________________
૧૫૭
વર્ષ ૨૦મું
૧પ૭ ૪૪ શુક્લ નિર્જનાવસ્થાને હું બહુ માન્ય કરું છું. ૪૫ સુષ્ટિલીલામાં શાંતભાવથી તપશ્ચર્યા કરવી એ પણ ઉત્તમ છે. ૪૬ એકાંતિક કથન કથનાર જ્ઞાન ન કહી શકાય. ૪૭ શુક્લ અંતઃકરણ વિના મારાં કથનને કણ દાદ આપશે ? ૪૮ જ્ઞાતપુત્ર ભગવાનના કથનની જ બલિહારી છે.
૪૯ હું તમારી મૂર્ખતા પર હસું છું કે – નથી જાણતા ગુપ્ત ચમત્કારને છતાં ગુરુપદ પ્રાપ્ત કરવા મારી પાસે કાં પધારે?
૫૦ અહો! મને તે કૃતધ્રી જ મળતા જણાય છે, આ કેવી વિચિત્રતા છે! .
૫૧ મારા પર કોઈ રાગ કરે તેથી હું રાજી નથી, પરંતુ કંટાળો આપશે તે હું સ્તબ્ધ થઈ જઈશ અને એ મને પિસાશે પણ નહીં.
પર હું કહું છું એમ કઈ કરશે? મારું કહેલું સઘળું માન્ય રાખશે? મારાં કહેલાં ધાકડે ધાકડ પણ અંગીકૃત કરશે? હા હોય તે જ હે સન્દુરુષ! તું મારી ઈચ્છા કરજે.
પ૩ સંસારી જીવોએ પિતાના લાભને માટે દ્રવ્યરૂપે મને હસતે રમતે મનુષ્ય લીલામય કર્યો !
૫૪ દેવદેવીની તુષમાનતાને શું કરીશું? જગતની તુષમાનતાને શું કરીશું? તુષમાનતા સંપુરૂષની ઈરછા.
૫૫ હું સચ્ચિદાનંદ પરમાત્મા છું.
પદ એમ સમજો કે તમે તમારા આત્માના હિત માટે પરવરવાની અભિલાષા રાખતા છતાં એથી નિરાશા પ્રાપ્ત થઈ છે તે પણ તમારું આત્મહિત જ છે.
પ૭ તમારા શુભ વિચારમાં પાર પડે નહીં તે સ્થિર ચિત્તથી પાર પડ્યા છે એમ સમજે. ૫૮ નાની અંતરંગ ખેદ અને હર્ષથી રહિત હોય છે. ૫૯ જ્યાં સુધી તે તત્ત્વની પ્રાપ્તિ નહીં થાય ત્યાં સુધી મોક્ષની તાત્પર્યતા મળી નથી.
૬. નિયમ પાળવાનું દૃઢ કરતાં છતાં નથી પળ એ પૂર્વકર્મને જ દોષ છે એમ જ્ઞાનીઓનું કહેવું છે.
૬૧ સંસારરૂપી કુટુંબને ઘેર આપણો આત્મા પણ દાખલ છે. ૬૨ એ જ ભાગ્યશાલી કે જે દુર્ભાગ્યશાલીની દયા ખાય છે. ૬૩ શુભ દ્રવ્ય એ શુભ ભાવનું નિમિત્ત મહર્ષિઓ કહે છે. ૬૪ સ્થિર ચિત્ત કરીને ધર્મ અને શુક્લ ધ્યાનમાં પ્રવૃત્તિ કરે. ૬૫ પરિગ્રહની મૂચ્છ પાપનું મૂળ છે.
૬૬ જે કૃત્ય કરવા વખતે ચાહસંયુક્ત ખેદમાં છે, અને પરિણામે પણ પસ્તાઓ છે, તે તે કૃત્યને પૂર્વકર્મને દોષ જ્ઞાનીઓ કહે છે.
૬૭ જડભરત અને જનક વિદેહીની દશા મને પ્રાપ્ત થાઓ. ૬૮ સપુરુષને અંતઃકરણે આચર્યો કિંવા કહ્યો તે ધર્મ. ૬૯ અંતરંગ મેહગ્રંથિ જેની ગઈ તે પરમાત્મા છે. ૭૦ વ્રત લઈને ઉલ્લાસિત પરિણામે ભાંગશો નહીં. ૭૧ એકનિષ્ઠાએ જ્ઞાનીની આજ્ઞા આરાધતાં તત્ત્વજ્ઞાન પ્રાપ્ત થાય છે.
૭ર કિયા એ કર્મ, ઉપગ એ ધર્મ, પરિણામ એ બંધ, ભ્રમ એ મિથ્યાત્વ, બ્રહ્મ તે આત્મા અને શંકા એ જ શલ્ય છે. શેકને સંભારો નહીં; આ ઉત્તમ વસ્તુ જ્ઞાનીઓએ મને આપી.
૭૩ જગત જેમ છે તેમ તત્વજ્ઞાનની દ્રષ્ટિએ જુઓ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org