________________
વર્ષ ૧૩ મું
૧૦૧ મનાવાની આકાંક્ષા એમાંની એકાદિ પણ એમના મનની ભ્રમણ હોવાથી અત્યુઝ ઉદ્યમાદિકથી તેઓ જય પામ્યા. કેટલાકે શૃંગાર અને “લહેરી ૧ સાધનાથી મનુષ્યનાં મન હરણ કર્યા. દુનિયા મહિનામાં તે મૂળે ડૂબી પડી છે, એટલે એ લહેરી દર્શનથી ગાડરરૂપે થઈને તેઓએ રાજી થઈ તેનું કહેવું માન્ય રાખ્યું. કેટલાકે નીતિ તથા કંઈ વૈરાગ્યાદિ ગુણ દેખી તે કથન માન્ય રાખ્યું. પ્રવર્તકની બુદ્ધિ તેઓ કરતાં વિશેષ હોવાથી તેને પછી ભગવાનરૂપ જ માની લીધા. કેટલાકે વૈરાગ્યથી ધર્મમત ફેલાવી પાછળથી કેટલાંક સુખશીલિયાં સાધનને બંધ બેસી દીધે. પિતાને મત સ્થાપન કરવાની મહાન ભ્રમણએ અને પિતાની અપૂર્ણતા ઈત્યાદિક ગમે તે કારણથી બીજાનું કહેલું પિતાને ન
ચું એટલે તેણે જુદો જ રાહ કાઢ્યો. આમ અનેક મતમતાંતરની જાળ થતી ગઈ. ચાર પાંચ પેઢી એકને એક ધર્મ પાળે એટલે પછી તે કુળધર્મ થઈ પડ્યો. એમ સ્થળે સ્થળે થતું ગયું.
* શિક્ષાપાઠ ૬૦. ધર્મના મતભેદ-ભાગ ૩ જે એક દર્શન પૂર્ણ અને સત્ય ન હોય તે બીજા ધર્મમતને અપૂર્ણ અને અસત્ય કોઈ પ્રમાણથી કહી શકાય નહીં, એ માટે થઈને જે એક દર્શન પૂર્ણ અને સત્ય છે તેનાં તત્વપ્રમાણથી બીજા મતેની અપૂર્ણતા અને એકાંતિકતા જોઈએ.
એ બીજા ધર્મમમાં તત્ત્વજ્ઞાન સંબંધી યથાર્થ સૂક્ષ્મ વિચારે. નથી. કેટલાક જગકર્તાને બધ કરે છે, પણ જગકર્તા પ્રમાણ વડે સિદ્ધ થઈ શકતું નથી. કેટલાક જ્ઞાનથી મોક્ષ છે એમ કહે છે તે એકાંતિક છે; તેમજ ક્રિયાથી મોક્ષ છે એમ કહેનારા પણ એકાંતિક છે. જ્ઞાન, ક્રિયા એ બન્નેથી મેક્ષ કહેનારા તેના યથાર્થ સ્વરૂપને જાણતા નથી અને એ બન્નેને ભેદ શ્રેણિબંધ નથી કહી શક્યા એ જ એમની સર્વજ્ઞતાની ખામી જણાઈ આવે છે. સદેવતત્ત્વમાં કહેલાં અષ્ટાદશ દૂષણોથી એ ધર્મમતસ્થાપકો રહિત નહોતા એમ એઓનાં ગૂંથેલાં ચરિત્રો પરથી પણ તત્ત્વની દ્રષ્ટિએ દેખાય છે. કેટલાકે મતોમાં હિંસા, અબ્રહ્મચર્ય ઈ0 અપવિત્ર વિષયે બેધ છે તે તે સહજમાં અપૂર્ણ અને સરાગીનાં સ્થાપેલાં જોવામાં આવે છે. કોઈએ એમાં સર્વવ્યાપક મેક્ષ, કોઈએ કંઈ નહીં એ રૂપ મેક્ષ, કોઈએ સાકાર મોક્ષ અને કોઈએ અમુક કાળ સુધી રહી પતિત થવું એ રૂપે મેક્ષ માન્ય છે, પણ એમાંથી કોઈ વાત તેઓની સપ્રમાણ થઈ શક્તી નથી. “એઓના અપૂર્ણ વિચારેનું ખંડન યથાર્થ જેવા જેવું છે અને તે નિગ્રંથ આચાર્યોનાં ગૂંથેલાં શાસ્ત્રોથી મળી શકશે.
વેદ સિવાયના બીજા મતેના પ્રવર્તકે, એમના ચરિત્રો, વિચારે ઈત્યાદિક વાંચવાથી અપૂર્ણ છે એમ જણાઈ આવે છે. વેદે, પ્રવર્તક ભિન્ન ભિન્ન કરી નાંખી બેધડકતાથી વાત મર્મમાં નાખી ગંભીર ડોળ પણ કર્યો છે. છતાં એમના પુષ્કળ મતે વાંચવાથી એ પણ અપૂર્ણ અને એકાંતિક જણાઈ આવશે.
જે દર્શન વિષે અત્રે કહેવાનું છે તે જૈન એટલે નીરાગીના સ્થાપન કરેલા દર્શન વિષે છે. એને બોધદાતા સર્વજ્ઞ અને સર્વદશી હતા. કાળભેદ છે તે પણ એ વાત સૈદ્ધાંતિક જણાય છે. દયા, બ્રહ્મચર્ય, શીલ, વિવેક, વૈરાગ્ય, જ્ઞાન, કિયાદિ એના જેવાં પૂર્ણ એકેએ વર્ણવ્યાં નથી. તેની સાથે શુદ્ધ આત્મજ્ઞાન, તેની કેટિઓ, જીવનાં ચ્યવન, જન્મ, ગતિ, વિગતિ, નિદ્વાર, પ્રદેશ, કાળ, તેનાં સ્વરૂપ એ વિષે એ સૂક્ષમ બોધ છે કે જે વડે તેની સર્વજ્ઞતાની નિઃશંકતા થાય. | દિવ આ પાઠ૦–૧. “લોકછિત ૨. “એના વિચારોનું અપૂર્ણપણે નિસ્પૃહ તરવત્તાઓએ દર્શાવ્યું છે તે યથાસ્થિત જાણવું યોગ્ય છે'. ૩. “વર્તમાનમાં જે વેદ છે તે ધણા પ્રાચીન મળે છે તેથી તે મતનું પ્રાચીનપણું છે. પરંતુ તે પણ હિંસાએ કરીને દૂષિત હોવાથી અપૂર્ણ છે, તેમજ સરાગીનાં વાય છે એમ સ્પષ્ટ જણાય છે.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org