________________
વર્ષ ૧૩ મું નામના વનમાં નીકળી પડ્યો. વનની વિચિત્રતા મનેહારિણી હતી. નાના પ્રકારનાં વૃક્ષે ત્યાં આવી રહ્યાં હતાં નાના પ્રકારની કોમળ વેલીઓ ઘટાટોપ થઈ રહી હતી, નાના પ્રકારનાં પંખીઓ આનંદથી તેનું સેવન કરતાં હતાં; નાના પ્રકારનાં પક્ષીઓનાં મધુરાં ગાયન ત્યાં સંભળાતાં હતાં; નાના પ્રકારનાં ફૂલથી તે વન છવાઈ રહ્યું હતું, નાના પ્રકારનાં જલનાં ઝરણું ત્યાં વહેતાં હતાં; ટૂંકામાં એ વન નંદનવન જેવું લાગતું હતું. તે વનમાં એક ઝાડ તળે મહાસમાધિવંત પણ સુકુમાર અને સુચિત મુનિને તે શ્રેણિકે બેઠેલે દીઠે. એનું રૂપ જોઈને તે રાજા અત્યંત આનંદ પામે. ઉપમારહિત રૂપથી વિસ્મિત થઈને મનમાં તેની પ્રશંસા કરવા લાગ્યું ઃ આ મુનિને કે અદૂભુત વર્ણ છે! એનું કેવું મનહર રૂપ છે! એની કેવી અદ્ભુત સૌમ્યતા છે! આ કેવી વિસ્મયકારક ક્ષમાને ધરનાર છે ! આના અંગથી વૈરાગ્યને કે ઉત્તમ પ્રકાશ છે! આની કેવી નિર્લોભતા જણાય છે ! આ સંયતિ કેવું નિર્ભય નમ્રપણું ધરાવે છે! એ ભેગથી કે વિરક્ત છે! એમ ચિતવત ચિતવતે, મુદિત થતું થત, સ્તુતિ કરતે કરતે, ધીમેથી ચાલતા ચાલત, પ્રદક્ષિણા દઈને તે મુનિને વંદન કરીને અતિ સમીપ નહીં તેમ અતિ દૂર નહીં એમ તે શ્રેણિક બેઠો. પછી બે હાથની અંજલિ કરીને વિનયથી તેણે તે મુનિને પૂછ્યું કે “હે આર્ય! તમે પ્રશંસા કરવા યોગ્ય એવા તરુણ છે, ભેગવિલાસને માટે તમારી વય અનુકૂળ છે; સંસારમાં નાના પ્રકારનાં સુખ રહ્યાં છે, ઋતુ ગાતુના કામગ, જળ સંબંધીના વિલાસ, તેમજ મનેહારિણી સ્ત્રીઓનાં મુખવચનનું મધુરું શ્રવણ છતાં એ સઘળાંને ત્યાગ કરીને મુનિત્વમાં તમે મહા ઉદ્યમ કરે છે એનું શું કારણ? તે મને અનુગ્રહથી કહો.” આવાં વચન સાંભળીને મુનિએ કહ્યું : “હે રાજા! હું અનાથ હતે. મને અપૂર્વ વસ્તુને પ્રાપ્ત કરાવનાર તથા ગક્ષેમને કરનાર, મારા પર અનુકંપા આણનાર, કરુણાથી કરીને પરમસુખને દેનાર, એ મારે કઈ મિત્ર થયે નહીં, એ કારણ મારા અનાથીપણાનું હતું.”
શિક્ષાપાઠ ૬. અનાથી મુનિ-ભાગ ૨ શ્રેણિક, મુનિનાં ભાષણથી સ્મિત હસીને બે : “તમારે મહા રિદ્ધિવંતને નાથ કેમ ન હોય? જે કઈ નાથ નથી તે હું થઉં છું. હે ભયત્રાણુ! તમે ભેગ ભેગ. હે સંયતિ! મિત્ર, જ્ઞાતિએ કરીને દુર્લભ છે એવો તમારે મનુષ્યભવ સુલભ કરે!” અનાથીએ કહ્યું: “અરે શ્રેણિક રાજા! પણ તું પિતે અનાથ છે તે મારે નાથ શું થઈશ ? નિર્ધન તે ધનાઢ્ય ક્યાંથી બનાવે? અબુધ તે બુદ્ધિદાન ક્યાંથી આપે? અજ્ઞ તે વિદ્વત્તા કયાંથી દે? વંધ્યા તે સંતાન કયાંથી આપે? જ્યારે તું પોતે અનાથ છે, ત્યારે મારો નાથ ક્યાંથી થઈશ ?” મુનિનાં વચનથી રાજા અતિ આકુળ અને અતિ વિસ્મિત થયે. કેઈ કાળે જે વચનનું શ્રવણ થયું નથી તે વચનનું યતિમુખથી શ્રવણ થયું એથી તે શંકિત થયે અને બોલ્યો : “હું અનેક પ્રકારના અશ્વને ભેગી છું, અનેક પ્રકારના મદોન્મત્ત હાથીઓને ધણી છું, અનેક પ્રકારની સેના અને આધીન છે; નગર, ગ્રામ, અંતઃપુર અને ચતુષ્પાદની મારે કંઈ ન્યૂનતા નથી; મનુષ્ય સંબંધી સઘળા પ્રકારના ભેગ હું પામ્યું છું અનુચરે મારી આજ્ઞાને રૂડી રીતે આરાધે છે; પાંચે પ્રકારની સંપત્તિ મારે ઘેર છે, અનેક મનવાંછિત વસ્તુઓ મારી સમીપે રહે છે. આ હું મહાન છતાં અનાથ કેમ હોઉં? રખે હે ભગવાન ! તમે મૃષા બોલતા હો.” મુનિએ કહ્યું : “રાજા! મારું કહેવું તું ન્યાયપૂર્વક સમયે નથી. હવે હું જેમ અનાથ થયે; અને જેમ મેં સંસાર ત્યાગે તેમ તને કહું છું. તે એકાગ્ર અને સાવધાન ચિત્તથી સાંભળ. સાંભળીને પછી તારી શંકાને સત્યાસત્ય નિર્ણય કરજે:
કૌશાંબી નામે અતિ જીર્ણ અને વિવિધ પ્રકારની ભવ્યતાથી ભરેલી એક સુંદર નગરી છે.
Jain Education International
* For Private & Personal Use Only
www.jainelibrary.org