________________
વર્ષ ૧૩ મું સામાયિકમાં પ્રવેશ કર્યા પછી ચાર લેગસ્સથી વધારે લેગસ્સને કાર્યોત્સર્ગ કરી ચિત્તની કંઈક સ્વસ્થતા આણવી. પછી સૂત્રપાઠ કે ઉત્તમ ગ્રંથનું મનન કરવું. વૈરાગ્યનાં ઉત્તમ કાવ્યો બોલવાં, પાછળનું અધ્યયન કરેલું સ્મરણ કરી જવું. નૂતન અભ્યાસ થાય તે કરો. કેઈને શાસ્ત્રધારથી બધ આપ; એમ સામાયિકીકાળ વ્યતીત કર. મુનિરાજને જે સમાગમ હોય તો આગમવાણું સાંભળવી અને તે મનન કરવી, તેમ ન હોય અને શાસ્ત્રપરિચય ન હોય તે વિચક્ષણ અભ્યાસી પાસેથી પૈરાગ્યબાધક કથન શ્રવણ કરવું, કિંવા કંઈ અભ્યાસ કરે. એ સઘળી વેગવાઈ ન હોય તે કેટલેક ભાગ લક્ષપૂર્વક કાર્યોત્સર્ગમાં રેક; અને કેટલેક ભાગ મહાપુરુષોનાં ચરિત્રકથામાં ઉપગપૂર્વક રોકે. પરંતુ જેમ બને તેમ વિવેકથી અને ઉત્સાહથી સામાયિકીકાળ વ્યતીત કરો. કંઈ સાહિત્ય ન હોય તે પંચપરમેષ્ટીમંત્રને જાપ જ ઉત્સાહપૂર્વક કર. પણ વ્યર્થ કાળ કાઢી નાખવે નહીં. ધીરજથી, શાંતિથી અને યત્નાથી સામાયિક કરવું. જેમ બને તેમ સામાયિકમાં શાસ્ત્રપરિચય વધાર.
સાઠ ઘડીના વખતમાંથી બે ઘડી અવશ્ય બચાવી સામાયિક તે સદ્દભાવથી કરવું.
( શિક્ષાપાઠ ૪૦. પ્રતિક્રમણ વિચાર પ્રતિક્રમણ એટલે સામું જવું–સ્મરણ કરી જવું–ફરીથી જઈ જવું–એમ એને અર્થ થઈ શકે છે. જે દિવસે જે વખતે પ્રતિક્રમણ કરવા બેઠા તે વખતની અગાઉ તે દિવસે જે જે દોષ થયા છે તે એક પછી એક જોઈ જવા અને તેને પશ્ચાત્તાપ કરે કે દોષનું સ્મરણ કરી જવું વગેરે સામાન્ય અર્થ પણ છે.”
ઉત્તમ મુનિઓ અને ભાવિક શ્રાવકો સંધ્યાકાળે અને રાત્રિના પાછળના ભાગમાં દિવસે અને રાત્રે એમ અનુક્રમે થયેલા દેષને પશ્ચાત્તાપ કે ક્ષમાપના ઈચ્છે છે, એનું નામ અહીં આગળ પ્રતિક્રમણ છે. એ પ્રતિક્રમણ આપણે પણ અવશ્ય કરવું; કારણ આત્મા મન, વચન અને કાયાના યેગથી અનેક પ્રકારનાં કર્મ બાંધે છે. પ્રતિક્રમણુસૂત્રમાં એનું દહન કરેલું છે, જેથી દિવસરાત્રિમાં થયેલા પાપને પશ્ચાત્તાપ તે વડે થઈ શકે છે. શુદ્ધભાવ વડે કરી પશ્ચાત્તાપ કરવાથી લેશ પાપ થતાં પરલેકભય અને અનુકંપા છૂટે છે, આત્મા કેમળ થાય છે. ત્યાગવા ગ્ય વસ્તુને વિવેક આવતે જાય છે. ભગવાન સાક્ષીએ અજ્ઞાન છે. જે જે દેષ વિસ્મરણ થયા હોય તેને પશ્ચાત્તાપ પણ થઈ શકે છે. આમ એ નિર્જરા કરવાનું ઉત્તમ સાધન છે.
એનું “આવશ્યક એવું પણ નામ છે. આવશ્યક એટલે અવશ્ય કરીને કરવા ગ્ય; એ સત્ય છે. તે વડે આત્માની મલિનતા ખસે છે, માટે અવશ્ય કરવા યોગ્ય જ છે.
સાયંકાળે જે પ્રતિક્રમણ કરવામાં આવે છે તેનું નામ દેવસીય પડિકામણું એટલે દિવસસંબંધી પાપને પશ્ચાત્તાપ; અને રાત્રિના પાછલા ભાગમાં જે પ્રતિક્રમણ કરવામાં આવે છે તે રાઈ પડિકકમણું કહેવાય છે. દેવસીય અને રાઈ એ પ્રાકૃત ભાષાના શબ્દો છે. પખવાડિયે કરવાનું પ્રતિક્રમણ તે પાક્ષિક અને સંવત્સરે કરવાનું તે સાંવત્સરિક કહેવાય છે. પુરુષોએ યોજનાથી બાંધેલે એ સુંદર નિયમ છે.
કેટલાક સામાન્ય બુદ્ધિમાને એમ કહે છે કે દિવસ અને રાત્રિનું સવારે પ્રાયશ્ચિત્તરૂપ
દિ આ૦ પાઠા ૦–૧. “ભાવની અપેક્ષાએ જે દિવસે જે વખતે પ્રતિક્રમણ કરવાનું થાય, તે વખતની અગાઉ અથવા તે દિવસે જે જે દોષ થયા હોય તે એક પછી એક અંતરાત્મભાવે જોઈ જવા અને તેને પશ્ચાત્તાપ કરી દોષથી પાછું વળવું તે પ્રતિક્રમણ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org