________________
શ્રીમદ્ રાજચંદ્ર એક ગર્ભાધાનથી હરા, એક જન્મે કે મૂઓ, એક મૂએલે અવતર્યો, એક સે વર્ષનો વૃદ્ધ થઈને મરે છે.
કેઈનાં મુખ, ભાષા અને સ્થિતિ સરખાં નથી. મૂર્ખ રાજગાદી પર ખમા ખમાથી વધાવાયા છે, સમર્થ વિદ્વાને ધક્કા ખાય છે!
આમ આખા જગતની વિચિત્રતા ભિન્નભિન્ન પ્રકારે તમે જુઓ છો; એ ઉપરથી તમને કંઈ વિચાર આવે છે? મેં કહ્યું છે, છતાં વિચાર આવતું હોય તે કહે તે શા વડે થાય છે?
પિતાનાં બાંધેલાં શુભાશુભ કર્મ વડે. કર્મ વડે આ સંસાર ભમ પડે છે. પરભવ નહીં માનનાર પિતે એ વિચાર શા વડે કરે છે? એ વિચારે તે આપણી આ વાત એ પણ માન્ય રાખે.
શિક્ષાપાઠ ૪. માનવદેહ તમે સાંભળ્યું તે હશે કે વિદ્વાને માનવદેહને બીજા સઘળા દેહ કરતાં ઉત્તમ કહે છે. પણ ઉત્તમ કહેવાનું કારણ તમારા જાણવામાં નહીં હોય માટે લે હું કહું.
આ સંસાર બહુ દુઃખથી ભરેલું છે. એમાંથી જ્ઞાનીઓ તરીને પાર પામવા પ્રયજન કરે છે. મોક્ષને સાધી તેઓ અનંત સુખમાં વિરાજમાન થાય છે. એ મોક્ષ બીજા કેઈ દેહથી મળનાર નથી. દેવ, તિર્યંચ કે નરક એ એક્ટ ગતિથી મેક્ષ નથી; માત્ર માનવદેહથી મોક્ષ છે.
ત્યારે તમે પૂછશે કે સઘળાં માનવીઓને મેક્ષ કેમ થતું નથી? એને ઉત્તર પણ હું કહી દઉં. જેમાં માનવપણું સમજે છે તેઓ સંસારશેકને તરી જાય છે. માનવપણું વિદ્વાને એને કહે છે કે, જેનામાં વિવેકબુદ્ધિ ઉદય પામી હોય. તે વડે સત્યાસત્યને નિર્ણય સમજીને પરમ તત્ત્વ, ઉત્તમ આચાર અને સધર્મનું સેવન કરીને તેઓ અનુપમ મેક્ષને પામે છે. મનુષ્યના શરીરના દેખાવ ઉપરથી વિદ્વાને તેને મનુષ્ય કહેતા નથી, પરંતુ તેને વિવેકને લઈને કહે છે. બે હાથ, બે પગ, બે આંખ, બે કાન, એક મુખ, બે હઠ અને એક નાક એ જેને હોય તેને મનુષ્ય કહે એમ આપણે સમજવું નહીં. જે એમ સમજીએ તે પછી વાંદરાને પણ મનુષ્ય ગણવું જોઈએ. એણે પણ એ પ્રમાણે સઘળું પ્રાપ્ત કર્યું છે. વિશેષમાં એક પૂંછડું પણ છે, ત્યારે શું એને મહા મનુષ્ય કહે? નહીં, માનવપણું સમજે તે જ માનવ કહેવાય.
જ્ઞાનીઓ કહે છે કે, એ ભવ બહુ દુર્લભ છે; અતિ પુણ્યના પ્રભાવથી એ દેહ સાંપડે છે, માટે એથી ઉતાવળે આત્મસાર્થક કરી લેવું. અયમંતકુમાર, ગજસુકુમાર જેવાં નાનાં બાળકે પણ માનવપણને સમજવાથી મોક્ષને પામ્યા. મનુષ્યમાં જે શક્તિ વધારે છે તે શક્તિ વડે કરીને મદોન્મત્ત હાથી જેવાં પ્રાણને પણ વશ કરી લે છે, એ જ શક્તિ વડે જે તેઓ પિતાના મનરૂપી હાથીને વશ કરી લે તે કેટલું કલ્યાણ થાય!
કોઈ પણ અન્ય દેહમાં પૂર્ણ સદ્વિવેકને ઉદય થતું નથી અને મેક્ષના રાજમાર્ગમાં પ્રવેશ થઈ શકતું નથી. એથી આપણને મળેલ એ બહુ દુર્લભ માનવદેહ સફળ કરી લે અવશ્યને છે. કેટલાક મૂર્ખ દુરાચારમાં, અજ્ઞાનમાં, વિષયમાં અને અનેક પ્રકારના મદમાં મળેલ માનવદેહ વૃથા ગુમાવે છે. અમૂલ્ય કૌસ્તુભ હારી બેસે છે. એ નામના માનવ ગણાય, બાકી તે વાનરરૂપ જ છે.
મતની પળ નિશ્ચય આપણે જાણી શકતા નથી, માટે જેમ બને તેમ ધર્મમાં ત્વરાથી સાવધાન થવું.
( શિક્ષાપાઠ ૫. અનાથી મુનિ-ભાગ ૧ અનેક પ્રકારની રિદ્ધિવાળે મગધ દેશને શ્રેણિક નામે રાજા અશ્વક્રીડાને માટે મંડિકક્ષ એ ૧. જુઓ ભાવનાબેધ, પંચમચિત્ર-પ્રમાણશિક્ષા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org