________________
૧૨૮
શ્રીમદ્ રાજચંદ્ર શાસનની ઉન્નતિ પણ નથી. લક્ષમી, કીર્તિ અને અધિકાર સંસારી કળાકૌશલ્યથી મળે છે, પરંતુ આ ધર્મકળાકૌશલ્યથી તે સર્વ સિદ્ધિ સાંપડશે. મહાન સમાજના અંતર્ગત ઉપસમાજ સ્થાપવા. મતમતાંતર તજી, વાડામાં બેસી રહેવા કરતાં એમ કરવું ઉચિત છે. હું ઈચ્છું છું કે તે કૃત્યની સિદ્ધિ થઈ જૈનતર્ગ૭ મતભેદ ટળે, સત્ય વસ્તુ ઉપર મનુષ્યમંડળનું લક્ષ આવે અને મમત્વ જાઓ!
શિક્ષાપાઠ ૧૦૦. મનોનિગ્રહનાં વિજ્ઞ વારંવાર જે બંધ કરવામાં આવ્યો છે તેમાંથી મુખ્ય તાત્પર્ય નીકળે છે તે એ છે કે આત્માને તારે અને તારવા માટે તત્ત્વજ્ઞાનને પ્રકાશ કરે તથા સલ્ફીલને સે. એ પ્રાપ્ત કરવા જે જે માર્ગ દર્શાવ્યા છે તે માર્ગ અને નિગ્રહતાને આધીન છે. મને નિગ્રહતા થવા લક્ષની બહોળતા કરવી યાચિત છે. એ બહોળતામાં વિઘરૂપ નીચેના દોષ છે – ' ૧. આળસ
૧૦. આપવડાઈ ૨. અનિયમિત ઊંઘ
૧૧. તુચ્છ વસ્તુથી આનંદ ૩. વિશેષ આહાર
૧૨. રસગારવલુબ્ધતા ૪. ઉન્માદ પ્રકૃતિ
૧૩. અતિભેગ ૫. માયાપ્રપંચ
૧૪. પારકું અનિષ્ટ ઈચ્છવું ૬. અનિયમિત કામ
૧૫. કારણ વિનાનું રળવું ૭. અકરણીય વિલાસ
૧૬. ઝાઝાને સ્નેહ ૮. માન
૧૭. અયોગ્ય સ્થળે જવું ૯. મર્યાદા ઉપરાંત કામ
૧૮. એકકે ઉત્તમ નિયમ સાધ્ય ન કરે અષ્ટાદશ પાપસ્થાનક ત્યાં સુધી ક્ષય થવાનાં નથી કે જ્યાં સુધી આ અષ્ટાદશ વિથી મનને સંબંધ છે. આ અષ્ટાદશ દોષ જવાથી મને નિગ્રહતા અને ધારેલી સિદ્ધિ થઈ શકે છે. એ દેષ
જ્યાં સુધી મનથી નિકટતા ધરાવે છે ત્યાં સુધી કોઈ પણ મનુષ્ય આત્મસાર્થક કરવાને નથી. અતિભેગને સ્થળે સામાન્ય ભંગ નહીં; પણ કેવળ ભેગત્યાગવૃત જેણે ધર્યું છે, તેમજ એ એકે દેષનું મૂળ જેના હૃદયમાં નથી તે પુરુષ મતદુભાગી છે.
શિક્ષાપાઠ ૧૦૧, સ્મૃતિમાં રાખવા યોગ્ય મહાવાકયો ૧. એક ભેદે નિયમ એ જ આ જગતને પ્રવર્તક છે. ૨. જે મનુષ્ય સત્પરુષનાં ચરિત્રરહસ્યને પામે છે તે મનુષ્ય પરમેશ્વર થાય છે. ૩. ચંચળ ચિત્ત એ જ સર્વ વિષમ દુઃખનું મૂળિયું છે. ૪. ઝાઝાને મેળાપ અને થોડા સાથે અતિ સમાગમ એ બને સમાન દુઃખદાયક છે. ૫. સમસ્વભાવીનું મળવું એને જ્ઞાનીઓ એકાંત કહે છે.
૬. ઈદ્રિયે તમને જીતે અને સુખ માને તે કરતાં તેને તમે જીતવામાં જ સુખ, આનંદ અને પરમપદ પ્રાપ્ત કરશે.
૭. રાગ વિના સંસાર નથી અને સંસાર વિના રાગ નથી. ૮. યુવાવયને સર્વસંગપરિત્યાગ પરમપદને આપે છે. ૯. તે વસ્તુના વિચારમાં પહોંચે કે જે વસ્તુ અતીંદ્રિયસ્વરૂપ છે. ૧૦. ગુણીના ગુણમાં અનુરક્ત થાઓ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org