________________
વર્ષ ૧૩ મું
૧૨૫ શિક્ષાપાઠ ૯૪. તત્ત્વાવબેધ–ભાગ ૧૩ જે જે હું કહી ગયે તે તે કંઈ કેવળ જૈનકુળથી જન્મ પામેલા પુરુષને માટે નથી, પરંતુ સર્વને માટે છે, તેમ આ પણ નિઃશંક માનજે કે હું જે કહું છું તે અપક્ષપાત અને પરમાર્થબુદ્ધિથી કહું છું.
તમને જે ધર્મતત્વ કહેવાનું છે, તે પક્ષપાત કે સ્વાર્થબુદ્ધિથી કહેવાનું મને કંઈ પ્રજન નથી. પક્ષપાત કે સ્વાર્થથી હું તમને અધર્મતત્વ બધી અધોગતિને શા માટે સાધું? વારંવાર હું તમને નિગ્રંથનાં વચનામૃતે માટે કહું છું, તેનું કારણ તે વચનામૃત તત્ત્વમાં પરિપૂર્ણ છે, તે છે. જિનેશ્વરેને એવું કોઈ પણ કારણ હતું કે જે નિમિત્તે તેઓ મૃષા કે પક્ષપાતી બેધે; તેમ એઓ અજ્ઞાની ન હતા, કે એથી મૃષા બોધાઈ જવાય. આશંકા કરશે કે એ અજ્ઞાની નહેતા એ શા ઉપરથી જણાય? તે તેને ઉત્તરમાં એઓના પવિત્ર સિદ્ધાંતના રહસ્યને મનન કરવાનું કહું છું અને એમ જે કરશે તે તે પુનઃ આશંકા લેશ પણ નહીં કરે. જૈનમતપ્રવર્તકેએ મને કે દક્ષણા આપી નથી. તેમ એ મારા કંઈ કુટુંબપરિવારી પણ નથી કે એ માટે પક્ષપાતે હું કંઈ પણ તમને કહું. તેમજ અન્ય મત પ્રવર્તકે પ્રતિ મારે કંઈ વૈરબુદ્ધિ નથી કે મિથ્યા એનું ખંડન કરું. બન્નેમાં હું તે મંદમતિ મધ્યસ્થરૂપ છું. બહુ બહુ મનનથી અને મારી મતિ જ્યાં સુધી પહોંચી ત્યાં સુધીના વિચારથી હું વિનયથી એમ કહું છું કે, પ્રિય ભવ્યો ! જૈન જેવું એકકે પૂર્ણ અને પવિત્ર દર્શન નથી; વીતરાગ જે એકકે દેવ નથી, તરીને અનંત દુઃખથી પાર પામવું હોય તે એ સર્વજ્ઞ દર્શનરૂપ કલ્પવૃક્ષને સે.
શિક્ષાપાઠ ૫. તવાવબેધ–ભાગ ૧૪ જૈન એ એટલી બધી સૂમ વિચારસંકળનાથી ભરેલું દર્શન છે કે જેમાં પ્રવેશ કરતાં પણ બહુ વખત જોઈએ. ઉપર ઉપરથી કે કઈ પ્રતિપક્ષીના કહેવાથી અમુક વસ્તુ સંબંધી અભિપ્રાય બાંધવે કે આપે એ વિવેકીનું કર્તવ્ય નથી. એક તળાવ સંપૂર્ણ ભર્યું હોય; તેનું જળ ઉપરથી સમાન લાગે છે; પણ જેમ જેમ આગળ ચાલીએ છીએ તેમ તેમ વધારે વધારે ઊંડાપણું આવતું જાય છે; છતાં ઉપર તે જળ સપાટ જ રહે છે તેમ જગતના સઘળા ધર્મમતે એક તળાવરૂપ છે. તેને ઉપરથી સામાન્ય સપાટી જોઈને સરખા કહી દેવા એ ઉચિત નથી. એમ કહેનાર તત્વને પામેલા પણ નથી. જૈનના અકકેકા પવિત્ર સિદ્ધાંત પર વિચાર કરતાં આયુષ્ય પૂર્ણ થાય, તોપણ પાર પામીએ નહીં તેમ રહ્યું છે. બાકીના સઘળા ધર્મમતેના વિચાર જિનપ્રણીત વચનામૃતસિંધુ આગળ એક બિંદુરૂપ પણ નથી. જૈન જેણે જા અને સેવ્યો તે કેવળ નીરાગી અને સર્વજ્ઞ થઈ જાય છે. એને પ્રવર્તકો કેવા પવિત્ર પુરુષે હતા! એના સિદ્ધાંતે કેવા અખંડ ચંડ અને દયામય છે ? એમાં દષણ કાંઈ જ નથી. કેવળ નિર્દોષ તે માત્ર જેનું દર્શન છે. એ એકે પારમાર્થિક વિષય નથી કે જે જૈનમાં નહીં હોય અને એવું એક તત્વ નથી કે જે જૈનમાં નથી. એક વિષયને અનંત ભેદે પરિપૂર્ણ કહેનાર તે જૈન દર્શન છે. પ્રજનભૂત તત્વ એના જેવું ક્યાંય નથી. એક દેહમાં બે આત્મા નથી; તેમ આખી સૃષ્ટિમાં બે જૈન એટલે જૈનની તુલ્ય એકે દર્શન નથી. આમ કહેવાનું કારણ શું? તે માત્ર તેની પરિપૂર્ણતા, નીરાગિતા, સત્યતા અને જગતહિતસ્વિતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org