત થાય.
૬. અયત્નાથી ખેલતાં પ્રાણભૂતની હિંસા થાય. ( તેથી ) પાપકર્મ બાંધે; તેનું કડવું ફળ
પ્રાપ્ત થાય.
૭. કેમ ચાલે ? કેમ ઊભા રહે ? કેમ એસે ? કેમ શયન કરે ? કેમ આહાર લે ? કેમ ખેલે ? તે પાપકર્મ ન બાંધે ?
૮. યત્નાથી ચાલે; યત્નાથી ઊભા રહે; યત્નાથી બેસે; યત્નાથી શયન કરે; યત્નાથી આહાર લે; યત્નાથી ખેલે; તે પાપકર્મ ન ખાધે.
૯. સર્વ જીવને પેાતાના આત્મા સમાન લેખે; મન વચન કાયાથી સમ્યક્ પ્રકારે સર્વ જીવને જીએ, આસ્રવ નિરોધથી આત્માને મે; તે પાપકર્મ ન બાંધે.
૧૦. પ્રથમ જ્ઞાન અને પછી દયા ( એમ અનુભવ કરીને ) સર્વે સંયમી રહે. અજ્ઞાની (સંયમમાં) શું કરે, કે જો તે કલ્યાણુ કે પાપ જાણતા નથી?
૧૧. શ્રવણુ કરીને કલ્યાણને જાણવું જોઈએ, પાપને જાણવું જોઈએ; બન્નેને શ્રવણુ કરીને જાણ્યા પછી જે શ્રેય હાય, તે સમાચરવું જોઈએ.
Jain Education International
૧૨. જે જીવ એટલે ચૈતન્યનું સ્વરૂપ જાણતા નથી; અજીવ એટલે જે જડનું સ્વરૂપ જાણતા નથી, કે તે બન્નેનાં તત્ત્વને જાણતા નથી તે સાધુ સંયમની વાત કયાંથી જાણે ?
૧૩. જે ચૈતન્યનું સ્વરૂપ જાણે; જે જડનું સ્વરૂપ જાણે; તેમ જ તે બન્નેનું સ્વરૂપ જાણે; તે સાધુ સંયમનું સ્વરૂપ જાણે.
૧૪. જ્યારે જીવ અને અજીવ એ બન્નેને જાણે, ત્યારે સર્વ જીવની બહુ પ્રકારે ગતિઆગતિને જાણે.
૧૫. જ્યારે સર્વ જીવની બહુ પ્રકારે ગતિ–માગતિને જાણે, ત્યારે જ પુણ્ય, પાપ, બંધ અને મેાક્ષને જાણે.
૧૬. જ્યારે પુણ્ય, પાપ, અંધ અને મેાક્ષને જાણે ત્યારે, મનુષ્ય સંબંધી અને દેવ સંબંધી ભાગની ઇચ્છાથી નિવૃત્ત થાય.
૧૭. જ્યારે દેવ અને માનવ સંબંધી ભાગથી નિવૃત્ત થાય ત્યારે સર્વ પ્રકારના ખાહ્ય અને અત્યંતર સંચાગના ત્યાગ કરી શકે.
૧૮. જ્યારે આહ્વાયંતર સંયેાગના ત્યાગ કરે ત્યારે દ્રવ્ય-ભાવ મુંડ થઇને મુનિની દીક્ષા લે. ૧૯. જ્યારે મુંડ થઈને મુનિની દીક્ષા લે ત્યારે ઉત્કૃષ્ટ સંવરની પ્રાપ્તિ કરે; અને ઉત્તમ ધર્મના અનુભવ કરે.
For Private & Personal Use Only
www.jainelibrary.org