________________
૬૮
શ્રીમદ્ રાજચંદ્ર
સઘળું નામનિશ્ચેષે જાણી શકાય છે. એ વડે આપણા આત્મા પ્રકાશ પામે છે. સર્પ જેમ મેરલીના નાદથી જાગૃત થાય છે, તેમ આત્મા પોતાની સત્ય રિદ્ધિ સાંભળતાં મેહનિદ્રાથી જાગૃત થાય છે. જિજ્ઞાસુ–– મને તમે જિનેશ્વરની ભક્તિ સંબંધી બહુ ઉત્તમ કારણુ કહ્યું. આધુનિક કેળવણીથી જિનેશ્વરની ભક્તિ કંઈ ફળદાયક નથી એમ મને આસ્થા થઈ હતી તે નાશ પામી છે. જિનેશ્વર ભગવાનની અવશ્ય ભક્તિ કરવી જોઇએ એ હું માન્ય રાખું છું.
સત્ય— જિનેશ્વર ભગવાનની ભક્તિથી અનુપમ લાભ છે. એનાં કારણ મહાન છે; ‘એના ઉપકારથી એની ભક્તિ અવશ્ય કરવી જોઇએ. એ એના પુરુષાર્થનું સ્મરણ થાય એથી કલ્યાણુ થાય છે. વગેરે વગેરે મેં માત્ર સામાન્ય કારણેા યથામતિ કહ્યાં છે. તે અન્ય ભાવિકાને પણ સુખદાયક થાઓ.'૧
શિક્ષાપાઠ ૧૫. ભક્તિના ઉપદેશ તાટક છંદ )
શુભ શીતળતામય છાંય રહી, મનવાંછિત જ્યાં ફળપંક્તિ કહી; જિનભક્તિ ગ્રહેા તરુ કલ્પ અહા, ભજીને ભગવંત ભવંત લહેા. ૧ નિજ આત્મસ્વરૂપ મુદ્દા પ્રગટે, " મનતાપ ઉતાપ તમામ મટે;
અતિ નિર્જરતા વણુદામ ગ્રહેા, ભōને ભગવંત ભવંત લહેા. ૨ સમભાવૈં સદા પરિણામ થશે, જડ મંદ અધોગતિ જન્મ જશે;
શુભ મંગળ આ પરિપૂર્ણ ચહેા, ભાઁને ભગવંત ભવંત લહેા. ૩ શુભ ભાવ વડે મન શુદ્ધ કરેા, નવકાર મહાપદને સમરે;
નહિ એહ સમાન સુમંત્ર કહેા, ભજીને ભગવંત ભવંત લહેા. ૪ કરશે! ક્ષય કેવળ રાગ કથા, ધરશેા શુભ તત્ત્વસ્વરૂપ યથા;
નૃપચંદ્ર પ્રપંચ અનંત દહેા, ભને ભગવંત ભવંત લહેા. ૫
શિક્ષાપાઠ ૧૬. ખરી મહત્તા
કેટલાક લક્ષ્મીથી કરીને મહત્તા મળે છે એમ માને છે; કેટલાક મહાન કુટુંબથી મહત્તા મળે છે એમ માને છે; કેટલાક પુત્ર વડે કરીને મહત્તા મળે છે એમ માને છે; કેટલાક અધિકારથી મહત્તા મળે છે એમ માને છે. પણ એ એમનું માનવું વિવેકથી જોતાં મિથ્યા છે. એએ જેમાં મહત્તા ઠરાવે છે તેમાં મહત્તા નથી, પણ લઘુતા છે. લક્ષ્મીથી સંસારમાં ખાનપાન, માન, અનુચરા પર આજ્ઞા, વૈભવ, એ સઘળું મળે છે અને એ મહુત્તા છે, એમ તમે માનતા હશેા, પણ એટલેથી એને મહત્તા માનવી જોઇતી નથી. લક્ષ્મી અનેક પાપ વડે કરીને પેદા થાય છે. આવ્યા પછી અભિમાન, બેભાનતા, અને મૂઢતા આપે છે. કુટુંબસમુદાયની મહત્તા મેળવવા માટે તેનું પાલનપેાષણ કરવું પડે છે. તે વડે પાપ અને દુઃખ સહન કરવાં પડે છે. આપણે ઉપાધિથી પાપ કરી એનું ઉદર ભરવું પડે છે. પુત્રથી કરીને કંઈ શાશ્વત નામ રહેતું નથી. એને માટે થઇને પણ અનેક પ્રકારનાં પાપ અને ઉપાધિ વેઠવી પડે છે, છતાં એથી આપણું મંગળ શું થાય છે? અધિકારથી પરતંત્રતા
અમલમદ
દિ॰ આ
પાડા॰ – ૧. ‘તેમના પરમ ઉપકારને લીધે પણ તેની ભક્તિ અવસ્ય કરવી જોઈએ. વળી તેઓના પુરુષાર્થનું સ્મરણ થતાં પણ શુભવૃત્તિઆને ઉદય થાય છે. જેમ જેમ શ્રી જિનના સ્વરૂપમાં વૃત્તિ લય પામે છે, તેમ તેમ પરમ શાંતિ પ્રગટે છે. એમ જિનભક્તિનાં કારણો અત્રે સંક્ષેપમાં કહ્યાં છે, તે આત્માર્થીઓએ વિશેષપણે મનન કરવા યોગ્ય છે.’
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org