________________
૭૬
શ્રીમદ્ રાજચંદ્ર
જઇ તે વિશ્રાંતિ લેતા હાય તા ભલે કે જેથી રંગ લાગે; અને રંગ લાગે નહીં તેા, ખીજી વાર તેનું આગમન હાય નહીં. જેમ પૃથ્વી પર તરાય નહીં, તેમ સત્સંગથી ખુડાય નહીં; આવી સત્સંગમાં ચમત્કૃતિ છે. નિરંતર એવા નિર્દોષ સમાગમમાં માયા લઈને આવે પણુ કાણુ ? કઈ જ દુર્ભાગી; અને તે પણ અસંભવિત છે. સત્સંગ એ આત્માનું પરમ હિતૈષી ઔષધ છે.
શિક્ષાપાઠ ૨૫. પરિગ્રહને સંકેાચવા
જે પ્રાણીને પરિગ્રહની મર્યાદા નથી, તે પ્રાણી સુખી નથી. તેને જે મળ્યું તે ઓછું છે કારણ જેટલું મળતું જાય તેટલાથી વિશેષ પ્રાપ્ત કરવા તેની ઇચ્છા થાય છે. પરિગ્રહની પ્રખળતામાં જે કંઈ મળ્યું હાય તેનું સુખ તે ભોગવાતું નથી પરંતુ ડાય તે પણ વખતે જાય છે. પરિગ્રહથી નિરંતર ચળવિચળ પરિણામ અને પાપભાવના રહે છે; અકસ્માત્ યાગથી એવી પાપભાવનામાં આયુષ્ય પૂર્ણ થાય તે બહુધા અધોગતિનું કારણુ થઈ પડે. કેવળ પરિગ્રહ તે મુનીશ્વરા ત્યાગી શકે; પણ ગૃહસ્થા એની અમુક મર્યાદા કરી શકે. મર્યાદા થવાથી ઉપરાંત પરિગ્રહની ઉત્પત્તિ નથી; અને એથી કરીને વિશેષ ભાવના પણ બહુધા થતી નથી; અને વળી જે મળ્યું છે તેમાં સંતાષ રાખવાની પ્રથા પડે છે, એથી સુખમાં કાળ જાય છે. કેણુ જાણે લક્ષ્મી આદિકમાં કેવીયે વિચિત્રતા રહી છે કે જેમ જેમ લાભ થતા જાય છે તેમ તેમ લેાસની વૃદ્ધિ થતી જાય છે; ધર્મ સંબંધી કેટલુંક જ્ઞાન છતાં, ધર્મની દૃઢતા છતાં પણ પરિગ્રહના પાશમાં પડેલા પુરુષ કોઈક જ છૂટી શકે છે; વૃત્તિ એમાં જ લટકી રહે છે; પરંતુ એ વૃત્તિ કોઇ કાળે સુખદાયક કે આત્મહિતેષી થઈ નથી. જેણે એની ટૂંકી મર્યાદા કરી નહીં તે મહેાળા દુઃખના ભાગી થયા છે.
છ ખંડ સાધી આજ્ઞા મનાવનાર રાજાધિરાજ, ચક્રવતી કહેવાય છે. એ સમર્થ ચક્રવતીમાં સુભૂમ નામે એક ચક્રવર્તી થઈ ગયા છે. એણે છ ખંડ સાધી લીધા એટલે ચક્રવર્તીપદથી તે મનાયે; પણ એટલેથી એની મનેવાંછા તૃપ્ત ન થઈ; હજી તે તરસ્યા રહ્યો. એટલે ધાતકી ખંડના છ ખંડ સાધવા એણે નિશ્ચય કર્યાં. બધા ચક્રવર્તી છ ખંડ સાધે છે; અને હું પણ એટલા જ સાધું, તેમાં મહત્તા શાની ? બાર ખંડ સાધવાથી ચિરકાળ હું નામાંકિત થઇશ; સમર્થ આજ્ઞા જીવનપર્યંત એ ખંડો પર મનાવી શકીશ; એવા વિચારથી સમુદ્રમાં ચર્મરત્ન મૂક્યું; તે ઉપર સર્વ સૈન્યાદિકના આધાર રહ્યો હતા. ચર્મરત્નના એક હજાર દેવતા સેવક કહેવાય છે; તેમાં પ્રથમ એકે વિચાર્યું કે કોણ જાણે કેટલાંય વર્ષે આમાંથી છૂટો થશે ? માટે દેવાંગનાને તેા મળી આવું, એમ ધારી તે ચાલ્યા ગયા; પછી ખીજો ગયા; ત્રીજો ગયા; અને એમ કરતાં કરતાં હજારે ચાલ્યા ગયા; ત્યારે ચર્મરત્ન બૂડ્યું, અશ્વ, ગજ અને સર્વ સૈન્યસહિત સુભૂમ નામના તે ચક્રવર્તી ખૂક્યો; પાપભાવનામાં ને પાપભાવનામાં મરીને તે અનંત દુઃખથી ભરેલી સાતમી તમતમપ્રભા નરકને વિષે જઈને પડ્યો. જીએ! છ ખંડનું આધિપત્ય તા ભોગવવું રહ્યું; પરંતુ અકસ્માત્ અને ભયંકર રીતે પરિગ્રહની પ્રીતિથી એ ચક્રવર્તીનું મૃત્યુ થયું, તે પછી બીજા માટે તે કહેવું જ શું ? પરિગ્રહ એ પાપનું મૂળ છે; પાપના પિતા છે; અન્ય એકાદશવતને મહા દોષ દે એવા એના સ્વભાવ છે. એ માટે થઈને આત્મહિતૈષીએ જેમ બને તેમ તેના ત્યાગ કરી મર્યાદાપૂર્વક વર્તન કરવું.
શિક્ષાપાઠ ૨૬. તત્ત્વ સમજવું
શાસ્ત્રોનાં શાસ્ત્રો મુખપાઠે હોય એવા પુરુષો ઘણા મળી શકે; પરંતુ જેણે થોડાં વચનો પર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org