________________
વર્ષ ૧૭ મું
શિક્ષાપાઠ ૧૦૫, વિવિધ પ્રશ્નો—ભાગ ૪
પ્ર—આવું જૈનદર્શન જ્યારે સર્વાંત્તમ છે ત્યારે સર્વ આત્માએ એના ખાધને કાં માનતા નથી ?
ઉ॰— કર્મની ખાહુલ્યતાથી, મિથ્યાત્વનાં જામેલાં દળિયાંથી અને સત્તમાગમના અભાવથી. – જૈન મુનિના મુખ્ય આચાર શા છે ?
પ્ર~
ઉ॰—પાચ મહાવ્રત, દવિધિ યતિધર્મ, સદવિધિ સંયમ, દવિધિ વૈયાવૃત્ય, નવવિધિ બ્રહ્મચર્ય, દ્વાદશ પ્રકારનાં તપ, ક્રોધાદિક ચાર પ્રકારના કષાયના નિગ્રહ, વિશેષમાં જ્ઞાન, દર્શન, ચારિત્રનું આરાધન ઇત્યાદ્રિક અનેક ભેદ છે.
૧૩૧
પ્ર— જૈન મુનિઓના જેવાં જ સંન્યાસીઓનાં પંચ યામ છે; બૌદ્ધધર્મનાં પાંચ મહાશીલ છે. એટલે એ આચારમાં તે જૈન મુનિએ અને સંન્યાસીએ તેમજ બૌદ્ધમુનિએ સરખા ખરા કે ? ઉ॰ નહીં.
પ્ર૦— કેમ નહીં?
ઉ॰—એઓનાં પંચ યામ અને પંચ મહાશીલ અપૂણૅ છે. મહાવ્રતના પ્રતિભેદ જૈનમાં અતિ સૂક્ષ્મ છે. પેલા બેના સ્થૂળ છે.
૫૦—સૂક્ષ્મતાને માટે દૃષ્ટાંત આપે। જોઇએ ?
ઉ—ત્કૃષ્ટાંત દેખીતું જ છે. પંચયામીઓ કંદમૂળાદિક અભક્ષ્ય ખાય છે; સુખશય્યામાં પાઢ છે; વિવિધ જાતનાં વાહના અને પુષ્પાના ઉપભાગ લે છે; કેવળ શીતળ જળથી વ્યવહાર કરે છે. રાત્રિએ ભાજન લે છે. એમાં થતા અસંખ્યાતા જંતુને વિનાશ, બ્રહ્મચર્યના ભંગ એની સૂક્ષ્મતા તેઓના જાણુવામાં નથી. તેમજ માંસાદિક અભક્ષ્ય અને સુખશીલિયાં સાધનાથી બૌદ્ધમુનિએ યુક્ત છે. જૈનમુનિઓ તા કેવળ એથી વિરક્ત જ છે.
શિક્ષાપાઠ ૧૦૬. વિવિધ પ્રશ્નો—ભાગ ૫
પ્ર૦—વેદ અને જૈનદર્શનને પ્રતિપક્ષતા ખરી કે ?
ઉ- • જૈનને કંઇ અસમંજસભાવે પ્રતિપક્ષતા નથી; પરંતુ સત્યથી અસત્ય પ્રતિપક્ષી ગણાય છે, તેમ જૈનદર્શનથી વેદના સંબંધ છે.
પ્ર૦—એ એમાં સત્યરૂપ તમે કોને કહેા છે ? ઉ— પવિત્ર જૈનદર્શનને.
પ્ર૦—વેદ દર્શનીએ વેદને કહે છે તેનું કેમ ?
ઉ॰—એ તેા મતભેદ અને જૈનના તિરસ્કાર માટે છે. પરંતુ ન્યાયપૂર્વક બન્નેનાં મૂળતત્ત્વા
આપ જોઈ જજો.
Jain Education International
×-- - આટલું તે! મને લાગે છે કે મહાવીરાદિક જિનેશ્વરનું કથન ન્યાયના કાંટા પર છે; પરંતુ જગતકર્તાની તેઓ ના કહે છે, અને જગત અનાદિ અનંત છે એમ કહે છે તે વિષે કંઈ કંઈ શંકા થાય છે કે આ અસંખ્યાત દ્વીપસમુયુક્ત જગત વગર બનાવ્યે ત્યાંથી હોય ?
ઉ— આપને જ્યાં સુધી આત્માની અનંત શક્તિની લેશ પણ દિવ્ય પ્રસાદી મળી નથી ત્યાં સુધી એમ લાગે છે; પરંતુ તત્ત્વજ્ઞાને એમ નહીં લાગે. ‘સમ્મતિતર્ક' ગ્રંથના આપ અનુભવ કરશે. એટલે એ શંકા નીકળી જશે.
For Private & Personal Use Only
www.jainelibrary.org