________________
વર્ષ ૧૭ મું
જિજ્ઞાસુ— ભાઈ, ત્યારે પૂજ્ય કાણુ અને ભક્તિ કોની કરવી કે જે વડે આત્મા સ્વશક્તિના પ્રકાશ કરે ?
સત્ય
શુદ્ધ સચ્ચિદાનંદસ્વરૂપ અનંત સિદ્ધની' ભક્તિથી, તેમજ સર્વષણુરહિત, કર્મમલહીન, મુક્ત, નીરાગી, સકળભયરહિત, સર્વજ્ઞ, સર્વદર્શી જિનેશ્વર ભગવાનની ભક્તિથી આત્મશક્તિ પ્રકાશ પામે છે.
જિજ્ઞાસુ— એએની ભક્તિ કરવાથી આપણને તે મેક્ષ આપે છે એમ માનવું ખરું ? સત્ય— ભાઈ જિજ્ઞાસુ, તે અનંતજ્ઞાની ભગવાન તેા નીરાગી અને નિર્વિકાર છે. એને સ્તુતિ, નિંદાનું આપણને કંઈ ફળ આપવાનું પ્રયાજન નથી. આપણા આત્મા, જે કર્મદળથી ઘેરાયેલેા છે, તેમજ અજ્ઞાની અને માહાંધ થયેલા છે, તે ટાળવા અનુપમ પુરુષાર્થની આવશ્યકતા છે. સર્વ કર્મઢળ ક્ષય કરી ૨અનંત જીવન, અનંત વીર્ય, અનંત જ્ઞાન અને અનંત દર્શનથી સ્વસ્વરૂપમય થયા' એવા જિનેશ્વરનું સ્વરૂપ આત્માની નિશ્ચયનયે રિદ્ધિ હાવાથી ૩એ પુરુષાર્થતા આપે છે, વિકારથી વિરક્ત કરે છે, શાંતિ અને નિર્જરા આપે છે. તરવાર હાથમાં લેવાથી જેમ શૌર્ય અને ભાંગથી નશા ઉત્પન્ન થાય છે, તેમ એ ગુણચિંતવનથી આત્મા સ્વસ્વરૂપાનંદની શ્રેણિએ ચઢતા જાય છે. દર્પણુ હાથમાં લેતાં જેમ મુખાકૃતિનું ભાન થાય છે તેમ સિદ્ધ કે જિનેશ્વરરવરૂપનાં ચિંતવનરૂપ દર્પણથી આત્મસ્વરૂપનું ભાન થાય છે.
૬૭
શિક્ષાપાઠ ૧૪. જિનેશ્વરની ભક્તિ – ભાગ ૨
જિજ્ઞાસુ— આર્ય સત્ય ! સિદ્ધસ્વરૂપ પામેલા તે જિનેશ્વર નામથી ભક્તિ કરવાની કંઇ જરૂર છે?
સત્ય–– હા, અવશ્ય છે. અનંત સિદ્ધસ્વરૂપને ધ્યાતાં જે શુદ્ધસ્વરૂપના વિચાર થાય તે તે કાર્ય પરંતુ એ જે જે વડે તે સ્વરૂપને પામ્યા તે કારણુ કયું ? એ વિચારતાં ઉગ્ર તપ, મહાન વૈરાગ્ય, અનંત દયા, મહાન ધ્યાન એ સઘળાંનું સ્મરણ થશે. એએનાં અર્હત્ તીર્થંકરપદમાં જે નામથી તેએ વિહાર કરતા હતા તે નામથી તેઓના પવિત્ર આચાર અને પવિત્ર ચરિત્રો અંતઃકરણમાં ઉદય પામશે, જે ઉદય પરિણામે મહા લાભદાયક છે. જેમ મહાવીરનું પવિત્ર નામ સ્મરણ કરવાથી તેઓ કોણ ? ક્યારે ? કેવા પ્રકારે સિદ્ધિ પામ્યા ? એ ચરિત્રોની સ્મૃતિ થશે; અને એથી આપણે વૈરાગ્ય, વિવેક ઇત્યાદિકના ઉદય પામીએ.
જિજ્ઞાસુ— પણ લોગસ્સમાં તે ચાવીશ જિનેશ્વરનાં નામ સૂચવન કર્યો છે? એના હેતુ શે! છે તે મને સમજાવે.
Jain Education International
સઘળા પૂજ્ય છે; ત્યારે
સત્ય— આ કાળમાં આ ક્ષેત્રમાં જે ચાવીશ જિનેશ્વરા થયા એમનાં નામનું સ્મરણ, ચરિત્રોનું સ્મરણ કરવાથી શુદ્ધ તત્ત્વના લાભ થાય એ એના હેતુ છે. વૈરાગીનું ચરિત્ર વૈરાગ્ય બાધે છે. અનંત ચાવીશીનાં અનંત નામ સિદ્ધ સ્વરૂપમાં સમદ્રે આવી જાય છે. વર્તમાનકાળના ચેાવીશ તીર્થંકરનાં
નામ આ કાળે લેવાથી કાળની સ્થિતિનું બહુ સૂક્ષ્મ જ્ઞાન પણ સાંભરી આવે છે. જેમ એએનાં નામ આ કાળમાં લેવાય છે, તેમ ચાવીશી ચાવીશીનાં નામ કાળ ફરતાં અને ચેાવીશી ક્રતાં લેવાતાં જાય છે. એટલે અમુક નામ લેવાં એમ કંઇ નિશ્ચય નથી; પરંતુ તેના ગુણુ અને પુરુષાર્થસ્મૃતિ માટે વર્તતી ચાવીશીની સ્મૃતિ કરવી એમ તત્ત્વ રહ્યું છે. તેનાં જન્મ, વિહાર, ઉપદેશ એ
॰િ આ॰ પાઠા૦ – ૧. ‘સિદ્ધ ભગવાનની.' ૨.. અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત ચારિત્ર, અનંત વીર્ય, અને સ્વસ્વરૂપમય થયા.’૩. ‘તે ભગવાનનું સ્મરણ, ચિંતવન, ધ્યાન અને ભક્તિ એ પુરુષાર્થતા
આપે છે.'
For Private & Personal Use Only
www.jainelibrary.org