________________
૧૨૦
શ્રીમદ્ રાજચંદ્ર શિક્ષાપાઠ ૮૫. તત્ત્વાવબેધ–ભાગ ૪ જે જે શ્રમણોપાસક નવ તત્વ પઠનરૂપે પણ જાણતા નથી તેઓએ અવશ્ય જાણવાં. જાણ્યા પછી બહુ મનન કરવાં. સમજાય તેટલા ગંભીર આશય ગુરુગમ્યતાથી સદૂભાવે કરીને સમજવા. આત્મજ્ઞાન એથી ઉજજવળતા પામશે; અને યમનિયમાદિકનું બહુ પાલન થશે.
નવ તત્વ એટલે તેનું એક સામાન્ય ગૂંથનયુક્ત પુસ્તક હોય તે નહીં, પરંતુ જે જે સ્થળે જે જે વિચારે જ્ઞાનીઓએ પ્રણીત કર્યા છે તે તે વિચારે નવ તત્વમાંના અમુક એક બે કે વિશેષ તત્વના હોય છે. કેવળી ભગવાને એ શ્રેણિઓથી સકળ જગતમંડળ દર્શાવી દીધું છે; એથી જેમ જેમ નયાદિ ભેદથી એ તત્વજ્ઞાન મળશે તેમ તેમ અપૂર્વ આનંદ અને નિર્મળતાની પ્રાપ્તિ થશે; માત્ર વિવેક, ગુરુગમ્યતા અને અપ્રમાદ જોઈએ. એ નવતત્વજ્ઞાન મને બહુ પ્રિય છે. એના રસાનુભવીએ પણ મને સંદેવ પ્રિય છે.
કાળભેદે કરીને આ વખતે માત્ર મતિ અને શ્રત એ બે જ્ઞાન ભરતક્ષેત્રે વિદ્યમાન છે, બાકીનાં ત્રણ જ્ઞાન પરંપરાસ્રાયથી જોવામાં આવતાં નથી, છતાં જેમ જેમ પૂર્ણ શ્રદ્ધાભાવથી એ નવતત્ત્વજ્ઞાનના વિચારેની ગુફામાં ઊતરાય છે, તેમ તેમ તેના અંદર અદ્દભુત આત્મપ્રકાશ, આનંદ, સમર્થ તત્વજ્ઞાનની ફુરણા, ઉત્તમ વિનેદ અને ગંભીર ચળકાટ દિંગ કરી દઈ, શુદ્ધ સમ્યકજ્ઞાનને તે વિચારે બહુ ઉદય કરે છે. સ્યાદ્વાદવચનામૃતના અનંત સુંદર આશય સમજવાની પરંપરાગત શક્તિ આ કાળમાં આ ક્ષેત્રથી વિચ્છેદ ગયેલી છતાં તે પરત્વે જે જે સુંદર આશય સમજાય છે તે તે આશયે અતિ અતિ ગંભીર તત્વથી ભરેલા છે. પુનઃ પુનઃ તે આશયે મનન કરતાં ચાર્વાકમતિના ચંચળ મનુષ્યને પણ સદ્ધર્મમાં સ્થિર કરી દે તેવા છે. સંક્ષેપમાં સર્વ પ્રકારની સિદ્ધિ, પવિત્રતા, મહાશીલ, નિર્મળ ઊંડા અને ગંભીર વિચાર, સ્વચ્છ વૈરાગ્યની ભેટ એ તત્ત્વજ્ઞાનથી મળે છે.
શિક્ષાપાઠ ૮૬. તસ્વાવબોધ–ભાગ ૫ એક વાર એક સમર્થ વિદ્વાનથી નિગ્રંથપ્રવચનની ચમત્કૃતિ સંબંધી વાતચીત થઈ તેના સંબંધમાં તે વિદ્વાને જણાવ્યું કે આટલું હું માન્ય રાખું છું કે મહાવીર એ એક સમર્થ તત્વજ્ઞાની પુરષ હતા; એમણે જે બંધ કર્યો છે, તે ઝીલી લઈ પ્રજ્ઞાવંત પુરુષએ અંગ, ઉપાંગની ચેજના કરી છે તેના જે વિચારે છે તે ચમત્કૃતિ ભરેલા છે; પરંતુ એ ઉપરથી આખી સૃષ્ટિનું જ્ઞાન એમાં રહ્યું છે એમ હું કહી ન શકું. એમ છતાં જો તમે કંઈ એ સંબંધી પ્રમાણ આપતા હે તે હું એ વાતની કંઈ શ્રદ્ધા લાવી શકે. એના ઉત્તરમાં મેં એમ કહ્યું કે હું કંઈ જૈન વચનામૃતને યથાર્થ તે શું પણ વિશેષ ભેદે કરીને પણ જાણ નથી; પણ જે સામાન્ય ભાવે જાણું છું એથી પણ પ્રમાણ આપી શકે ખરે. પછી નવતત્ત્વવિજ્ઞાન સંબંધી વાતચીત નીકળી. મેં કહ્યું, એમાં આખી સૃષ્ટિનું જ્ઞાન આવી જાય છે, પરંતુ યથાર્થ સમજવાની શક્તિ જોઈએ. પછી તેઓએ એ કથનનું પ્રમાણ માગ્યું, ત્યારે આઠ કર્મ મેં કહી બતાવ્યાં તેની સાથે એમ સૂચવ્યું કે એ સિવાય એનાથી ભિન્નભાવ દર્શાવે એવું નવમું કર્મ શોધી આપે. પાપની અને પુણ્યની પ્રકૃતિએ કહીને કહ? આ સિવાય એક પણ વધારે પ્રકૃતિ શોધી આપે. એમ કહેતાં કહેતાં અનુક્રમે વાત લીધી. પ્રથમ જીવના ભેદ કહી પૂછ્યું ? એમાં કંઈ જૂનાધિક કહેવા માગે છે ? અછવદ્રવ્યના ભેદ કહી પૂછયું: કંઈ વિશેષતા કહા છે? એમ નવતત્વ સંબંધી વાતચીત થઈ ત્યારે તેઓએ થેડી વાર વિચાર કરીને કહ્યું : આ તે મહાવીરની કહેવાની અદ્દભુત ચમત્કૃતિ છે કે જીવને એક ન % મળતું નથી; તેમ પાપપુણ્યાદિકની એક પ્રકૃતિ વિશેષ મળતી નથી, અને નવમું કર્મ પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org