________________
વર્ષ ૧૩ મું ૮. જ્ઞાન, ધ્યાનમાં જીવ પ્રવર્તમાન થઈને નવાં કર્મ બાંધે નહીં, એવી ચિંતવના કરવી એ આઠમી “સંવરભાવના”.
૯. જ્ઞાનસહિત ક્રિયા કરવી તે નિર્જરાનું કારણ છે, એમ ચિંતવવું તે નવમી નિર્જરાભાવના”. ૧૦. લકસ્વરૂપનું ઉત્પત્તિ, સ્થિતિ, વિનાશસ્વરૂપ વિચારવું તે દશમી ‘લેકસ્વરૂપભાવના”.
૧૧. સંસારમાં ભમતાં આત્માને સમ્યકજ્ઞાનની પ્રસાદી પ્રાપ્ત થવી દુર્લભ છે; વા સમ્યકજ્ઞાન પાપે, તે ચારિત્ર સર્વ વિરતિ પરિણામરૂપ ધર્મ પામ દુર્લભ છે, એવી ચિંતવના તે અગિયારમી બોધદુર્લભભાવના'.
૧૨. ધર્મના ઉપદેશક તથા શુદ્ધ શાસ્ત્રના બેધક એવા ગુરુ અને એવું શ્રવણુ મળવું દુર્લભ છે, એમ ચિંતવવું તે બારમી “ધર્મદુર્લભભાવના'.
આ બાર ભાવનાઓ મનનપૂર્વક નિરંતર વિચારવાથી પુરુષ ઉત્તમ પદને પામ્યા છે, પામે છે અને પામશે.
શિક્ષાપાઠ ૨૨, કામદેવ શ્રાવક મહાવીર ભગવંતના સમયમાં દ્વાદશત્રતને વિમળ ભાવથી ધારણ કરનાર વિવેકી અને નિગ્રંથવચનાનુરક્ત કામદેવ નામનો એક શ્રાવક તેઓને શિષ્ય હતે. સુધર્માસભામાં ઇંદ્ર એક વેળા કામદેવની ધર્મઅચળતાની પ્રશંસા કરી. એવામાં ત્યાં એક તુચ્છ બુદ્ધિમાન દેવ બેઠો હતો તે બે : એ તે સમજાયું ! નારી ન મળે ત્યાં સુધી બ્રહ્મચારી, તેમજ જ્યાં સુધી પરિષહ પડ્યા ન હોય ત્યાં સુધી બધાય સહનશીલ અને ધર્મદ્રઢ'. આ મારી વાત હું એને ચળાવી આપીને સત્ય કરી દેખાડું.” ધર્મદૃઢ કામદેવ તે વેળા કાર્યોત્સર્ગમાં લીન હતે. દેવતાએ હાથીનું રૂપ વૈક્રિય કર્યું, અને પછી કામદેવને ખૂબ ગંધો તે પણ તે અચળ રહ્યો, એટલે મુશળ જેવું અંગ કરીને કાળા વર્ણને સર્પ થઈને ભયંકર ફૂંકાર કર્યો, તેય કામદેવ કાર્યોત્સર્ગથી લેશ ચળે નહીં; પછી અટ્ટહાસ્ય કરતા રાક્ષસને દેહ ધારણું કરીને અનેક પ્રકારના પરિષહ કર્યા, તે પણ કામદેવ કાર્યોત્સર્ગથી ચળ્યો નહીં. સિંહ વગેરેનાં અનેક ભયંકર રૂપ કર્યા તેપણ કાત્સર્ગમાં લેશ હીનતા કામદેવે આણું નહીં. એમ રાત્રીના ચાર પહોર દેવતાએ કર્યા કર્યું, પણ તે પોતાની ધારણામાં ફાવ્યો નહીં. પછી તેણે ઉપગ વડે કરીને જોયું તે મેરુના શિખરની પરે તે અડોલ રહ્યો દીઠે. કામદેવની અદ્ભુત નિશ્ચલતા જાણે તેને વિનય ભાવથી પ્રણામ કરી દોષ ક્ષમાવીને તે દેવતા સ્વસ્થાનકે ગયે.
કામદેવ શ્રાવકની ધર્મદ્રઢતા આપણને શો બોધ કરે છે તે કહ્યા વગર પણ સમજાયું હશે. એમાંથી તત્વવિચાર એ લેવાને છે કે, નિગ્રંથપ્રવચનમાં પ્રવેશ કરીને દ્રઢ રહેવું. કાર્યોત્સર્ગ ઇત્યાદિક જે ધ્યાન ધરવાનાં છે તે જેમ બને તેમ એકાગ્ર ચિત્તથી અને દ્રઢતાથી નિર્દોષ કરવાં.” ચળવિચળ ભાવથી કાર્યોત્સર્ગ બહુ દોષયુક્ત થાય છે. પાઈને માટે ધર્મશાખ કાઢનારા ધર્મમાં દૃઢતા ક્યાંથી રાખે? અને રાખે તે કેવી રાખે !” એ વિચારતાં ખેદ થાય છે.
દિ આ પાઠા – ૧. “તેણે એવી સુદઢતાને અવિશ્વાસ બતાવ્યો, અને કહ્યું કે જ્યાં સુધી પરિષહ પડવા ન હોય ત્યાં સુધી બધાય સહનશીલ અને ધર્મદઢ જણાય.” ૨. કામદેવ શ્રાવકની ધર્મદઢતા એવો બોધ કરે છે કે સત્યધર્મ અને સત્યપ્રતિજ્ઞામાં પરમ દઢ રહેવું અને કાર્યોત્સર્ગાદિ જેમ બને તેમ એકાગ્ર ચિત્તથી અને સુદઢતાથી નિર્દોષ કરવાં. ૩. “પાઈ જેવા દ્રવ્યલાભ માટે ધર્મશાખ કાઢનારની ધર્મમાં દઢતા ક્યાંથી રહી શકે ? અને રહી શકે તો કેવી રહે ?'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org