________________
શ્રીમદ રાજચંદ્ર પરંતુ નિરર્થક! કેવળ ફેકટ અને વેઠ !! હળવેથી કરી આઘે ખસી જઈ રસ્તે પડું એમ વિચાર ઉઠાવીને હું જ્યાં સામી દ્રષ્ટિ કરું છું તે ત્યાં એક વિકરાળ સિંહરાજને પડેલો દીઠો. રે! હવે તે હું શિયાળાની ટાઢથી પણ સગણ ધ્રુજવા મંડી ગયે. વળી પાછો વિચારમાં પડી ગયો. “ખસકીને પાછો વળું તે કેમ?” એમ લાગ્યું, ત્યાં તો તે તરફમાં ઘેડાની પીઠ પર રહેલી નાગી પણ ભાગની તલવાર દીઠી. એટલે અહીં આગળ હવે મારા વિચાર તે પૂર્ણ થઈ રહ્યા. જ્યાં જોઉં ત્યાં મેત. પછી વિચાર શું કામ આવે? ચારે દિશાએ મતે પિતાને જબરજસ્ત પહેરે બેસાડી મૂક્યો. હે મહા મુનિરાજ ! આવો ચમત્કારિક પરંતુ ભયંકર દેખાવ જોઈને મને મારા જીવનની શંકા થઈ પડી. મારે વહાલે જીવ કે હું જેથી કરીને આખા બ્રહ્માંડના રાજ્યની તુલ્ય વૈભવ ભોગવું છું તે હવે આ નરદેહ તજીને ચાલ્યા જશે !! રે ચાલ્યા જશે !! અરે! અત્યારે મારી શી વિપરીત ગતિ થઈ પડી ! મારા જેવા પાપીને આમ જ છાજે. લે પાપી જીવ! તું જ તારાં કર્તવ્ય ભેગવ. તે અનેકનાં કાળજાં બાળ્યાં છે. તે અનેક રંક પ્રાણીઓને દમ્યાં છે, તે અનેક સંતને સંતાપ્યા છે. તે અનેક સતી સુંદરીઓનાં શિયળ ભંગ કર્યા છે. તે અનેક મનુષ્યોને અન્યાયથી દંડ્યા છે. ટૂંકામાં તે કઈ પણ પ્રકારના પાપની કચાશ રાખી નથી. માટે રે પાપી જીવ! હવે તું જ તારાં ફળ ભેગવ. તું તને જેમ ફાવે તેમ વર્તતે; અને તેની સાથે મદમાં આંધળે થઈને આમ પણ માનતે કે હું શું દુઃખી થવાનું હતું ? મને શું કષ્ટ પડવાનાં હતાં? પણ રે પાપી પ્રાણુ! હવે જોઈ લે. તું એ તારા મિથ્યા મદનું ફળ ભેગવી લે. પાપનું ફળ તું માનતા હતા કે છે જ નહીં. પરંતુ જોઈ લે, અત્યારે આ શું? એમ હું પશ્ચાત્તાપમાં પડી ગયે. અરે! હાય! હું હવે નહીં જ બચું? એ વિટંબના મને થઈ પડી. આ વખતે મારા પાપી અંતઃકરણમાં એમ આવ્યું કે જે અત્યારે મને કઈક આવીને એકદમ બચાવે તે કેવું માંગલિક થાય! એ પ્રાણદાતા અબઘડી જે માગે તે આપવા હું બંધાઉં. મારું આખા માળવા દેશનું રાજ્ય તે માગે તે આપતાં ઢીલ ન કરું. અને એટલું બધુંયે આપતાં એ માગે તે મારી એક હજાર નવયૌવન રાણીઓ આપી દઉં. એ માગે તે મારી અઢળક રાજ્યલક્ષ્મી એના પદકમળમાં ધરું. અને એટલું બધુંયે આપતાં છતાં જે એ કહેતા હોય તે હું એને જિંદગીપર્યંત કિંકરને કિંકર થઈને રહું. પરંતુ મને આ વખતે કેણુ જીવનદાન આપે ? આવા આવા તરંગમાં ઝોકાં ખાતે ખાતે હું તમારા પવિત્ર જૈનધર્મમાં ઊતરી પડ્યો. એના કથનનું મને આ વખતે ભાન થયું. એના પવિત્ર સિદ્ધાંતે આ વખતે મારા અંતઃકરણમાં અસરકારક રીતે ઊતરી ગયા. અને તેણે તેનું ખરેખરું મનન કરવા માંડ્યું, કે જેથી આ આપની સમક્ષ આવવાને આ પાપી પ્રાણી પામે.
૧. અભયદાન :- એ સર્વોત્કૃષ્ટ દાન છે. એના જેવું એકે દાન નથી. આ સિદ્ધાંત પ્રથમ મારા અંતઃકરણે મનન કરવા માંડ્યો. અહો ! આ એને સિદ્ધાંત કે નિર્મળ અને પવિત્ર છે! કઈ પણ પ્રાણીભૂતને પીડવામાં મહાપાપ છે. એ વાત મને હાડોહાડ ઊતરી ગઈ–ગઈ તે પાછી હજાર જન્માંતરે પણ ન ચસકે તેવી! આમ વિચાર પણ આવ્યો કે કદાપિ પુનર્જન્મ નહીં હોય એમ ઘડીભર માનીએ તોપણ કરેલી હિંસાનું કિંચિત્ ફળ પણ આ જન્મમાં મળે છે ખરું જ. નહીં તે આવી તારી વિપરીત દશા ક્યાંથી હેત? તને હમેશાં શિકારને પાપી શેખ લાગ્યા હતા, અને એ જ માટે થઈને તેં આજે ચાહી ચાહીને દયાળુઓનાં દિલ દુભાવવાને આ તદબીર કરી હતી. તે હવે આ તેનું ફળ તને મળ્યું. તું હવે કેવળ પાપી મેતના પંજામાં પડ્યો. તારામાં કેવળ હિંસામતિ ન હોત તે આ વખત તને મળત કેમ? ન જ મળત. કેવળ આ તારી નીચ મનવૃત્તિનું ફળ છે. હે પાપી આત્મા! હવે તું અહીંથી એટલે આ દેહથી મુક્ત થઈ ગમે ત્યાં જા, તે પણ એ દયાને જ પાળજે. હવે તારે અને આ કાયાને જુદા પડવામાં શું ઢીલ રહી છે? માટે એ સત્ય, પવિત્ર અને અહિંસાયુક્ત જૈનધર્મને જેટલા સિદ્ધાંત તારાથી મનન થઈ શકે તેટલા કર અને તારા જીવની શાંતિ ઈચ્છ. એના સઘળા સિદ્ધાંત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org