________________
વર્ષ ૧૩ મું
૧૧૧ ૭. ગુપ્ત તપ કરવું. ૮. નિર્લોભતા રાખવી. ૯. પરિષહ ઉપસર્ગને જીતવા. ૧૦. સરળ ચિત્ત રાખવું. ૧૧. આત્મસંયમ શુદ્ધ પાળવે. ૧૨. સમક્તિ શુદ્ધ રાખવું. ૧૩. ચિત્તની એકાગ્ર સમાધિ રાખવી. ૧૪. કપટરહિત આચાર પાળવો. ૧૫. વિનય કરવા યોગ્ય પુરુષને યથાયોગ્ય વિનય કરો. ૧૬. સંતોષથી કરીને તૃષ્ણની મર્યાદા ટૂંકી કરી નાખવી. ૧૭. વૈરાગ્યભાવનામાં નિમગ્ન રહેવું. ૧૮. માયારહિત વર્તવું. ૧૯. શુદ્ધ કરણીમાં સાવધાન થવું. ૨૦. સસ્વરને આદર અને પાપને રોકવાં. ૨૧. પિતાના દેષ સમભાવપૂર્વક ટાળવા. ૨૨. સર્વ પ્રકારના વિષયથી વિરક્ત રહેવું. ૨૩. મૂલ ગુણે પંચમહાવ્રત વિશુદ્ધ પાળવાં. ૨૪. ઉત્તર ગુણે પંચમહાવ્રત વિશુદ્ધ પાળવાં. ૨૫. ઉત્સાહપૂર્વક કાયોત્સર્ગ કરો. ૨૬, પ્રમાદરહિત જ્ઞાન, ધ્યાનમાં પ્રવર્તન કરવું. ૨૭. હંમેશાં આત્મચારિત્રમાં સૂક્ષમ ઉપગથી વર્તવું. ૨૮. ધ્યાન, જિતેંદ્રિયતા અર્થે એકાગ્રતાપૂર્વક કરવું. ૨૯. મરણાંત દુઃખથી પણ ભય પામવો નહીં. ૩૦. આદિકના સંગને ત્યાગ. ૩૧. પ્રાયશ્ચિત્ત વિશુદ્ધિ કરવી. ૩૨. મરણકાલે આરાધના કરવી. એ એકેકે વેગ અમૂલ્ય છે. સઘળાં સંગ્રહ કરનાર પરિણામે અનંત સુખને પામે છે.
શિક્ષાપાઠ ૭૩. માક્ષસુખ કેટલીક આ સૃષ્ટિમંડળ પર પણ એવી વસ્તુઓ અને મનેચ્છા રહી છે કે જે કેટલાક અંશે જાણતા છતાં કહી શકાતી નથી. છતાં એ વસ્તુઓ કંઈ સંપૂર્ણ શાશ્વત કે અનંત ભેદવાળી નથી. એવી વસ્તુનું જ્યારે વર્ણન ન થઈ શકે ત્યારે અનંત સુખમયે મેક્ષ સંબંધી તે ઉપમા ક્યાંથી જ મળે? ભગવાનને ગૌતમસ્વામીએ મેક્ષના અનંત સુખ વિષે પ્રશ્ન કર્યો ત્યારે ભગવાને ઉત્તરમાં કહ્યું, ગૌતમ! એ અનંતસુખ! હું જાણું છું; પણ તે કહી શકાય એવી અહીં આગળ કંઈ ઉપમા નથી. જગતમાં એ સુખને તુલ્ય કઈ પણ વસ્તુ કે સુખ નથી. એમ વદી એક ભીલનું દૃષ્ટાંત નીચેના ભાવમાં આપ્યું હતું.
એક જંગલમાં એક ભદ્રિક ભીલ તેનાં બાળબચ્ચાં સહિત રહેતે હતો. શહેર વગેરેની સમૃદ્ધિની ઉપાધિનું તેને લેશ ભાન પણ નહતું. એક દિવસે કેઈ રાજા અશ્વકીડા માટે ફરતે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org