________________
શ્રીમદ્ રાજચંદ્ર કરાવી આપું. અહીં શાસ્ત્રાધ્યયન અને સતવસ્તુને ઉપદેશ કરે. મિથ્યારંભે પાધિની લેલુપતામાં હું ધારું છું કે ન પડે, પછી આપની જેવી ઈચ્છા.
પંડિત-- આપે આપના અનુભવની બહુ મનન કરવા જેવી આખ્યાયિકા કહી. આપ અવશ્ય કઈ મહાત્મા છે. પુણ્યાનુબંધી પુણ્યવાન જીવ છે; વિવેકી છે; આ૫ની શક્તિ અભુત છે; હું દરિદ્રતાથી કંટાળીને જે ઈચ્છા રાખતું હતું તે એકાંતિક હતી. આવા સર્વ પ્રકારના વિવેકી વિચાર મેં કર્યા નહોતા. આવો અનુભવ, આવી વિવેકશક્તિ હું ગમે તે વિદ્વાન છું છતાં મારામાં નથી જ. એ હું સત્ય જ કહું છું. આપે મારે માટે જે પેજને દર્શાવી તે માટે આપને બહુ ઉપકાર માનું છું અને નમ્રતાપૂર્વક એ હું અંગીકાર કરવા હર્ષ બતાવું છું. હું ઉપાધિને ચાહતે નથી. લક્ષ્મીને કંદ ઉપાધિ જ આપે છે. આપનું અનુભવસિદ્ધ કથન મને બહુ રુચ્યું છે. સંસાર બળતે જ છે, એમાં સુખ નથી. આપે નિરુપાધિક મુનિસુખની પ્રશંસા કહી તે સત્ય છે. તે સન્માર્ગ પરિણામે સર્વોપાધિ, આધિ, વ્યાધિ અને સર્વ અજ્ઞાનભાવ રહિત એવા શાશ્વત મેક્ષને હેતુ છે.
( શિક્ષાપાઠ ૬૬. સુખ વિષે વિચાર–ભાગ ૬
ધનાઢ્ય–આપને મારી વાત રુચી એથી હું નિરભિમાનપૂર્વક આનંદ પામું છું. આપને માટે હું યોગ્ય પેજના કરીશ. મારા સામાન્ય વિચારે કથાનુરૂપ અહીં હું કહેવાની આજ્ઞા લઉં છું.
જેઓ કેવળ લક્ષ્મીને ઉપાર્જન કરવામાં કપટ, લેભ અને માયામાં મૂંઝાયા પડ્યા છે તે બહુ દુઃખી છે. તેને તે પૂરે ઉપગ કે અધૂરે ઉપયોગ કરી શકતા નથી, માત્ર ઉપાધિ જ ભગવે છે. તે અસંખ્યાત પાપ કરે છે. તેને કાળ અચાનક લઈને ઉપાડી જાય છે. અધોગતિ પામી તે જીવ અનંત સંસાર વધારે છે. મળેલે મનુષ્યદેહ એ નિર્મલ્યા કરી નાખે છે જેથી તે નિરંતર દુઃખી જ છે.
જેણે પિતાનાં ઉપજીવિકા જેટલાં સાધનમાત્ર અભ્યારંભથી રાખ્યાં છે, શુદ્ધ એકપત્નીવ્રત, સંતોષ, પરાત્માની રક્ષાં, યમ, નિયમ, પરોપકાર, અ૫રાગ, અલ્પદ્રવ્યમાયા અને સત્ય તેમજ શાસ્ત્રાધ્યયન રાખ્યું છે, જે પુરુષને સેવે છે, જેણે નિગ્રંથતાને મને રથ રાખ્યો છે, બહુ પ્રકારે કરીને સંસારથી જે ત્યાગી છે, જેના વૈરાગ્ય અને વિવેક ઉત્કૃષ્ટ છે તે પવિત્રતામાં સુખપૂર્વક કાળ નિર્ગમન કરે છે.
સર્વ પ્રકારના આરંભ અને પરિગ્રહથી જેઓ રહિત થયા છે, દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી અને ભાવથી જેઓ અપ્રતિબંધ પણે વિચરે છે, શત્રુ-મિત્ર પ્રત્યે જે સમાન દૃષ્ટિવાળા છે અને શુદ્ધ આત્મધ્યાનમાં જેમને કાળ નિર્ગમન થાય છે, અથવા સ્વાધ્યાય ધ્યાનમાં જે લીન છે, એવા જિતેંદ્રિય અને જિતકષાય તે નિગ્રંથ પરમ સુખી છે. | સર્વ ઘનઘાતી કર્મને ક્ષય જેમણે કર્યો છે, ચાર કર્મ પાતળાં જેનાં પડ્યાં છે, જે મુક્ત છે, જે અનંતજ્ઞાની અને અનંતદશ છે તે તે સંપૂર્ણ સુખી જ છે. મેક્ષમાં તેઓ અનંત જીવનના અનંત સુખમાં સર્વ-કર્મ-વિરક્તતાથી વિરાજે છે. - આમ સન્દુરુષએ કહેલે મત મને માન્ય છે. પહેલે તે મને ત્યાજ્ય છે. બીજે હમણાં માન્ય છે, અને ઘણે ભાગે એ ગ્રહણ કરવાને માટે બોધ છે. ત્રીજે બહુ માન્ય છે. અને થે તે સર્વમાન્ય અને સચ્ચિદાનંદ સ્વરૂપ જ છે.
એમ પંડિતજી, આપની અને મારી સુખસંબંધી વાતચીત થઈ. પ્રસંગોપાત્ત તે વાત ચર્ચતા જઈશું. તે પર વિચાર કરીશું. આ વિચારે આપને કહ્યથી મને બહુ આનંદ થયો છે. આપ તેવા વિચારને અનુકૂળ થયા એથી વળી આનંદમાં વૃદ્ધિ થઈ છે. પરસ્પર એમ વાતચીત કરતાં કરતાં હર્ષભેર પછી તેઓ સમાધિભાવથી શયન કરી ગયા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org