________________
વર્ષ ૧૭ મું
૧૦૭ જે વિવેકીઓ આ સુખસંબંધી વિચાર કરશે તેઓ બહુ તત્વ અને આત્મશ્રેણિની ઉત્કૃષ્ટતાને પામશે. એમાં કહેલાં અલ્પારંભી નિરારંભી અને સર્વમુક્ત લક્ષણે લક્ષપૂર્વક મનન કરવા જેવાં છે. જેમ બને તેમ અલ્પારંભી થઈ સમભાવથી જનસમુદાયના હિત ભણું વળવું. પરોપકાર, દયા, શાંતિ, ક્ષમા અને પવિત્રતાનું સેવન કરવું એ બહુ સુખદાયક છે. નિગ્રંથતા વિષે તે વિશેષ કહેવારૂપ જ નથી. મુક્તાત્મા તે અનંત સુખમય જ છે.
શિક્ષાપાઠ ૬૭. અમૂલ્ય તત્ત્વવિચાર
(હરિગીત છંદ) બહુ પુણ્યકેરા પુંજથી શુભ દેહ માનવને મળે,
તોયે અરે! ભવચકને આંટો નહિ એકકે ટળે; સુખ પ્રાપ્ત કરતાં સુખ ટળે છે લેશ એ લક્ષે લહે,
ક્ષણ ક્ષણ ભયંકર ભાવમરણે કાં અહો રાચી રહે ? ૧ લક્ષ્મી અને અધિકાર વધતાં, શું વધ્યું છે તે કહે?
શું કુટુંબ કે પરિવારથી વધવાપણું, એ નય ગ્રહો; વધવાપણું સંસારનું નર દેહને હારી જ,
એને વિચાર નહીં અહેહે ! એક પળ તમને હ !!! ૨ નિર્દોષ સુખ નિર્દોષ આનંદ, ભે ગમે ત્યાંથી ભલે,
એ દિવ્ય શક્તિમાન જેથી જંજીરેથી નીકળે; પરવસ્તુમાં નહિ મૂંઝ, એની દયા મુજને રહી,
એ ત્યાગવા સિદ્ધાંત કે પશ્ચાદુખ તે સુખ નહીં. ૩ હું કેણ છું? કયાંથી થયો? શું સ્વરૂપ છે મારું ખરું?
કેના સંબંધે વળગણ છે ? રાખું કે એ પરહરું? એના વિચાર વિવેકપૂર્વક શાંત ભાવે જે કર્યા,
તે સર્વ આત્મિક જ્ઞાનનાં સિદ્ધાંતતત્વ અનુભવ્યાં. ૪ તે પ્રાપ્ત કરવા વચન કેનું સત્ય કેવળ માનવું?
નિર્દોષ નરનું કથન માને “તેહ જેણે અનુભવ્યું; રે! આત્મ તારે! આત્મ તારે! શીધ્ર એને ઓળખે, સર્વાત્મમાં સમદ્રષ્ટિ ઘો આ વચનને હૃદયે લખે. ૫
( શિક્ષાપાઠ ૬૮. જિતેન્દ્રિયતા જ્યાં સુધી જીભ સ્વાદિષ્ટ ભજન ચાહે છે, જ્યાં સુધી નાસિકા સુગંધી ચાહે છે, જ્યાં સુધી કાન વારાંગનાનાં ગાયન અને વાજિંત્ર ચાહે છે, જ્યાં સુધી આંખ વને પવન જોવાનું લક્ષ રાખે છે,
જ્યાં સુધી ત્વચા સુગંધીલેપન ચાહે છે, ત્યાં સુધી તે મનુષ્ય નીરાગી, નિગ્રંથ, નિઃપરિગ્રહી, નિરારંભી અને બ્રહ્મચારી થઈ શકતું નથી. મનને વશ કરવું એ સર્વોત્તમ છે. એના વડે સઘળી ઇંદ્રિયે વશ કરી શકાય છે. મન જીતવું બહુ બહુ દુર્ઘટ છે. એક સમયમાં અર ચાલનાર અશ્વ તે મન છે. એને થકાવવું બહુ દુર્લભ છે. એની ગતિ ચપળ અને ન ઝાલી શકાય તેવી છે. મહાજ્ઞાનીઓએ જ્ઞાનરૂપી લગામ વડે કરીને એને ખંભિત રાખી સર્વ જય કર્યો છે.
“ . મહાજ્ઞાનીઓએ જ્ઞાનની કરે છું હેલે છેએની ગતિ ચાખ્યાતા જન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org