________________
શ્રીમદ્ રાજચંદ્ર
સત્ય— એ તે સ્થળબુદ્ધિના જ પ્રશ્ન છે. નાહવાથી અસંખ્યાતા જંતુના વિનાશ, કામાગ્નિની પ્રદીપ્તતા, વ્રતને ભંગ, પરિણામનું બદલવું, એ સઘળી અશુચિ ઉત્પન્ન થાય છે અને એથી આત્મા મહામલિન થાય છે. પ્રથમ એના વિચાર કરવા જોઇએ. શરીરની, જીવહિંસાયુક્ત જે મલિનતા છે તે અશુચિ છે. અન્ય મલિનતાથી તેા આત્માની ઉજ્જવળતા થાય છે, એ તત્ત્વવિચારે સમજવાનું છે; નાહવાથી વ્રતભંગ થઈ આત્મા મિલન થાય છે; અને આત્માની મલિનતા એ જ અશુચિ છે.
૯૮
જિજ્ઞાસુ—— મને તમે બહુ સુંદર કારણુ ખતાવ્યું. સૂક્ષ્મ વિચાર કરતાં જિનેશ્વરનાં કથનથી મેધ અને અત્યાનંદ પ્રાપ્ત થાય છે. વારુ, ગૃહસ્થાશ્રમીઓને જીવહિંસા કે સંસાર કર્તવ્યથી થયેલી શરીરની અશુચિ ટાળવી જોઈએ કે નહીં?
સત્ય— સમજણપૂર્વક અશુચિ ટાળવી જ જોઈએ. જૈન જેવું એક્કે પવિત્ર દર્શન નથી; અને તે અપવિત્રતાના બેધ કરતું નથી. પરંતુ શૌચાશૌચનું સ્વરૂપ સમજવું જોઇએ.
શિક્ષાપાઠ ૫૫. સામાન્ય નિત્યનિયમ
પ્રભાત પહેલાં જાગૃત થઈ, નમસ્કાર મંત્રનું સ્મરણ કરી મન વિશુદ્ધ કરવું. પાપવ્યાપારની વૃત્તિ રોકી રાત્રિ સંબંધી થયેલા દોષનું ઉપયેગપૂર્વક પ્રતિક્રમણ કરવું.
પ્રતિક્રમણ કર્યા પછી યથાવસર ભગવાનની ઉપાસના, સ્તુતિ તથા સ્વાધ્યાયથી કરીને મનને ઉજ્જવલ કરવું.
માતાપિતાને વિનય કરી, આત્મહિતને લક્ષ ભુલાય નહીં, તેમ યત્નાથી સંસારી કામમાં પ્રવર્તન કરવું.
પોતે ભાજન કરતાં પહેલાં સત્પાત્રે દાન દેવાની પરમ આતુરતા રાખી તેવા ચેગ મળતાં યથાચિત પ્રવૃત્તિ કરવી.
આહાર, વિહારના નિયમિત વખત રાખવા તેમજ સશાસ્ત્રના અભ્યાસને અને તાત્ત્વિક ગ્રંથના મનનને પણ નિયમિત વખત રાખવે.
સાયંકાળે સંધ્યાવશ્યક ઉપયેાગપૂર્વક કરવું.
ચાવિહાર પ્રત્યાખ્યાન કરવું. નિયમિત નિદ્રા લેવી.
સૂતા પહેલાં અઢાર પાપસ્થાનક, દ્વાદશતદોષ અને સર્વ જીવને ક્ષમાવી, પંચપરમેષ્ઠી મંત્રનું સ્મરણ કરી, મહાશાંતિથી સમાધિભાવે શયન કરવું.
આ સામાન્ય નિયમે બહુ લાભદાયક થશે. એ તમને સંક્ષેપમાં કહ્યા છે. સૂક્ષ્મ વિચારથી અને તેમ પ્રવર્તવાથી એ વિશેષ મંગળદાયક થશે.
શિક્ષાપાઠ ૫૬. ક્ષમાપના
હે ભગવાન ! હું બહુ ભૂલી ગયા, મેં તમારાં અમૂલ્ય વચનને લક્ષમાં લીધાં નહીં. તમારાં કહેલાં અનુપમ તત્ત્વના મેં વિચાર કર્યાં નહીં. તમારાં પ્રણીત કરેલાં ઉત્તમ શીલને સેવ્યું નહીં. તમારાં કહેલાં દયા, શાંતિ, ક્ષમા અને પવિત્રતા મેં ઓળખ્યાં નહીં. હે ભગવન્! હું ભૂલ્યા, આથડ્યો, રઝળ્યો અને અનંત સંસારની વિટંખનામાં પડ્યો છું. હું પાપી છું. હું બહુ મદોન્મત્ત અને કર્મરજથી કરીને મિલેન છું. હે પરમાત્મા ! તમારાં કહેલાં તત્ત્વ વિના મારા મેાક્ષ નથી. હું નિરંતર પ્રપંચમાં પડ્યો છું, અજ્ઞાનથી અંધ થયા છું, મારામાં વિવેકશક્તિ નથી અને હું મૂઢ છું, હું નિરાશ્રિત છું,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org