________________
વર્ષ ૧૩ મું રાગદ્વેષરહિત મધ્યસ્થ પરિણામ, “આય એટલે તે સમભાવનાથી ઉત્પન્ન થતે જ્ઞાનદર્શનચારિત્રરૂપ મેક્ષમાર્ગને લાભ, અને “ઇક કહેતાં ભાવ એમ અર્થ થાય છે. એટલે કે જે વડે કરીને મેક્ષના માર્ગને લાભદાયક ભાવ ઊપજે તે સામાયિક. આ અને રૌદ્ર એ બે પ્રકારનાં ધ્યાન ત્યાગ કરીને, મન, વચન, કાયાના પાપભાવને રોકીને વિવેકી શ્રાવક સામાયિક કરે છે.
મનના પુદ્ગલ દેરંગી” છે. સામાયિકમાં જ્યારે વિશુદ્ધ પરિણામથી રહેવું કહ્યું છે ત્યારે પણ એ મન આકાશપાતાલને ઘાટ ઘડ્યા કરે છે. તેમ જ ભૂલ, વિસ્મૃતિ, ઉન્માદ ઇત્યાદિકથી વચનકાયામાં પણ દૂષણુ આવવાથી સામાયિકમાં દોષ લાગે છે. મન, વચન અને કાયાના થઈને બત્રીશ દેષ ઉત્પન્ન થાય છે. દશ મનના, દશ વચનના અને બાર કાયાના એમ બત્રીશ દેષ જાણવા અવશ્યના છે. જે જાણવાથી મન સાવધાન રહે છે.
મનના દશ દોષ કહું છું.
૧. અવિવેકદોષ–સામાયિકનું સ્વરૂપ નહીં જાણવાથી મનમાં એ વિચાર કરે કે આથી શું ફળ થવાનું હતું? આથી તે કેણુ તર્યું હશે? એવા વિકલ્પનું નામ “અવિવેકદોષ”.
૨. યશવાંછાષ-પિતે સામાયિક કરે છે એમ અન્ય મનુષ્ય જાણે તે પ્રશંસા કરે તે ઇચ્છાએ સામાયિક કરે છે. તે “યશેવાંછાષ”.
૩. ધનવાંછાષ– ધનની ઈચ્છાએ સામાયિક કરવું તે “ધનવાંછાષ”.
૪. ગર્વદષ–મને લેકે ધર્મી કહે છે અને હું કેવી સામાયિક પણ તેવી જ કરું છું? એ ગર્વદોષ'.
૫. ભયદેવ– હું શ્રાવકકુળમાં જન્મે છું મને લેકે મોટા તરીકે માન દે છે, અને જે સામાયિક નહીં કરું તે કહેશે કે એટલું પણ નથી કરતે; એથી નિંદા થશે એ “ભયદોષ”.
૬. નિદાનદોષ–સામાયિક કરીને તેનાં ફળથી ધન, સ્ત્રી, પુત્રાદિક મેળવવાનું ઇચ્છે તે નિદાનદેષ.
૭. સંશયદોષ– સામાયિકનું પરિણામ હશે કે નહીં હોય? એ વિકલ્પ તે “સંશય દોષ.
૮. કષાયદોષ– સામાયિક ક્રોધાદિકથી કરવા બેસી જાય, કે કંઈ કારણથી પછી ક્રોધ, માન, માયા, લેભમાં વૃત્તિ ધરે તે “કષાયદેષ'.
૯. અવિનયદેષ– વિનય વગર સામાયિક કરે તે “અવિનયદોષ”. ૧૦. અબહુમાનદેષ– ભક્તિભાવ અને ઉમંગપૂર્વક સામાયિક ન કરે તે “અબહુમાનદોષ'.
શિક્ષાપાઠ ૩૮. સામાયિકવિચાર – ભાગ ૨ દશ દોષ મનના કહ્યા હવે વચનના દશ દેષ કહું છું. ૧. કુબલદેષ–સામાયિકમાં કુવચન બોલવું તે “કુબેલદેષ”. ૨. સહસાત્કારદેષ–સામાયિકમાં સાહસથી અવિચારપૂર્વક વાકય બેલવું તે “સહસાકારદોષ'. ૩. અસદારોપણદોષ–બીજાને ખેટ બોધ આપે તે “અસદારોપણદોષ”. ૪. નિરપેક્ષદોષ–સામાયિકમાં શાસ્ત્રની દરકાર વિના વાકય બોલે તે “નિરપેક્ષદષ”.
૫. સંક્ષેપષ–સૂત્રના પાઠ ઇત્યાદિક ટૂંકામાં બોલી નાખે; અને યથાર્થ ઉચ્ચાર કરે નહીં તે “સંક્ષેપદોષ.
૬. ક્લેશદેષ કેઈથી કંકાસ કરે તે ક્લેશદેષ'. દિ આ૦ પાઠા–૧. “તરંગી'.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org