________________
શ્રીમદ્ રાજચંદ્ર અધરાત ભાગતાં ચંદ્રને ઉદય થયે. કપિલે પ્રભાત સમીપ જાણીને મૂઠીઓ વાળીને આશીર્વાદ દેવા માટે દોડતાં જવા માંડ્યું. રક્ષપાળે ચેર જાણીને તેને પકડી રાખે. એક કરતાં બીજું થઈ પડ્યું. પ્રભાત થયું એટલે રક્ષપાળે તેને લઈ જઈને રાજાની સમક્ષ ઊભે રાખે. કપિલ બેભાન જે ઊભે રહ્યો; રાજાને તેનાં ચેરનાં લક્ષણ ભાસ્યાં નહીં. એથી તેને સઘળું વૃત્તાંત પૂછ્યું. ચંદ્રના પ્રકાશને સૂર્ય સમાન ગણનારની ભદ્રિકતા પર રાજાને દયા આવી. તેની દરિદ્રતા ટાળવા રાજાની ઇચા થઈ. એથી કપિલને કહ્યું, આશીર્વાદને માટે થઈ તારે જે એટલી તરખડ થઈ પડી છે, તે હવે તારી ઈચ્છા પૂરતું તું માગી લે; હું તને આપીશ. કપિલ શેડી વાર મૂઢ જે રહ્યો. એથી રાજાએ કહ્યું, કેમ વિપ્ર, કંઈ માગતા નથી? કપિલે ઉત્તર આયે, મારું મન હજુ સ્થિર થયું નથી; એટલે શું માગવું તે સૂઝતું નથી. રાજાએ સામેના બાગમાં જઈ ત્યાં બેસીને સ્વસ્થતાપૂર્વક વિચાર કરી કપિલને માગવાનું કહ્યું. એટલે કપિલ તે બાગમાં જઈને વિચાર કરવા બેઠે.
શિક્ષાપાઠ ૪૮, કપિલમુનિ–ભાગ ૩ બે માસા સેનું લેવાની જેની ઈચ્છા હતી તે કપિલ હવે તૃષ્ણતરંગમાં ઘસડાયે. પાંચ મહોર માગવાની ઈચ્છા કરી, તે ત્યાં વિચાર આવ્યું કે પાંચથી કાંઈ પૂરું થનાર નથી. માટે પંચવીશ મહોર માગવી. એ વિચાર પણ કર્યો. પંચવીશ મહોરથી કંઈ આખું વર્ષ ઊતરાય નહીં, માટે સે મહેર માગવી. ત્યાં વળી વિચાર કર્યો. સે મહોરે બે વર્ષ ઊતરી, વૈભવ ભેગવી, પાછાં દુઃખનાં દુઃખ માટે એક હજાર મહેરની યાચના કરવી ઠીક છે, પણ એક હજાર મહારે છેકરા હૈયાના બે ચાર ખર્ચ આવે કે એવું થાય તે પૂરું પણ શું થાય? માટે દશ હજાર મહેર માગવી કે જેથી જિંદગી પર્યત પણ ચિંતા નહીં. ત્યાં વળી ઈચ્છા ફરી. દશ હજાર મહોર ખવાઈ જાય એટલે પછી મૂડી વગરના થઈ રહેવું પડે. માટે એક લાખ મહેરની માગણી કરું કે જેના વ્યાજમાં બધા વૈભવ ભેગવું; પણ જીવ ! લક્ષાધિપતિ તે ઘણુય છે. એમાં આપણે નામાંકિત ક્યાંથી થવાના? માટે કરેડ મહોર માગવી કે જેથી મહાન શ્રીમંતતા કહેવાય. વળી પાછો રંગ ફર્યો. મહાન શ્રીમંતતાથી પણ ઘેર અમલ કહેવાય નહીં માટે રાજાનું અધું રાજ્ય માગવું. પણ જે અધું રાજ્ય માગીશ તેય રાજા મારા તુલ્ય ગણશે; અને વળી હું એને યાચક પણ ગણુઈશ. માટે માગવું તે આખું રાજ્ય માગવું. એમ એ તૃષ્ણામાં ડૂખ્યો; પરંતુ તુચ્છ સંસારી એટલે પાછો વળે. ભલા જીવ ! આપણે એવી કૃતઘતા શા માટે કરવી પડે કે જે આપણને ઈચ્છા પ્રમાણે આપવા તત્પર થયે તેનું જ રાજ્ય લઈ લેવું અને તેને જ ભ્રષ્ટ કરે? ખરું જોતાં તે એમાં આપણી જ ભ્રષ્ટતા છે. માટે અધું રાજ્ય માગવું, પરંતુ એ ઉપાધિયે મારે નથી જોઈતી. ત્યારે નાણાંની ઉપાધિ પણ ક્યાં ઓછી છે? માટે કરેડ લાખ મૂકીને સે બર્સે મહેર જ માગી લેવી. જીવ, સો બસે મહાર હમણું આવશે તે પછી વિષય વૈભવમાં વખત ચાલ્યા જશે; અને વિદ્યાભ્યાસ પણ ધર્યો રહેશે; માટે પાંચ મહોર હમણાં તે લઈ જવી, પછીની વાત પછી. અરે ! પાંચ મહારનીયે હમણું કંઈ જરૂર નથી; માત્ર બે માસા ને લેવા આવ્યો હતો તે જ માગી લેવું. આ તે જીવ બહ થઈ. તૃષ્ણાસમદ્રમાં તે બહુ ગળકાં ખાધાં. આખું રાજ્ય માગતાં પણ તૃષ્ણ છીપતી નહતી, માત્ર સંતોષ અને વિવેકથી તે ઘટાડી તે ઘટી. એ રાજા જે ચક્રવર્તી હોત તે પછી હું એથી વિશેષ શું માગી શકત? અને વિશેષ જ્યાં સુધી ન મળત ત્યાં સુધી મારી તૃષ્ણ સમાત પણ નહીં; જ્યાં સુધી તૃષ્ણા સમાત નહીં ત્યાં સુધી હું સુખી પણ ન હતી. એટલેથીયે મારી તૃષ્ણા ટળે નહીં તે પછી બે માસાથી કરીને કયાંથી ટળે? એને આત્મા સવળીએ આવ્યો અને તે બોલ્યો, હવે મારે બે માસાનું પણ કંઈ કામ નથી; બે માસાથી વધીને હું કેટલે સુધી પહોંચે ! સુખ તે સંતેષમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org