________________
૧૧૮
શ્રીમદ્ રાજચંદ્ર વિવેક, વિનય, સરળતા ઈત્યાદિ સદ્ગુણો ઘટતા જશે. અનુકંપાને નામે હીનતા થશે. માતા કરતાં પત્નીમાં પ્રેમ વધશે; પિતા કરતાં પુત્રમાં પ્રેમ વધશે; પતિવ્રત નિયમપૂર્વક પાળનારી સુંદરીઓ ઘટી જશે. સ્નાનથી પવિત્રતા ગણાશે; ધનથી ઉત્તમકુળ ગણાશે. ગુરુથી શિષ્ય અવળા ચાલશે. ભૂમિને રસ ઘટી જશે. સંક્ષેપમાં કહેવાને ભાવાર્થ કે ઉત્તમ વસ્તુની ક્ષીણતા છે; અને કનિષ્ઠ વસ્તુને ઉદય છે. પંચમકાળનું સ્વરૂપ આમાંનું પ્રત્યક્ષ સૂચવન પણ કેટલું બધું કરે છે?
મનુષ્ય સદ્ધર્મતત્તવમાં પરિપૂર્ણ શ્રદ્ધાવાન નહીં થઈ શકે; સંપૂર્ણ તત્ત્વજ્ઞાન નહીં પામી શકે; જંબુસ્વામીના નિર્વાણ પછી દશ નિર્વાણ વસ્તુ આ ભરતક્ષેત્રથી વ્યવચ્છેદ ગઈ.
પંચમકાળનું આવું સ્વરૂપ જાણીને વિવેકી પુરુષે તત્ત્વને ગ્રહણ કરશે; કાળાનુસાર ધર્મતત્ત્વશ્રદ્ધા પામીને ઉચ્ચગતિ સાધી પરિણામે મોક્ષ સાધશે. નિગ્રંથપ્રવચન, નિગ્રંથગુરુ ઈ. ધર્મતત્વ પામવાનાં સાધન છે. એની આરાધનાથી કર્મની વિરાધના છે.
શિક્ષાપાઠ ૮ર, તવાવબોધ-ભાગ ૧ દશવૈકાળિસૂત્રમાં કથન છે કે જેણે જીવાજીવના ભાવ નથી જાણ્યા તે અબુધ સંયમમાં સ્થિર કેમ રહી શકશે? એ વચનામૃતનું તાત્પર્ય એમ છે કે તમે આત્મા, અનાત્માનાં સ્વરૂપને જાણે, એ જાણવાની પરિપૂર્ણ આવશ્યકતા છે.
આત્મા અનાત્માનું સત્ય સ્વરૂપ નિગ્રંથ પ્રવચનમાંથી પ્રાપ્ત થઈ શકે છે. અનેક મતેમાં એ છે તો વિષે વિચારે દર્શાવ્યા છે તે યથાર્થ નથી. મહા પ્રજ્ઞાવંત આચાર્યોએ કરેલાં વિવેચન સહિત પ્રકારાંતરે કહેલાં મુખ્ય નવ તત્ત્વને વિવેકબુદ્ધિથી જે ય કરે છે, તે સત્પરુષ આત્મસ્વરૂપને ઓળખી શકે છે.
- સ્યાદ્વાદશૈલી અનુપમ અને અનંત ભેદભાવથી ભરેલી છે; એ શૈલીને પરિપૂર્ણ તે સર્વ અને સર્વદશી જ જાણી શકે; છતાં એઓનાં વચનામૃતાનુસાર આગમ ઉપગથી યથામતિ નવ તત્ત્વનું સ્વરૂપ જાણવું અવશ્યનું છે. એ નવ તત્ત્વ પ્રિય શ્રદ્ધાભાવે જાણવાથી પરમ વિવેકબુદ્ધિ, શદ્ર સમ્યકત્વ અને પ્રભાવિક આત્મજ્ઞાનનો ઉદય થાય છે. નવ તત્ત્વમાં લેકાલેકનું સંપૂર્ણ સ્વરૂપ આવી જાય છે. જે પ્રમાણે જેની બુદ્ધિની ગતિ છે, તે પ્રમાણે તેઓ તત્ત્વજ્ઞાન સંબંધી દ્રષ્ટિ પહોંચાડે છે અને ભાવાનુસાર તેઓના આત્માની ઉજજ્વલતા થાય છે. તે વડે કરીને તેઓ આત્મનાનને નિર્મળ રસ અનુભવે છે. જેનું તત્ત્વજ્ઞાન ઉત્તમ અને સૂક્ષમ છે, તેમજ સુશીલયુક્ત જે તત્ત્વજ્ઞાનને સેવે છે તે પુરુષ મહભાગી છે. ' એ નવ તત્વનાં નામ આગળને શિક્ષાપાઠમાં હું કહી ગયે છું; એનું વિશેષ સ્વરૂપ પ્રજ્ઞાવંત આચાર્યોના મહાન ગ્રંથી અવશ્ય મેળવવું; કારણ સિદ્ધાંતમાં જે જે કહ્યું છે, તે તે વિશેષ ભેદથી સમજવા માટે સહાયભૂત પ્રજ્ઞાવંત આચાર્યવિરચિત ગ્રંથ છે. એ ગુરુગમ્યરૂપ પણ છે. નય, નિક્ષેપ અને પ્રમાણભેદ નવતત્વના જ્ઞાનમાં અવશ્યના છે, અને તેની યથાર્થ સમજણ એ પ્રજ્ઞાવતેએ આપી છે.
શિક્ષાપાઠ ૮૩. તત્ત્વાવબોધ-ભાગ ૨ સર્વજ્ઞ ભગવાને કાલેકના સંપૂર્ણ ભાવ જાણ્યા અને જોયા. તેને ઉપદેશ ભવ્ય લેકને કર્યો. ભગવાને અનંત જ્ઞાન વડે કરીને કાલેકનાં સ્વરૂપ વિષેને અનંત ભેદ જાણ્યા હતા, પરંતુ સામાન્ય માનવીઓને ઉપદેશથી શ્રેણિએ ચઢવા મુખ્ય દેખાતા નવ પદાર્થ તેઓએ દર્શાવ્યા. એથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org