________________
વર્ષ ૨૦ મું
૧૬૫
૬ નવાં કર્મ બાંધવાં નહીં અને જૂનાં ભેગવી લેવાં, એવી જેની અચળ જિજ્ઞાસા છે તે, તે પ્રમાણે વતી શકે છે.
७ કૃત્યનું પરિણામ ધર્મ નથી, તે કૃત્ય મૂળથી જ કરવાની ઇચ્છા રહેવા દેવી જોઇતી નથી. ૮ મન જો શંકાશીલ થઈ ગયું હાય તા દ્રવ્યાનુયોગ’વિચારવા યાગ્ય છે, પ્રમાદી થઈ ગયું હાય તે ‘ચરણકરણાનુયાગ’ વિચારવા યાગ્ય છે; અને કષાયી થઈ ગયું હાય તા ‘ધર્મકથાનુયોગ વિચારવા યાગ્ય છે; જડ થઈ ગયું હોય તે ગણિતાનુયાગ’ વિચારવા ચેાગ્ય છે.
૯ કોઈ પણ કામની નિરાશા ઇચ્છવી; પરિણામે પછી જેટલી સિદ્ધિ થઈ તેટલા લાભ; આમ કરવાથી સંતાષી રહેવાશે.
૧૦ પૃથ્વી સંબંધી ફ્લેશ થાય તે એમ સમજી લેજે કે તે સાથે આવવાની નથી; ઊલટો હું તેને દેહ આપી જવાનેા છું; વળી તે કંઈ મૂલ્યવાન નથી. સ્ત્રી સંબંધી ક્લેશ, શંકા ભાવ થાય તે આમ સમજી અન્ય ભેાક્તા પ્રત્યે હસજે કે તે મળમૂત્રની ખાણુમાં મેહી પડ્યો, ( જે વસ્તુને આપણે નિત્ય ત્યાગ કરીએ છીએ તેમાં ! ) ધન સંબંધી નિરાશા કે ક્લેશ થાય તેા તે ઊંચી જાતના કાંકરા છે એમ સમજી સંતાષ રાખજે; ક્રમે કરીને તે તું નિઃસ્પૃહી થઈ શકીશ.
૧૧ તેના તું બેધ પામ કે જેનાથી સમાધિમરણની પ્રાપ્તિ થાય.
૧૨ એક વાર જો સમાધિમરણ થયું તે સર્વ કાળનાં અસમાધિમરણુ ટળશે.
૧૩ સર્વોત્તમ પદ્મ સર્વત્યાગીનું છે.
વવાણિયા મંદર, ૧૯૪૩
તમામ મનની વિચિત્ર દશાને લીધે છે. રાષ કે માન એમાંનું કાંઈ નથી. કાંઈક સંસારભાવની ગમગીની તા ખરી. એ ઉપરથી આપે કંટાળી જવું ન જોઇએ. ક્ષમા ચાહીએ. વાતનું વિસ્મરણ કરવા વિનંતી છે.
સુજ્ઞ શ્રી ચત્રભુજ મેચર,
પત્રને ઉત્તર નથી લખી શક્યો.
X
સાવચેતી શૂરાનું ભૂષણ છે.
X
Jain Education International
૨૬
X
જિનાય નમઃ
२७
મુંબઈ, સં. ૧૯૪૩
મહાશય,
તમારી પત્રિકા પહોંચી હતી. વિગત વિદિત થઈ. ઉત્તરમાં, મને કોઈ પણ પ્રકારે ખાટું લાગ્યું નથી. વૈરાગ્યને લીધે જોઇતા ખુલાસા લખી શકતા નથી. જોકે અન્ય કોઈને તે પહોંચ પણ લખી શકતા નથી, તાપણ તમે મારા હૃદયરૂપ એટલે પહોંચ ઇ॰ લખી શકું છું. હું કેવળ હૃદયત્યાગી છું. થાડી મુદ્દતમાં કંઈક અદ્ભુત કરવાને તત્પર છું. સંસારથી કંટાળ્યો છું.
હું ખીન્ને મહાવીર છું, એમ મને આત્મિક શક્તિ વડે જણાયું છે. મારા ગ્રહ દશ વિદ્વાનોએ મળી પરમેશ્વરગ્રહ ઠરાવ્યા છે. સત્ય કહું છું કે હું સર્વજ્ઞ સમાન સ્થિતિમાં છું. વૈરાગ્યમાં ઝીલું છું. આશુપ્રજ્ઞ રાજચંદ્ર દુનિયા મતભેદના બંધનથી તત્ત્વ પામી શકી નથી. સત્ય સુખ અને સત્ય આનંદ તે આમાં નથી. તે સ્થાપન થવા એક ખરો ધર્મ ચલાવવા માટે આત્માએ ઝંપલાવ્યું છે. જે ધર્મ પ્રવર્તાવીશ જ.
X
For Private & Personal Use Only
www.jainelibrary.org