________________
શ્રીમદ રાજચંદ્ર શાંત, મધુરી અને કેમળ ભાષા બોલે છે. સશાસ્ત્રનું મનન કરે છે. બને ત્યાં સુધી ઉપજીવિકામાં પણ માયા, કપટ ઈ૦ કરતો નથી. સ્ત્રી, પુત્ર, માત, તાત, મુનિ અને ગુરુ એ સઘળાંને યથાયોગ્ય સન્માન આપે છે. માબાપને ધર્મને બોધ આપે છે. યત્નાથી ઘરની સ્વચ્છતા, રાંધવું, સીંધવું, શયન ઈરખાવે છે. પિતે વિચક્ષણતાથી વતી સ્ત્રીપુત્રને વિનયી અને ધમી કરે છે. સઘળા કુટુંબમાં સંપની વૃદ્ધિ કરે છે. આવેલા અતિથિનું યથાયોગ્ય સન્માન કરે છે. યાચકને ક્ષુધાતુર રાખતા નથી. સપુરુષને સમાગમ અને તેઓને બોધ ધારણ કરે છે. સમર્યાદ, અને સંતોષયુક્ત નિરંતર વર્તે છે. યથાશક્તિ શાસ્ત્રસંચય જેના ઘરમાં રહ્યો છે. અ૯૫ આરંભથી જે વ્યવહાર ચલાવે છે. આ ગૃહસ્થાવાસ ઉત્તમ ગતિનું કારણ થાય એમ જ્ઞાનીઓ કહે છે.
શિક્ષાપાઠ ૧૩. જિનેશ્વરની ભક્તિ-ભાગ ૧ જિજ્ઞાસુ-વિચક્ષણ સત્ય! કોઈ શંકરની, કોઈ બ્રહ્માની, કોઈ વિષ્ણુની, કઈ સૂર્યની, કોઈ અગ્નિની, કોઈ ભવાનીની, કોઈ પેગમ્બરની અને કોઈ ઈસુ ખ્રિસ્તની ભક્તિ કરે છે. એ ભક્તિ કરીને શી આશા રાખતા હશે ?
સત્ય પ્રિય જિજ્ઞાસુ, તે ભાવિક ભક્ષ મેળવવાની પરમ આશાથી એ દેને ભજે છે. જિજ્ઞાસુ–કહો ત્યારે એથી તેઓ ઉત્તમ ગતિ પામે એમ તમારું મત છે?
સત્ય—એઓની ભક્તિ વડે તેઓ મેક્ષ પામે એમ હું કહી શકતો નથી. જેઓને તે પરમેશ્વર કહે છે તેઓ કંઈ મેક્ષને પામ્યા નથી, તે પછી ઉપાસકને એ મેક્ષ ક્યાંથી આપે? શંકર વગેરે કર્મક્ષય કરી શકયા નથી અને દૂષણ સહિત છે, એથી તે પૂજવા યોગ્ય નથી.
જિજ્ઞાસુ-એ દૂષણે કયાં કયાં તે કહો.
સત્ય – “અજ્ઞાન, કામ, હાસ્ય, રતિ, અરતિ વગેરે મળીને અઢાર દૂષણમાંનું એક દૂષણ હોય તો પણ તે અપૂજ્ય છે. એક સમર્થ પંડિતે પણ કહ્યું છે કે, “પરમેશ્વર છું એમ મિથ્યા રીતે મનાવનારા પુરુષો પોતે પિતાને ઠગે છે; કારણ, પડખામાં સ્ત્રી હોવાથી તેઓ વિષયી ઠરે છે; શસ્ત્ર ધારણ કરેલાં હોવાથી તેષી ઠરે છે. જપમાળા ધારણ કર્યાથી તેઓનું ચિત્ત વ્યગ્ર છે એમ સૂચવે છે. “મારે શરણે આવ, હું સર્વ પાપ હરી લઉં” એમ કહેનારા અભિમાની અને નાસ્તિક ઠરે છે. આમ છે તે પછી બીજાને તેઓ કેમ તારી શકે ? વળી, કેટલાક અવતાર લેવારૂપે પરમેશ્વર કહેવરાવે છે તે ‘ત્યાં અમુક કર્મનું પ્રયોજન તે પરથી સિદ્ધ થાય છે.
દિ આ૦ પાઠા – ૧. “અજ્ઞાન, નિદ્રા, મિથ્યાત્વ, રાગ, દ્વેષ, અવિરતિ, ભય, શાક, જુગુપ્સા, દાનાંતરાય, લાભાંતરાય, વાર્યા રાય, ભેગાંતરાય અને ઉપભેગાંતરાય, કામ, હાસ્ય, રતિ અને અરતિ એ અઢાર.” ૨. “ત્યાં તેઓને અમુક કર્મનું ભેગવવું બાકી છે એમ સિદ્ધ થાય છે.'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org