________________
વર્ષ ૧૩ મું અનાથ છું. નીરાગી પરમાત્મા! હું હવે તમારું, તમારા ધર્મનું અને તમારા મુનિનું શરણ ગ્રહું છું. મારા અપરાધ ક્ષય થઈ હું તે સર્વ પાપથી મુક્ત થવું એ મારી અભિલાષા છે. આગળ કરેલાં પાપને હું હવે પશ્ચાત્તાપ કરું છું. જેમ જેમ હું સૂક્ષમ વિચારથી ઊડે ઊતરું છું તેમ તેમ તમારા તત્વના ચમત્કારે મારા સ્વરૂપને પ્રકાશ કરે છે. તમે નીરોગી, નિર્વિકારી, સચ્ચિદાનંદસ્વરૂપ, સહજાનંદી, અનંતજ્ઞાની, અનંતદર્શો અને સૈલોકયપ્રકાશક છે. હું માત્ર મારા હિતને અર્થે તમારી સાક્ષીએ ક્ષમા ચાહું છું. એક પળ પણ તમારાં કહેલાં તત્ત્વની શંકા ન થાય, તમારા કહેલા રસ્તામાં અહોરાત્ર હું રહું, એ જ મારી આકાંક્ષા અને વૃત્તિ થાઓ ! હે સર્વજ્ઞ ભગવાન ! તમને હું વિશેષ શું કહું ? તમારાથી કંઈ અજાણ્યું નથી. માત્ર પશ્ચાત્તાપથી હું કર્મજન્ય પાપની ક્ષમા ઈચ્છું છું.
૩ શાંતિઃ શાંતિઃ શાંતિઃ શિક્ષાપાઠ ૫૭. વૈરાગ્ય એ ધર્મનું સ્વરૂપ છે એક વસ્ત્ર લેહીથી કરીને રંગાયું. તેને જે લેહીથી ધેઈએ તે તે ધોઈ શકનાર નથી, પરંતુ વિશેષ રંગાય છે. જે પાણીથી એ વસ્ત્રને ધોઈએ તે તે મલિનતા જવાનો સંભવ છે. એ દ્રષ્ટાંત પરથી આત્મા પર વિચાર લઈએ. આત્મા અનાદિકાળથી સંસારરૂપી લેહીથી મલિન થયું છે. મલિનતા રેમ રોમ ઊતરી ગઈ છે ! એ મલિનતા આપણે વિષય શૃંગારથી ટાળવા ધારીએ તે તે ટળી શકે નહીં. લેહીથી જેમ લેહી વાતું નથી, તેમ શૃંગારથી કરીને વિષયજન્ય આત્મમલિનતા ટળનાર નથી એ જાણે નિશ્ચયરૂપ છે. અનેક ધર્મમતે આ જગતમાં ચાલે છે, તે સંબંધી અપક્ષપાતે વિચાર કરતાં આગળથી આટલું વિચારવું અવશ્વનું છે કે, જ્યાં સ્ત્રીઓ ભેગાવવાને ઉપદેશ કર્યો હોય, લક્ષમીલીલાની શિક્ષા આપી હોય, રંગ, રાગ, ગુલતાન અને એશઆરામ કરવાનું તત્વ બતાવ્યું હોય ત્યાંથી આપણુ આત્માની સશાંતિ નથી. કારણ એ ધર્મમત ગણીએ તે આખે સંસાર ધર્મમતયુક્ત જ છે. પ્રત્યેક ગૃહસ્થનું ઘર એ જ યેજનાથી ભરપૂર હોય છે. છોકરા છેયાં, સ્ત્રી, રંગ, રાગ, તાન ત્યાં જાડું પડ્યું હોય છે. અને તે ઘર ધર્મમંદિર કહેવું, તે પછી અધર્મસ્થાનક કયું? અને જેમ વતીએ છીએ તેમ વર્તવાથી ખોટું પણું શું ? કોઈ એમ કહે કે પેલાં ધર્મમંદિરમાં પ્રભુની ભક્તિ થઈ શકે છે તે તેને માટે ખેદપૂર્વક આટલે જ ઉત્તર દેવાને છે કે, તે પરમાત્મતત્વ અને તેની વૈરાગ્યમય ભક્તિને જાણતા નથી. ગમે તેમ હો પણ આપણે આપણું મૂળ વિચાર પર આવવું જોઈએ. તત્વજ્ઞાનની દ્રષ્ટિએ આત્મા સંસારમાં વિષયાદિક મલિનતાથી પર્યટન કરે છે. તે મલિનતાને ક્ષય વિશુદ્ધ ભાવ જળથી હો જોઈએ. અહંતનાં કહેલાં તત્ત્વરૂપ સાબુ અને
૧થી ઉત્તમ આચારરૂપ પથ્થર પર રાખીને આત્મવસ્ત્રને ધનાર નિગ્રંથ ગુરુ છે. આમાં જે વૈરાગ્ય જળ ન હોય તે બધાં સાહિત્ય કંઈ કરી શકતાં નથી, માટે વૈરાગ્યને ધર્મનું સ્વરૂપ કહી શકાય. યદિ અહંત પ્રણીત તત્વ વૈરાગ્ય જ બધે છે, તે તે જ ધર્મનું સ્વરૂપ એમ ગણવું.
શિક્ષાપાઠ ૫૮. ધર્મના મતભેદ-ભાગ ૧ આ જગતીતળ પર અનેક પ્રકારથી ધર્મના મત પડેલા છે. તેવા મતભેદ અનાદિકાળથી છે, એ ન્યાયસિદ્ધ છે. પણ એ મતભેદો કંઈ કંઈ રૂપાંતર પામ્યા જાય છે. એ સંબંધી કેટલેક વિચાર કરીએ.
કેટલાક પરસ્પર મળતા અને કેટલાક પરસ્પર વિરુદ્ધ છે; કેટલાક કેવળ નાસ્તિકના પાથરેલા પણ છે. કેટલાક સામાન્ય નીતિને ધર્મ કહે છે. કેટલાક જ્ઞાનને જ ધર્મ કહે છે. કેટલાક અજ્ઞાન એ ધર્મમત કહે છે. કેટલાક ભક્તિને કહે છે, કેટલાક ક્રિયાને કહે છે, કેટલાક વિનયને કહે છે અને કેટલાક શરીર સાચવવું એને ધર્મમત કહે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org