________________
વર્ષ ૧૩ મું અને એથી જુલમ, અનીતિ, લાંચ તેમજ અન્યાય કરવા પડે છે કે થાય છે, કહો ત્યારે એમાંથી મહત્તા શાની થાય છે? માત્ર પાપજન્ય કર્મની. પાપી કર્મ વડે કરી આત્માની નીચ ગતિ થાય છે; નીચ ગતિ છે ત્યાં મહત્તા નથી પણ લઘુતા છે.
આત્માની મહત્તા તે સત્યવચન, દયા, ક્ષમા, પરોપકાર અને સમતામાં રહી છે. લક્ષ્મી ઈ. એ તે કર્મમહત્તા છે. એમ છતાં લક્ષ્મીથી શાણ પુરુષે દાન દે છે. ઉત્તમ વિદ્યાશાળાઓ સ્થાપી પરદુઃખભંજન થાય છે. એક સ્ત્રીથી કરીને તેમાં માત્ર વૃત્તિ રોકી પરસ્ત્રી તરફ પુત્રીભાવથી જુએ છે. કુટુંબ વડે કરીને અમુક સમુદાયનું હિતકામ કરે છે. પુત્ર વડે તેને સંસારભાર આપી પિતે ધર્મમાર્ગમાં પ્રવેશ કરે છે. અધિકારથી ડહાપણ વડે આચરણ કરી રાજપ્રજા બનેનું હિત કરી ધર્મનીતિને પ્રકાશ કરે છે. એમ કરવાથી કેટલીક ખરી મહત્તા પમાય છે; છતાં એ મહત્તા ચક્કસ નથી. મરણુભય માથે રહ્યો છે. ધારણ ધરી રહે છે. જેલી યોજના કે વિવેક વખતે હદયમાંથી જતે રહે એવી સંસારમેહિની છે; એથી આપણે એમ નિઃસંશય સમજવું કે સત્યવચન, દયા, ક્ષમા, બ્રહ્મચર્ય અને સમતા જેવી આત્મહત્તા કોઈ સ્થળે નથી. શુદ્ધ પંચ મહાવ્રતધારી ભિક્ષુકે જે રિદ્ધિ અને મહત્તા મેળવી છે તે બ્રહ્મદત્ત જેવા ચક્રવર્તીએ લમી, કુટુંબ, પુત્ર કે અધિકારથી મેળવી નથી, એમ મારું માનવું છે !
( શિક્ષાપાઠ ૧૭. બાહુબળ બાહુબળ એટલે પિતાની ભુજાનું બળ એમ અહીં અર્થ કરવાનું નથી, કારણું બાહુબળ નામના મહાપુરુષનું આ એક નાનું પણ અભુત ચરિત્ર છે.
રાષભદેવજી ભગવાન સર્વસંગ પરિત્યાગ કરી ભરત, બાહુબળ નામના પિતાના બે પુત્રને રાજ્ય સેંપી વિહાર કરતા હતા. ત્યારે ભરતેશ્વર ચક્રવતી થયે. આયુધશાળામાં ચકની ઉત્પત્તિ થયા પછી પ્રત્યેક રાજ્ય પર પિતાની આસ્રાય બેસાડી અને છ ખંડની પ્રભુતા મેળવી. માત્ર બાહુબળે જ એ પ્રભુતા અંગીકાર ન કરી એથી પરિણામમાં ભરતેશ્વર અને બાહબળને યુદ્ધ મંડાયું. ઘણા વખત સુધી ભરતેશ્વર કે બાહુબળ એ બન્નેમાંથી એકે હક્યા નહીં, ત્યારે ક્રોધાવેશમાં આવી જઈ ભરતેશ્વરે બાહુબળ પર ચક મૂકહ્યું. એક વીર્યથી ઉત્પન્ન થયેલા ભાઈ પર તે ચક્ર પ્રભાવ ન કરી શકે, એ નિયમથી ફરીને પાછું ભરતેશ્વરના હાથમાં આવ્યું. ભરતે ચક્ર મૂકવાથી બાહુબળને બહુ ક્રોધ આવ્યો. તેણે મહા બળવત્તર મુષ્ટિ ઉપાડી. તત્કાળ ત્યાં તેની ભાવનાનું સ્વરૂપ ફર્યું. તે વિચારી ગયો કે “હું આ બહુ નિંદનીય કરું છું. આનું પરિણામ કેવું દુઃખદાયક છે! ભલે ભરતેશ્વર રાજ્ય ભગવો. મિથ્યા પરસ્પરને નાશ શા માટે કરો? આ મુષ્ટિ મારવી યોગ્ય નથી, તેમ ઉગામી તે હવે પાછી વાળવી પણ નથી.” એમ કહી તેણે પંચમુષ્ટિ કેશલુચન કર્યું અને ત્યાંથી મુનિત્વભાવે ચાલી નીકળ્યો. ભગવાન આદીશ્વર જ્યાં અઠ્ઠાણું દીક્ષિત પુત્રોથી તેમજ આર્ય-આર્યાથી વિહાર કરતા હતા ત્યાં જવા ઈચ્છા કરી, પણ મનમાં માન આવ્યું. ત્યાં હું જઈશ તે મારાથી નાના અઠ્ઠાણું ભાઈઓને વંદન કરવું પડશે. તેથી ત્યાં તે જવું યોગ્ય નથી. પછી વનમાં તે એકાગ્ર ધ્યાને રહ્યો. હળવે હળવે બાર માસ થઈ ગયા. મહાતપથી કાયા હાડકાંને માળ થઈ ગઈ. તે સૂકા ઝાડ જે દેખાવા લાગે; પરંતુ જ્યાં સુધી માનને અંકુર તેના અંતઃકરણથી ખસ્ય નહોતે ત્યાં સુધી તે સિદ્ધિ ન પામે. બ્રાહ્મી અને સુંદરીએ આવીને તેને ઉપદેશ કર્યો, “આર્ય વીર ! હવે મદોન્મત્ત હાથી પરથી ઊતરે; એનાથી તે બહુ શેખ્યું.” એઓનાં આ વચનેથી બાહુબળ વિચારમાં પડ્યો. વિચારતાં વિચારતાં તેને ભાન થયું કે “સત્ય છે. હું માનરૂપી મદોન્મત્ત હાથી પરથી હજુ કયાં ઊતર્યો છું?
| દિવ આ૦ પાઠ૦–૧. “એક પરણેલી સ્ત્રીમાં જ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org