________________
વર્ષ ર૧ મું
૧૭૧ સત્તા હૈ, સો સન્મુખ કૈસે ન હવે? વેદ વેદાંત, સપ્તસિદ્ધાંત, પુરાણ, ગીતા કરિ જે ય, જાનનેગ્ય આત્મા હૈ તિસક જબ જાન્યા તબ વિશ્રામ કેસે ન હોવે?
મુંબઈ, ૧૯૪૪ | વિશાળબુદ્ધિ, મધ્યસ્થતા, સરળતા, અને જિતેંદ્રિયપણું આટલા ગુણો જે આત્મામાં હોય, તે તત્વ પામવાનું ઉત્તમ પાત્ર છે.
અનંત જન્મમરણ કરી ચૂકેલા આ આત્માની કરુણા તેવા અધિકારીને ઉત્પન્ન થાય છે અને તે જ કર્મમુક્ત થવાને જિજ્ઞાસુ કહી શકાય છે. તે જ પુરુષ યથાર્થ પદાર્થને યથાર્થ સ્વરૂપે સમજી મુક્ત થવાના પુરુષાર્થમાં જાય છે.
જે આત્મા મુક્ત થયા છે તે આત્મા કંઈ સ્વછંદવર્તનથી મુક્ત થયા નથી, પણ આત પુરુષે બોધેલા માર્ગના પ્રબળ અવલંબનથી મુક્ત થયા છે.
અનાદિકાળના મહાશત્રુરૂપ રાગ, દ્વેષ અને મેહના બંધનમાં તે પિતા સંબંધી વિચાર કરી શક્યો નથી. મનુષ્યત્વ, આર્ય દેશ, ઉત્તમ કુળ, શારીરિક સંપત્તિ એ અપેક્ષિત સાધન છે; અને અંતરંગ સાધન માત્ર મુક્ત થવાની સાચી જિજ્ઞાસા એ છે.
, એમ જે સુલભધિપણની યોગ્યતા આત્મામાં આવી હોય તે તે, જે પુરુષે મુક્ત થયા છે અથવા વર્તમાનમાં મુક્તપણે કે આત્મજ્ઞાનદશાએ વિચારે છે તેમણે ઉપદેશેલા માર્ગમાં નિઃસંદેહપણે શ્રદ્ધાશીલ થાય.
રાગ, દ્વેષ અને મેહ એ જેનામાં નથી તે પુરુષ તે ત્રણ દેષથી રહિત માર્ગ ઉપદેશી શકે, અને તે જ પદ્ધતિએ નિઃસંદેહપણે પ્રવર્તનારા સપુરુષે કાં તે માર્ગ ઉપદેશી શકે.
સર્વ દર્શનની શૈલીને વિચાર કરતાં એ રાગ, દ્વેષ અને મેહરહિત પુરુષનું બેધેલું નિગ્રંથદર્શન વિશેષ માનવા યંગ્ય છે.
એ ત્રણ દોષથી રહિત, મહાઅતિશયથી પ્રતાપી એવા તીર્થંકર દેવ તેણે મોક્ષના કારણરૂપે જે ધર્મ બળે છે, તે ધર્મ ગમે તે મનુષ્ય સ્વીકારતાં હોય પણ તે એક પદ્ધતિઓ હોવા જોઈએ, આ વાત નિઃશંક છે.
અનેક પદ્ધતિએ અનેક મનુષ્ય તે ધર્મનું પ્રતિપાદન કરતાં હોય અને તે મનુષ્યોને પરસ્પર મતભેદનું કારણ થતું હોય તે તેમાં તીર્થંકર દેવની એક પદ્ધતિને દોષ નથી પણ તે મનુષ્યની સમજણ શક્તિને દોષ ગણી શકાય.
એ રીતે નિગ્રંથધર્મપ્રવર્તક અમે છીએ, એમ જુદા જુદા મનુષ્ય કહેતા હોય, તે તેમાંથી તે મનુષ્ય પ્રમાણાબાધિત ગણી શકાય કે જે વીતરાગ દેવની આજ્ઞાના સદભાવે પ્રરૂપક અને પ્રવર્તક હોય.
આ કાળ દુઃસમ નામથી પ્રખ્યાત છે. દુ:સમકાળ એટલે જે કાળમાં મનુષ્ય મહાદુઃખ વડે આયુષ્ય પૂર્ણ કરતાં હોય, તેમ જ ધર્મારાધનારૂપ પદાર્થો પ્રાપ્ત કરવામાં દુઃસમતા એટલે મહાવિદ્દો આવતાં હોય, તેને કહેવામાં આવે છે.
અત્યારે વિતરાગ દેવને નામે જૈન દર્શનમાં એટલા બધા મત ચાલે છે કે તે મત, તે મતરૂપ છે, પણ સતરૂપ જ્યાં સુધી વીતરાગ દેવની આજ્ઞાનું અવલંબન કરી પ્રવર્તતા ન હોય ત્યાં સુધી કહી શકાય નહીં.
એ મતપ્રવર્તનમાં મુખ્ય કારણે મને આટલાં સંભવે છે: (૧) પિતાની શિથિલતાને લીધે કેટલાક પુરુષેએ નિગ્રંથદશાની પ્રાધાન્યતા ઘટાડી હોય. (૨) પરસ્પર બે આચાર્યોને વાદવિવાદ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org