________________
૭૮
શ્રીમદ્ રાજચંદ્ર ભગવંતે બેધેલી સ્થળ અને સૂકમ દયા પ્રત્યે જ્યાં બેદરકારી છે ત્યાં બહુ દોષથી પાળી શકાય છે. એ નાની ન્યૂનતાને લીધે છે. ઉતાવળી અને વેગભરી ચાલ, પાણી ગળી તેને સંખાર રાખવાની અપૂર્ણ વિધિ, કાષ્ટાદિક ઇંધનને વગર ખંખેર્યો, વગર જોયે ઉપયોગ, અનાજમાં રહેલા સૂક્ષમ જંતુઓના અપૂણે તપાસ, પૂજ્યમમાર્યા વગર રહેવા દીધેલા ઠામ, અસ્વચ્છ રાખેલા એરડા, આંગણામાં પાણીનું ઢળવું, એંઠનું રાખી મૂકવું, પાટલા વગર ધખધખતી થાળી નીચે મૂકવી, એથી પિતાને અસ્વચ્છતા, અગવડ, અનારેગ્યતા ઇત્યાદિક ફળ થાય છે, અને મહાપાપનાં કારણ પણ થઈ પડે છે. એ માટે થઈને કહેવાને બોધ કે ચાલવામાં, બેસવામાં, ઊઠવામાં, જમવામાં અને બીજા હરેક પ્રકારમાં યત્નાનો ઉપગ કરવો. એથી દ્રવ્ય અને ભાવે બન્ને પ્રકારે લાભ છે. ચાલ ધીમી અને ગંભીર રાખવી, ઘર સ્વચ્છ રાખવાં, પાણી વિધિસહિત ગળાવવું, કાષ્ટાદિક ઈધન ખંખેરીને નાંખવા એ કંઈ આપણને અગવડ પડતું કામ નથી, તેમ તેમાં વિશેષ વખત જતો નથી. એવા નિયમો દાખલ કરી દીધા પછી પાળવા મુશ્કેલ નથી. એથી બિચારા અસંખ્યાત નિરપરાધી જંતુઓ બચે છે.
પ્રત્યેક કામ યત્નાપૂર્વક જ કરવું એ વિવેકી શ્રાવકનું કર્તવ્ય છે.
( શિક્ષાપાઠ ૨૮. રાત્રિભોજન અહિંસાદિક પંચ મહાવ્રત જેવું ભગવાને રાત્રિભેજનત્યાગવત કહ્યું છે. રાત્રિમાં જે ચાર પ્રકારના આહાર છે તે અભક્ષરૂપ છે. જે જાતિનો આહારને રંગ હોય છે, તે જાતિના તમસ્કાય નામના જીવ તે આહારમાં ઉત્પન્ન થાય છે. રાત્રિભેજનમાં એ સિવાય પણ અનેક દોષ રહ્યા છે. રાત્રે જમનારને રઈને માટે અગ્નિ સળગાવવી પડે છે, ત્યારે સમીપની ભીંત પર રહેલાં નિરપરાધી સૂક્ષ્મ જંતુઓ નાશ પામે છે. ઈધનને માટે આણેલાં કાષ્ઠાદિકમાં રહેલાં જંતુઓ રાત્રિએ નહીં દેખાવાથી નાશ પામે છે તેમજ સર્પના ઝેરને, કોળિયાની લાળને અને મછરાદિક સૂક્ષ્મ જંતુનો પણ ભય રહે છે. વખતે એ કુટુંબાદિકને ભયંકર રોગનું કારણ પણ થઈ પડે છે.
રાત્રિભેજનનો પુરાણાદિક મતમાં પણ સામાન્ય આચારને ખાતર ત્યાગ કર્યો છે, છતાં તેઓમાં પરંપરાની રૂઢિથી કરીને રાત્રિભોજન પેસી ગયું છે, પણ એ નિષેધક તે છે જ.
શરીરની અંદર બે પ્રકારનાં કમળ છે, તે સૂર્યના અસ્તથી સંકોચ પામી જાય છે એથી કરીને રાત્રિભેજનમાં સૂક્ષ્મ જીવભક્ષણરૂપ અહિત થાય છે, જે મહારેગનું કારણ છે એ કેટલેક સ્થળે આયુર્વેદને પણ મત છે.
સત્પષે તે દિવસ બે ઘડી રહે ત્યારે વાળુ કરે; અને બે ઘડી દિવસ ચઢ્યા પહેલાં ગમે તે જાતને આહાર કરે નહીં. રાત્રિભેજનને માટે વિશેષ વિચાર મુનિસમાગમથી કે શાસ્ત્રથી જાણવો. એ સંબંધી બહુ સૂક્ષમ ભેદ જાણવા અવશ્યના છે. ચારે પ્રકારના આહાર રાત્રિને વિષે ત્યાગવાથી મહદુફળ છે. એ જિનવચન છે.
શિક્ષાપાઠ ર૯, સર્વ જીવની રક્ષા-ભાગ ૧ દયા જે એકે ધર્મ નથી. દયા એ જ ધર્મનું સ્વરૂપ છે. જ્યાં દયા નથી ત્યાં ધર્મ નથી. જગતિતળમાં એવા અનર્થકારક ધર્મમાં પડ્યા છે કે, જેઓ જીવને હણતાં લેશ પાપ થતું નથી, બહુ તે મનુષ્યદેહની રક્ષા કરે, એમ કહે છે; તેમ એ ધર્મમતવાળા ઝનૂની અને મદાંધ છે, અને દયાનું લેશ સ્વરૂપ પણ જાણતા નથી. એઓ જે પોતાનું હૃદયપટ પ્રકાશમાં મૂકીને વિચારે તે અવશ્ય તેમને જણાશે કે એક સૂક્ષ્મમાં સૂક્ષ્મ જંતુને હણવામાં પણ મહાપાપ છે. જે મને મારો આત્મા પ્રિય છે તે તેને પણ તેને આત્મા પ્રિય છે. હું મારા લેશ વ્યસન ખાતર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org