________________
ર
શ્રીમદ્ રાજચંદ્ર
ત્યાં રિદ્ધિથી પરિપૂર્ણ ધનસંચય નામને મારા પિતા રહેતા હતા. મહારાજા ! યૌવનવયના પ્રથમ ભાગમાં મારી આંખેા અતિ વેદનાથી ઘેરાઈ; આખે શરીરે અગ્નિ ખળવા મંડ્યો; શસ્ત્રથી પણ અતિશય તીક્ષ્ણ તે રાગ વૈરીની પેઠે મારા પર કોપાયમાન થયા. મારું મસ્તક તે આંખની અસહ્ય વેદનાથી દુખવા લાગ્યું. વજ્રના પ્રહાર સરખી, બીજાને પણ રૌદ્ર ભય ઉપજાવનારી, એવી તે દારુણ વેદનાથી હું અત્યંત શાકમાં હતા. સંખ્યાબંધ વૈદ્યશાસ્રનિપુણ વૈદ્યરાજ મારી તે વેદનાના નાશ કરવાને માટે આવ્યા; અનેક ઔષધ ઉપચાર કર્યાં, પણ તે વૃથા ગયા. એ મહા નિપુણુ ગણાતા વૈદ્યરાજે મને તે દરદથી મુક્ત કરી શકયા નહીં, એ જ હે રાજા ! મારું અનાથપણું હતું. મારી આંખની વેદના ટાળવાને માટે મારા પિતાએ સર્વ ધન આપવા માંડ્યું; પણ તેથી કરીને મારી તે વેદના ટળી નહીં, હે રાજા ! એ જ મારું અનાથપણું હતું. મારી માતા પુત્રના શેાકે કરીને અતિ દુઃખાસ્તે થઇ; પરંતુ તે પણ મને તે દરદથી મુકાવી શકી નહીં, એ જ હે રાજા ! મારું અનાથપણું હતું. એક પેટથી જન્મેલા મારા જ્યેષ્ઠ અને કનિષ્ઠ ભાઈએ પેાતાથી ખનતા પરિશ્રમ કરી ચૂકયા પણ મારી તે વેદના ટળી નહીં, હે રાજા ! એ જ મારું અનાથપણું હતું. એક પેટથી જન્મેલી મારી યેષ્ઠા અને કનિષ્ઠા ભગિનીએથી મારું તે દુઃખ ટળ્યું નહીં. હું મહારાજા ! એ જ મારું અનાથપણું હતું. મારી સ્ત્રી જે પતિવ્રતા, મારા પર અનુરક્ત અને પ્રેમવંતી હતી તે આંસુ ભરી મારું હૈયું પલાળતી હતી. તેણે અન્ન, પાણી અને નાના પ્રકારનાં અંઘાલણુ, ચૂવાદિક સુગંધી પદાર્થ, તેમજ અનેક પ્રકારનાં ફૂલચંદનાદિકનાં જાણીતાં અજાણીતાં વિલેપન કર્યા છતાં, હું તે વિલેપનથી મારા રોગ શમાવી ન શકયો; ક્ષણ પણ અળગી રહેતી નહેાતી એવી તે સ્ત્રી પણ મારા રેગને ટાળી ન શકી, એ જ હું મહારાજા ! મારું અનાથપણું હતું. એમ કેઇના પ્રેમથી, કોઈના ઔષધથી, કોઈના વિલાપથી કે કોઇના પરિશ્રમથી એ રોગ ઉપશમ્યા નહીં. એ વેળા પુનઃ પુનઃ મેં અસહ્ય વેઢના ભાગવી. પછી હું પ્રપંચી સંસારથી ખેદ પામ્યા. એક વાર જો આ મહા વિડંબનામય વેદનાથી મુક્ત થઉં તેા ખંતી, દંતી અને નિરારંભી પ્રવજ્યાને ધારણ કરું, એમ ચિંતવીને શયન કરી ગયા. જ્યારે રાત્રિ અતિક્રમી ગઇ ત્યારે હે મહારાજા ! મારી તે વેદના ક્ષય થઇ ગઈ; અને હું નીરોગી થયા. માત, તાત, સ્વજન, બંધવાદિકને પૂછીને પ્રભાતે મેં મહા ક્ષમાવંત, ઇંદ્રિયને નિગ્રહ કરવાવાળું, આરંભેાપાધિથી રહિત એવું અણગારત્વ ધારણ કર્યું.
શિક્ષાપાઠ ૭, અનાથી મુનિ—ભાગ ૩
હે શ્રેણિક રાજા ! ત્યાર પછી હું આત્મા પરાત્માના નાથ થયા. હવે હું સર્વ પ્રકારના જીવના નાથ છું. તું જે શંકા પામ્યા હતા તે હવે ટળી ગઇ હશે. એમ આખું જગત ચક્રવતી પર્યંત અશરણ અને અનાથ છે. જ્યાં ઉપાધિ છે ત્યાં અનાથતા છે; માટે હું કહું છું કથન તું મનન કરી જજે. નિશ્ચય માનજે કે, આપણા આત્મા જ દુઃખની ભરેલી વૈતરણીનેા કરનાર છે; આપણા આત્મા જ ક્રૂર શાલિ વૃક્ષનાં દુઃખનેા ઉપજાવનાર છે. આપણા આત્મા જ વાંછિત વસ્તુરૂપી દૂધની દેવાવાળી કામધેનુ ગાયનાં સુખના ઉપજાવનાર છે; આપણેા આત્મા જ નંદનવનની પેઠે આનંદકારી છે; આપણા આત્મા જ કર્મના કરનાર છે, આપણેા આત્મા જ તે કર્મના ટાળનાર છે. આપણા આત્મા જ દુઃખાપાર્જન કરનાર છે. આપણા આત્મા જ સુખાપાર્જન કરનાર છે. આપણેા આત્મા જ મિત્ર ને આપણા આત્મા જ વૈરી છે. આપણા આત્મા જ કનિષ્ઠ આચારે સ્થિત અને આપણે આત્મા જ નિર્મળ આચારે સ્થિત રહે છે.”
એમ આત્મપ્રકાશક બાધ શ્રેણિકને તે અનાથી મુનિએ આપ્યા. શ્રેણિક રાજા બહુ સંતેષ પામ્યા. બે હાથવી અંજલિ કરીને તે એમ ખેલ્યા કે, હે ભગવન્ ! તમે મને ભલી રીતે ઉપદેશ્યા;
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org